“બદામ ટાકોઝ”- ખુબ ટેસ્ટી મીઠાઈ તો છે સાથે સાથે હેલ્થ માટે પણ સારી છે..

“બદામ ટાકોઝ”

સામગ્રી

+ ૧ કપ બદામનો પાઉડર,

+ ૧/૩ કપ સાકર,

+ ૧/૩ કપ પાણી,

ફીલિંગ

+ અડધો કપ ડ્રાયફ્રૂટ્સનો કરકરો પાઉડર,

+ ચાસણી, એલચી,

+ (૧/૪ કપ સાકર, ૧/૪ કપ પાણી),

ડેકોરેશન

+ વરખ,

+ બદામ,

+ કેસર ઓગાળેલી,

રીત:

૧. એક પૅનમાં સાકર અને પાણી મિક્સ કરીને એની ચીકણી ચાસણી બનાવવી. આ ચાસણીને ડ્રાયફ્રૂટ્સના કરકરા પાઉડરમાં નાખીને લંબગોળ શેપમાં વાળીને તૈયાર રાખવી.

૨. બીજી પૅનમાં સાકર અને પાણી મિક્સ કરી ચીકણી ચાસણી થાય ત્યારે એમાં બદામનો પાઉડર નાખીને મિક્સ કરી સૉફ્ટ લોટ બનાવવો. એમાંથી ગોળ નાની પૂરી બનાવી એમાં સ્ટફિંગનો રોલ મૂકીને અડધો વાળવો. એના પર વરખ લગાડીને બદામ પ્રેસ કરવી. પછી એની કિનારી પર ઘૂટેલા કેસરની લાઇન કરવી.

નોંધ : વરખ ન ખાતા હોય તો સમારેલાં ડ્રાયફ્રૂટ્સ લગાડવાં.

રસોઈની રાણી – કેતકી સૈયા

શેર કરો આ ટેસ્ટી મીઠાઈ તમારા મિત્રો સાથે અને વધુ વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી