તમારી અજોડતાને વધાવો – સવાર માં એક પ્રેરણાદાયી મેસેજ !!!!!!

“એક આલુએ એકવાર કહ્યું, ‘માત્ર એટલેકે કેળાનો એક ચાહવા વાળો આવ્યો, મેં મારી જાતને કેળામાં બદલી નાખી. કમનસીબે, તેની રુચિ થોડા મહિના પછી બદલાઈ ગઈ અને હું પણ સંતરું બની ગયો. જયારે તેણે કહ્યું કે હું કડવો છું તો હું સફરજન બની ગયો, પણ તે અંગૂરને શોધવામાં લાગી ગયો. ઘણા લોકોના અભિપ્રાયોની ઉપજ રૂપે, મે મારી જાતને ઘણી વાર બદલાવી કે હું હવે પોતાની જાતને પણ ઓળખી શકતો નથી. કાશ કે હું આલુ જ રહ્યો હોત અને એક આલુ ના ચાહવા વાળાની રાહ જોતો હોત’.

માત્ર એટલે કે અમુક લોકો તમને તમે જેવા છો એવા જ ના સ્વીકારે, તો જરૂરી નથી કે તમે તમારા અસલી રૂપને બદલી નાખો. તમારે તમારા વિષે સારું વિચારવાની જરૂર છે, તમને લોકો તમારા અંદાજ પ્રમાણે ગણે તે માટે. તમારી ઓળખાણ ઉભી કરવા માટે તમારે નીચા થવાની જરૂર નથી. ક્યારેય તમારી સચ્ચાઈને જતી ના કરો એક સબંધ જીતવા માટે. લાંબા સમયે તમને પસ્તાવો થશે કે તમે તમારી સૌથી સારી કીર્તિને વહેંચી નાખી – તમારી અલગતા, માત્ર ક્ષણિક પ્રમાણીકરણ માટે. ગાંધી પણ ઘણા લોકો દ્વારા સ્વીકારાય ન્હોતાં.

એવું જૂથ જે તમને તમે છો એવા જ ના સ્વાકારે તે તમારી દુનિયા નથી.
તમારા દરેક માટે એક દુનિયા છે, જ્યાં તમારું વર્ચસ્વ હોય એક રાજા જેવું/ રાણી જેવું જ્યાં તમે માત્ર તમે બની રહો.

તે દુનિયા શોધો….હકિકતમાં તો એ દુનિયા જ તમને શોધશે.
જે પાણી કરી શકે, તે ગેસોલીન ના કરી શકે અને જે કામ તંબુ કરી શકે તે સોનુ ના કરી શકે. એક કીડીની બરડતા તેને હલનચલન માટે મદદ કરે છે અને એક વૃક્ષની કડકાઇ તેને ઉભા રહેવામાં મદદ કરે છે.

દરેકે દરેક વ્યક્તિ પ્રમાણસરની વિશિષ્ટતા સાથે બનેલ હોય છે જેથી તે કોઈ ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકે પોતે અનન્ય થઈને. તમે એકલા જ પોતે તમારા ઉદ્દેશ્યને પૂરું કરી શકો જેમકે હું એકલો જ મારા ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકું. તમે અહીં તમે બની રહેવા માટે જ છો…માત્ર તમે.

આ જગતમાં એવો એક સમય હતો જયારે કૃષ્ણની જરૂર હતી અને તેમને મોકલવામાં આવ્યા; એવો સમય હતો કે ક્રાઈસ્ટની જરૂર હતી અને તેમને મોકલવામાં આવ્યા; એવો સમય કે જયારે મહાત્માની જરૂર હતી અને તેમને મોકલવામાં આવ્યા; એવો સમય જયારે જે. આર. ડી. ટાટાની જરૂર હતી અને તેમને મોકલવામાં આવ્યા. અને એવો સમય આવ્યો જયારે તમારી જરૂર હતી આ ગ્રહ પર તો તમને મોકલવામાં આવ્યા. પોતાનાથી બનતું બધું કરી છૂટવું. બ્રહ્માંડના ઇતિહાસમાં તમારા જેવું કોઈ આવ્યું નથી અને તમારા જેવું કોઈ આવશે પણ નહીં.

અસ્તિત્વએ તમને એટલો પ્રેમ કરવો જોઈએ કે તમને બનાવ્યા બાદ તેણે તે બીબું તોડી નાખવું જોઈએ, જેથી તમારા જેવું બીજું કોઈ ના બને.
તમે જ મૂળ છો. તમે દુર્લભ છો. તમે અજોડ છો. તમે અજાયબી છો. તમે સર્વ શ્રેષ્ઠ રચના છો….

તમારી અજોડતાને વધાવો…

– શ્રી શ્રી રવિ શંકર….

સંકલન : ભૂમિ મેહતા

ટીપ્પણી