‘ભાગ ભાગ મિલ્ખા ભાગ’ ની અભિનેત્રીએ અલી જફર પર લગાવ્યો યોન શોષણનો આરોપ

- Advertisement -

‘ભાગ ભાગ મિલ્ખા ભાગ’ ની અભિનેત્રીએ અલી જફર પર લગાવ્યો યોન શોષણનો આરોપ

પાકિસ્તાના લોકપ્રિય અભિનેતા અને ગાયક અલી ઝફ પર એક મહિલા સાથી કલાકાર મીશા શફીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મીશા શફીએ એક ટ્વીટ કરતા કહ્યું કે, અલી ઝફર પર આ ગંભીર આરોપ લગાવ્યો હતો. જો કે, અલી જફરે આ આરોપોને ખોટા બતાવ્યા છે અને કહ્યું કે આ આરોપ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે, બંને કલાકારોએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ સોશિયલ મીડિયા દ્વારા લગાવ્યો છે.

મીશા શફી પાકિસ્તાનની લોકપ્રિય અદાકારા અને ગાયિકા પણ છે. ગુરુવારે તેમણે એક ટ્વીટમાં અલી ઝફર પર આ આરોપ લગાવ્યો હતો. મીશાએ લખ્યું કે, પોતાની આપવીતીને કહેવાનો નિર્ણય મુશ્કિલ હતો, પરંતુ તેમણે લાગ્યું કે, ચુપ રેહવું યોગ્ય નથી. હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વી વાઇન્સ્ટીન સામે કાસ્ટિંગ કાઉચ અને યોન શોષણનો જે રીતે આરોપ લાગ્યો હતો, તેની આગ બોલિવૂડ સુધી પહોંચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર યોન શોષણ વિરુદ્ધ ગયા વર્ષે #MeToo કેમ્પેન ચાલ્યું હતું, જેની પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે વધુ એક પાકિસ્તાની એક્ટ્રેસ મીશા શફીએ એક્ટર અને સિંગર અલી જફર પર યોન શોષણનો આરોપ લગાવ્યો છે, જેનો જફરે જવાબ પણ આપ્યો છે.

એક્ટર અલી જફરે ટ્વીટ કર્યું છે કે, ‘હું #MeToo કેમ્પેન વિશે જાણું છું અને તેને સપોર્ટ પણ કરું છું. હું બે સંતાનોનો પિતા છું. એક પત્નીનો પતિ છું અને એક માનો પુત્ર છું. હું એવી વ્યક્તિ છું, જે પોતાના માટે, પરિવાર માટે, મિત્રો માટે હજારો વખત મુશ્કેલીના સમયમાં ઊભી રહે. આજે પણ હું એવું જ કરીશું. મારી પાસે છુપાવવા માટે કશું નથી. ચૂપ રહેવું એ પણ કોઈ વિકલ્પ નથી.’અલી જફરે આગળ લખ્યું છે કે, ‘જે આરોપ મીશા શફીએ મારી સામે લગાવ્યા છે, તેનો હું સંપૂર્ણપણે ઇનકાર કરું છું. હું કોર્ટમાં જઈશ અને પ્રોફેશનલી ડીલ કરીશ, નહિ કે કોઈ આરોપ અહીં સોશિયલ મીડિયા પર લગાવીશે. આવું કરીનું હું કેમ્પેન, મારો પરિવાર, ઇન્ડસ્ટ્રી અને ફેન્સનો નિરાદર નહિ કરું. હું એક જ વાત માનું છું, અંતમાં સત્યનો વિજય થાય છે.’

આ પહેલાં પાકિસ્તાની સિંગર અને એક્ટ્રેસ મીશા શફીએ ટ્વીટ કર્યું હતું કે, ‘હું આ એટલા માટે શેયર કરી રહી છું, કારણ કે મારું માનવું છે કે, યોન શોષણનો મારો અનુભવ શેયર કરી હું ચુપકીદી સાધવાનો રિવાજ તોડી શકું, જે આપણા સમાજમાં ઘર કરી ગયો છે. આ વિશે બોલવું સરળ નથી, પરંતુ ચૂપ રહેવું મુશ્કેલ છે. મારો અંતરાત્મા હવે તેની મંજૂરી આપતો નથી.’

મીશા લખે છે કે, ‘હું ઇન્ડસ્ટ્રીના મારા સાથી અલી જફરના હાથે યોન શોષણનો ઘણી વાર શિકાર બની છું. આ ઘટના એ સમયની છે, જ્યારે હું નાની ઉંમરની હતી અને ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. આ ઘટના એ સમયની છે, જ્યારે હું સશક્ત હતી, મારા પગ પર ઊભી હતી અને પોતાના મનની વાત કહેનારી મહિલા તરીકે જાણીતી હતી. આવું મારી સાથે ત્યારે બન્યું જ્યારે હું બે બાળકની માતા હતી. તે મારા અને મારા પરિવાર માટે આઘાતજનક ઘટના હતી. અલીને હું ઘણાં વર્ષોથી ઓળખું છું અને મેં તેની સાથે ઘણી વાર સ્ટેજ શેયર કર્યું છે. હું તેના આ વ્યવહારથી છેતરાયાની લાગણી અનુભવું છું અને હું જાણું છું કે, હું એકલી નથી.’અલી જફરે બોલિવૂડમાં ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘તેરે બિન લાદેન’, ‘ચશ્મે બદ્દૂર’, ‘ડિયર જિંદગી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં તેનો અવાજ પણ આપ્યો છે.

જ્યારે મીશાએ ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તમને જણાવી દઈએ કે 2013માં આવેલી મીરા નાયરની ફિલ્મ ધ રેલિક્ટેંટ ફંડમેંટલિસ્ટ થી ડેબ્યૂ કર્યુ હતું. મીશા બોલિવૂડમાં ભાગ મિલ્ખા ભાગ માં જોવા મળી હતી. અભિનેત્રી બનતા પહેલાં મીશા એક સફળ સિંગર અને મોડલ હતી.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક બોલીવુડની જાણી અજાણી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી