“આલૂ હલવા” – આજે બપોરે જમવામાં આપો સરપ્રાઈઝ દરેક પરિવારજનોને…

“આલૂ હલવા”

સામગ્રી:

4-5 બટેકા,
1/2 વાટકી ખાંડ (ટેસ્ટ મુજબ),
1 ચમચો ઘી,
3/4 વાટકી દૂધ,
ડ્રાયફ્રૂટ્સ,
ચપટી એલચીનો ભુક્કો,

રીત:

– સૌ પ્રથમ બટેકાને બાફીને છુન્દો કરી લેવો.
– પછી એક કડાઈમાં ઘી લઇ બટેકાનો છુન્દો સાંતળી દૂધ અને ખાંડ ઉમેરી મીડીયમ તાપે હલાવ્યા કરવું.
– ઘટ્ટ થાય એટલે એલચીનો ભુક્કો ઉમેરી મિક્સ કરી લેવું.
– સર્વિંગ બાઉલમાં લઇ ડ્રાયફ્રૂટ્સની કતરણ અને ડ્રાયફ્રુટ્સના ભુક્કા વડે ગાર્નિશ કરવું.
– તો તૈયાર છે ફરાળી આલૂ હલવો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી