જો તમારા શરીરમાં આ 9 ફેરફાર થાય, તો સમજો છે કિડની રોગના સંકેત!

2129_untitled-1

સાવધાન ! ખુબ જ ઉપયોગી માહિતી છે !

=======================

મિત્રો ! જો તમારા શરીરમાં આ 9 ફેરફાર થાય, તો સમજો છે કિડની રોગના સંકેત!

કિડની શરીરનુ એક એવુ અંગ છે જેને થોડી ઘણી પણ અસર થાય તો તમારુ શરીર રોગોનુ ઘર બની જાય છે.બીજુ એ કે મોટાભાગે કિડનીના રોગો વહેલી તકે જાણ થાય તેવા નથી હોતા.આ રોગો છેલ્લા સ્ટેજ પર હોય ત્યારે જાણ થાય છે.ત્યાં સુધીમાં અડધુ શરીર તો રોગોનુ ઘર બની ગયુ હોય છે.તમને થશે કે આ કિડનીના રોગોને પકડી પાડવા શું ધ્યાન રાખવુ.તો આજે અહીં એવા દસ લક્ષણો જણાવવામાં આવ્યાં છે જેના પરથી તમને કિડનીના રોગ છે કે નહીં તેની જાણ જલ્દીથી થઈ શકશે.

પેશાબમાં તકલીફ થવી-

==============

કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી.

પેશાબ દરમ્યાન પીડા-

=============

ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય. પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય.

પેશાબમાં લોહી-

=========

આ એક કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડૉક્ટરની મુલાકાત લેવી સલાહભર્યું છે.

સોજો:

====

કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે. અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને અથવા ચહેરા પર ઉપસી આવે છે.

સતત નબળાઇ-

=========

આપણી કિડની એરાઈથ્રોપોટિન(erythropoietin) નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમા ઓક્સિજન વહન કરે છે . કિડની રોગોમાં,એરાઈથ્રોપોટિન(erythropoietin) ના પ્રમાણનું ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓનો ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછો મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.

દિવસ દરમ્યાન ઠંડી લાગવી-

=================

જો તમને કિડનીનોએ રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે તમને બધો સમય શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય.પાયલોનફ્રીટિસ (Pyelonephritis) નામના કિડની ઇન્ફેક્શનને લીધે સતત તાવ અને ઠંડી લાગે છે.

ત્વચા પર ખંજવાળ-

============

કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે.

 

શ્વાસમાં દુર્ગંધ્-

કિડની ખોટકાતા લોહીમાં યુરિયા નું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રુપે મોંઢામા થતી લાળ માં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.

 

ઉબકા અને ઊલ્ટી-

==========

કિડનીનાં રોગને લીધે લોહી માં જમા થતી અશુધ્ધિ નાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.

 

હાંફ ચઢવી-

========

કિડની રોગમાં ફેંફસાંમાં એક પ્રકારનું પ્રવાહી સ્ત્રાવ પેદા થાય છે. અને તેને લીધે રક્તક્ષય, કિડની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

 

પીઠ અથવા પડખામાં પીડા-

=================

કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે.જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

માહિતી શેર કરી વધુ લોકોમાં જાગૃતતા લાવીએ !

 

ટીપ્પણી