“ઓલ ધ બેસ્ટ” – બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલ વિદ્યાર્થીઓ માટેની એક વિડીયો ડોક્યુમેન્ટરી !

- Advertisement -

All The Best CD Stickerમિત્રો ! આપણી ફેન કલબના બે મિત્રો એક ખુબ જ ઉમદા વાત લઈને તમારી પાસે આવ્યા છે! તો તમે સૌ ઉત્સાહ ભેર સહયોગ આપજો !!

“ઓલ ધ બેસ્ટ” – એટલે કે બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલ વિદ્યાર્થીઓ માટેની એક વિડીયો ડોક્યુમેન્ટરી !

હા, દોસ્તો ! આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષાઓ નજીક આવતા જ વિધાર્થી આલમમાં ફફડાટ શરૂ થઇ જાય છે. એમાંય ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું નામ પડતા જ વિધાર્થીઓ ભયભીત થઇ જાય છે.

આ ટેંશન આપનારા સમયને સકારાત્મક રીતે કઇ રીતે લેવો એ શીખવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલે ઓલ ધ બેસ્ટ! આગામી સમયમાં આવનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી આપણા રાજકોટના અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને સજ્જ કરે તેવી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણા રાજકોટના બે યુવા ડોક્યુમેન્ટરી ફિલ્મ-મેકર્સ દેવાંગ વિભાકર અને વિકાસ રાજપોપટ દ્વારા બનાવવામાં આવી છે.

માતા-પિતા અને વિદ્યાર્થીઓ પરીક્ષાના હાઉમાં આવ્યા વગર કે પરીક્ષાના પરિણામની કલ્પના કે અપેક્ષાના બોજ તળે દબાયા વગર પરીક્ષાને પણ હેલ્ધીલી અને હેપ્પીલી લે એવો ઉમદા હેતુ આ ફિલ્મનો છે.

આ ડોક્યુમેન્ટરી ફિલ્મને અલગ-અલગ સ્કુલ્સમાં વિદ્યાર્થીઓના લાભાર્થે બતાવવામાં આવશે તેમજ તેની સીડી/ડીવીડીનું પણ વિતરણ કરવામાં આવશે.

માતા-પિતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ પ્રેરણા આપતી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓલ ધ બેસ્ટના સર્જક દેવાંગ વિભાકર (૮૯૮૦૦ ૮૧૧૨૭) સ્પીક બિન્દાસ નામની વેબસાઇટ ચલાવે છે જેમાં સેલિબ્રીટીઝથી માંડીને સામાન્ય લોકોના ઇન્ટરવ્યુઝ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

એમની ઇન્ટરવ્યુની આ સિધ્ધી માટે જ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે જ્યારે વિકાસ રાજપોપટ (૯૯૦૯૦ ૧૧૨૩૩) કોર્પોરેટ તેમજ એડ-ફિલ્મ મેકીંગના પ્રોફેશનમાં કાર્યરત છે. ઓલ ધ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા સમાજને નવી રાહ ચીંધવાના પ્રયાસમાં આપ સૌનો સહયોગ સાંપડી રહેશે તેવી આશા છે.

સહયોગ રાશિ:

========

મેઇન સ્પોન્સર કો-સ્પોન્સર ડિવીડી સ્પોન્સર

૨૦,૦૦૦/- રૂ. ૫૦૦૦/- રૂ. ૧૦,૦૦૦/ – રૂ.

(આ રકમનો ઉપયોગ ફિલ્મ નિર્માણમાં અને ફિલ્મ વિતરણમાં કરવામાં આવશે.)

આ સહયોગ આપનાર સંસ્થા/ફર્મનો લોગો અને પુરૂ નામ ડોક્યુમેન્ટરી ફિલ્મની શરૂઆતમાં દર્શાવવામાં આવશે તેમજ સીડી સ્ટીકરમાં પણ લોગો મુકવામાં આવશે. આ ઉપરાંત જે તે શાળામાં થનાર શો વખતે અમે સહયોગકર્તાઓનું નામ લઇ અને આ ફિલ્મનું સ્ક્રીનીંગ કરીશું.

આપના અમુલ્ય સહયોગને કારણે આ ફિલ્મ બની છે અને લોકો સુધી પહોંચી છે, એ પ્રશસ્તિપત્ર અમે આપને પહોંચાડીશું !

આપના સહયોગની અપેક્ષા સહ,

____________

૧. (દેવાંગ વિભાકર)

મો. ૯૪૨૬૯૭૦૪૭૯

ઇ-મેઇલ: [email protected]

 

૨. (વિકાસ રાજપોપટ)

મો. ૯૯૦૯૦૧૧૨૩૩

ઇ-મેઇલ: [email protected]

આપની સ્પોન્સરશીપ/સહયોગ ચેક/ડિ.ડિ. દ્રારા “સ્પીકબિન્દાસ પબ્લિકેશન્સ” (અંગ્રેજીમાં “SpeakBindas Publications”)ના નામથી નીચેના સરનામે મોકલી શકો છો.

 

દેવાંગ વિભાકર

૧૬૯ – રવિ રેસીડન્સી,

ધરમનગર મેઇન રોડ,

આર.એમ.સી. ક્વાટર્સની બાજુમાં,

૧૫૦ ફુટ રીંગ રોડ,

રાજકોટ – ૩૬૦ ૦૦૫. ગુજરાત, ભારત.

મો. ૮૯૮૦૦ ૮૧૧૨૭.

મિત્રો ! આ સામાજિક સાહસમાં તમે પણ યથાશક્તિ સહયોગ આપી શકો છો!સ્પોન્સરશીપ શિવાયની પણ નાની એવી મદદ પણ આવકાર્ય છે! રસ ધરાવતા મિત્રો દેવાંગભાઈ કે વિકાસભાઈનો કોન્ટેક્ટ કરીને આગળ વધી શકે છે!

– તમારો વિશ્વાશું, “જેંતીલાલ”

 

ટીપ્પણી