આલૂ પાલક કરી – આ સબ્જી હેલ્ધી અને એકદમ નવું વેરીયેશન છે…

આલૂ પાલક કરી

સામગ્રી:

250 ગ્રામ પાલક
1-2 લીલા મરચા
7-8 લસણની કળી
1/2 ઇંચ આદું
1 ઝીણી સમારેલ ડુંગળી
1 ઝીણું સમારેલ ટમેટુ
1/2 ટી સ્પૂન જીરું
1/2 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન લાલ મરચું
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
1 તજ
2 બાફેલા બટાકા
1/2 કપ પાણી
2 ટે સ્પૂન ઘી/ બટર
મીઠુ
ક્રીમ 1 ટીસ્પન
કોથમિર
ચાંદીના વરખ

રીત:

*સૌ પ્રથમ પાલકને ધોઈ 4 કપ પાણીમાં 2-3 મિનીટ માટે બ્લાનચ કરી ઠંડા પાણીમાં કાઢી લેવી, જેથી પાલકનો કલર જળવાઈ રહેશે.
*પછી નિતારી મિક્સર જારમાં લઈ આદું, 2-3 કળી લસણ અને લીલા મરચા ઉમેરી પેસ્ટ બનાવવી.
*એક પેનમાં ઘી કે બટર લઈ જીરું અને તજનો વઘાર કરી ડુંગળી ઉમેરી લાલ થાય ત્યાંસુધી સાંતળવી.
પછી ટમેટા ઉમેરી નરમ પડે ત્યાંસુધી સાંતળવા.
*પછી હળદર, મરચું, ઉમેરી મિક્સ કરી પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરવું.
પછી પાણી અને મીઠુ ઉમેરી 6-7 મિનીટ ઉકળવા દેવું.
પછી તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી, પછી બાફેલા બટાકા ટુકડા ઉમેરી 1-2 મિનીટ કૂક કરવું. ક્રીમ, કોથમિર
ચાંદીના વરખ થિ ગારનિશ કરવુ. તો તૈયાર છે આલૂ પાલક કરી.

રસોઈની રાણી : રાની સોની (ગોધરા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી