અળવી ના પાન ના પાતરા !! ટેસ્ટ અને હેલ્થ બંને માં શ્રેષ્ઠ…જુઓ, સ્ટેપ બાય સ્ટેપ વાનગી!

ફ્રેન્ડસ..”અળવી ના પાતરા” હેલ્થ માટે ખુબ જ સારા છે..તમે જાણો છો અળવીના પાનનાં ફાયદા વિષે ?તમે કદાચ ના જાણતા હોવ તો આ રહ્યા તેના ફાયદા. અળવી લીલા શાકભાજીથી પણ વધુ ફાયદાકારક હોય છે.

સરળતાથી મળવા છતાં અલવીના પાન બહુ વધારે લોકપ્રિય નથી. અળવીના પાન ખાવાથી ઘણા રોગોમાંથી મુક્તિ મળી શકે છે. તેમાંથી વિટામીન A, B, C, કેલ્શિયમ, પ્રોટીન, પોટાશ્યામ, આયરન, કાર્બોહાઈડ્રેટ અને એન્ટી-ઓક્સીડેંટ ભરપુર પ્રમાણમાં મળે છે. અળવીના પાનમાં વિટામીન A આંખો માટે ફાયદાકારક હોય છે. આનાથી દ્રષ્ટિનું તેજ હોય છે અને માંસપેશીઓ મજબુતી મળે છે.

સાથે જ વિટામીન C ચામડીની કરચલીઓ દુર કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ હાડકાની મજબૂતીમાં ખાસ ભૂમિકા ભજવે છે. જો અળવીના પાનનું સેવન કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. આમાં હાજર ફાઈબર મેટાબોલીઝમને સક્રિય બનાવે છે જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. અળવીના પાન સાંધાના દુ:ખાવામાં પણ ઘણો ફાયદો કરે છે. આ પત્તાને ચણાના લોટ સાથે ખુબ જ ટેસ્ટી પાતરાં બનાવી શકાય છે…જાણો પાતરા ની સંપૂર્ણ વાનગી સ્ટેપ બાય સ્ટેપ :

સામગ્રી

750 ગ્રામ ચણાનો લોટ
ચોખા નો લોટ 2 સ્પૂન
2 લીલાં મચરાં,
કટકો અાદું
તલ 2 સ્પૂન
500 ગ્રામ અણવીનાં પાન
મીઠું સ્વાદમુજબ
મરચું 1 સ્પૂન
હળદર 1/4 સ્પૂન
ધાણાજીરું 2 સ્પૂન
ગોળ 2 સ્પૂન
અાંબલી પેસ્ટ 1 સ્પૂન
તેલ પ્રમાણસર
રાઈ 1 સ્પૂન
હિંગ ચપટી
કોથમીર 1 સ્પૂન
દાડમ

રીત :

*ચણાના લોટમાં ચોખા નો લોટ, મીઠું, મરચું, હળદર, વાટેલાં અાદું-મરચાં, હિંગ અને ગોળ-અાંબલીનો જાડો રસ નાંખી, પાન ઉફર ચોપડાય તેવું ખીરું બાંધવું.

*પાનનાં ડીંટાં અને નસ કાઢી, ધોઈ, કપડાથી કોરાં કરવાં. થાળીને ઊંધી મૂકી, તેના ઉપર પાન ઊંધું મૂકવું એટલે સુંાળી બાજુ નીચે રાખવી. તેના ઉપર ખીરું ચોપડવું.

*ઉપરાઉપરી ત્રણ પાન મૂકવાં અને ખીરું ચોપડવું. પહેલું પાન મોટું લેવું. પછી બીજું પાન નાનું અને તેનો નીચેનો ભાગ ઉપર અને ઉપરનો ભાગ નીચે રાખવો.

*ત્રીજું પાન પહેલું પાન મૂક્યુ હોય તેના જેમ જ મૂકવું. બાજુની પટ્ટી વાળી તેના ઉપર પણ ખીરું લગાડવું. તેનો સખત વીંટો વાળો.

*ઢોકળાના સંચામાં અથવા કૂકરમાં વરાળથી બાફવા. બરાબર બફાય અને કાળાશ ઉપર રંગ થાય એટલે ઉતારી લેવા. બરાબર ઠંડાં પડે એટલે તેના કટકા કાપી તેલમાં તળી લેવા.

 

*પાતરાંને વઘારીને પણ બનાવી શકાય છે. એક કડાઈ માં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ,અને તલ નાંખી, પાતરાં વઘારવા.કોથમીર દાડમ નાખી સર્વ કરવા.

 

 

નોંધ: લીંબુ નો રસ પણ નાખી શકો આંબલી ના બદલે.

રસોઈની રાણી : રાની સોની, ગોધરા 

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block