આજ નો દિવસ : શ્યામજી કૃષ્ણ વર્મા વિષે આજે આટલું જાણો !!!

શ્યામજી કૃષ્ણ વર્મા

જન્મ:
શ્યામજી કૃષ્ણ નાખુઆ
૪ ઓક્ટોબર ૧૮૫૭
માંડવી, કચ્છ, ગુજરાત

મૃત્યુ:
૩૦ માર્ચ ૧૯૩૦
જીનિવા, સ્વીત્ઝરલેંડ

શિક્ષણ:
બી.એ., માતૃસંસ્થા વિલ્સન હાઇસ્કૂલ,
મુંબઈ; બાલ્લીઓલ કોલેજ, ઓક્સફર્
ડ યુનિવર્સિટી

વ્યવસાય:
ભારતીય ક્રાંતિકારી, વકીલ,
પત્રકાર સંગઠન ધ ઇન્ડિયન હોમ રૂલ
સોસાયટી, ઇન્ડિયા હાઉસ,
ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ

માટે જાણીતા છે:
ભારતીય સ્વતંત્રસંગ્રામ

જીવનસાથી (ઓ):
ભાનુમતી કૃષ્ણ વર્મા

માતાપિતા:
કરસન ભાનુશાળી (નાખુઆ),
ગોમતીબાઇ

? થોડુ વધારે

તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે થયો હતો. સામાન્ય આર્થિક સ્થિતિવાળા પરિવારમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માએ નાની વયે માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાનું નામ કરસનજી અને પત્નીનું નામ ભાનુમતી હતું. તેઓ મ્યુનિસિપાલિટીના દીવા અજવાળે વિદ્યાભ્યાસ કરનાર કિશોર શ્યામજીએ એક ભાટિયા સદ્ગૃહસ્થે આર્થિક સહાય કરી જેથી મુંબઈની એલફિન્સ્ટન તેમ જ વિલ્સન જેવી વિખ્યાત સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક સાંપડી.

શ્યામજી કૃષ્ણ વર્મા આ દિવસોમાં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્યસમાજી બન્યા. શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હિસંક ક્રાંતિકારી બન્યા. વિશેષ કરીને લંડન અને પેરિસમાં રહીને તેમણે રાષ્ટ્રસેવા કરી. ભારતની સ્વરાજ્ય સાધના માટે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. સમગ્રજીવન બ્રિટીશ સામ્રાજ્ય વદ સામેના સંઘર્ષમાં સમર્પિત થયું. વિદેશમાં રહીને તેમણે રાષ્ટ્રસેવા કરી.

ભારતની સ્વરાજ્ય સાધના માટે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. વિદેશમાં રહીને પણ ક્રાંતિકારી વીર સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી સરાહનીય છે. શ્યામજીએ પોતાની બધી સંપત્તિ આજીવન દેશ માટે જ વાપરી હતી. આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનીવા ખાતે ૩૧ મી માર્ચ ૧૯૩૦ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા. તે વીરાંજલિયાત્રા સ્વરૂપે ગુજ્રેઆતમાં પ્રદક્ષિણા કરી. દેશના મહાન ક્રાંતિકારી, રાષ્ટ્રરત્ન અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે.

૧૦૦ વર્ષ પહેલા પણ એમની લાખોપતિમાં ગણત્રી થતી. આમ છતા એમણે પોતાનું કોઇ જ વીલ બનાવ્‍યું નહોતું. એમના અર્ધાગીની ભાનુમતીએ શ્‍યામજીના મૃત્‍યુ બાદ એમનું વસીયતનામું તૈયાર કર્યુ હતું. જેના પાવર ઓફ એટર્ની શ્‍યામજીના પેરીસમાં રહેતા ખાસ મિત્ર સરદારસિંહ રાણાએ ૧૯૩૬માં મેળવ્‍યા હતા.

શ્‍યામજીને કોઇ સંતાન નહોતું. પણ ભારતના નવયુવાનોના અભ્‍યાસ માટે એ જમાનામાં એમણે ૯૦,૦૦૦ ફ્રાન્‍કનું દાન આપ્‍યું હતું. ફ્રાન્‍સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્‍ણ વર્મા ફાઉન્‍ડેશન છે. ફ્રાન્‍સ ભણવા આવવા ઇચ્‍છતા હિંદુ યુવાનો માટે એમણે સ્‍કોલરશીપ જાહેર કરી હતી. ત્‍યાંની સંસ્‍કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્‍યું હતું. ચિત્રલેખાએ એમના વસિયતની ફ્રેન્‍ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી છે.

શ્‍યામજી ભારત માટે જાસુસી કરતા હોવાની અંગ્રેજોને દ્રઢ શંકા હતી એટલે જ એમના પર બ્રિટીશ ગુપ્તચરતંત્ર ચાંપતી નજર રાખતું. ભુજમાં રહેતા અને ૧ર૬ જેટલી જાસુસી નવલકથાથી વિખ્‍યાત થયેલા લેખક ગૌતમ શર્માએ એમની નવલકથામાં શ્‍યામસુંદર નામનું પાત્ર રાખ્‍યું હતું. એ પાત્ર એટલે શ્‍યામજી કૃષ્‍ણ વર્મા. લેખકે શ્‍યામનું પાત્ર અમર બનાવીને અંજલી આપી. આ વાત થોડા વર્ષો પહેલા સ્‍વર્ગસ્‍થ થયેલા ગૌતમ શર્માએ એમના એક મિત્રને કરી હતી.

? સ્મારકો

શ્‍યામજી કૃષ્‍ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી ૧૯પરમાં બે લાખ રૂપીયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્‍પીટલ માટે આપવામાં આવ્‍યું હતું. એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્‍કૃતના અભ્‍યાસ માટે સ્‍કોલરશીપ આપવામાં આવે છે. પેરીસની સોરબોન યુનિવર્સિટીમાં શ્‍યામજીના નામના બે રૂમ છે. એમણે એમના અલભ્‍ય પુસ્‍તકો અહીં દાનમાં આપી દીધાં હતા. માંડવી અને ભુજમાં શ્‍યામજીનાં બાવલા છે. માંડવીમાં શ્‍યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ જાતે કચ્‍છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલને કચ્‍છના ક્રાંતિવીરની ‘સનદ’ ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્‍યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી છે. જોગાનુજોગ નરેન્‍દ્રભાઇ જયારે મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમના અસ્‍થી પરત લાવવાનું વચન પાળ્‍યું હતું.

જીનીવાથી જેમના અસ્થિ ભારત લવાયા બાદ જેની સનદ જેવી સ્‍મૃતિ ભેટ કચ્‍છની જનતાને અર્પણ કરવામાં આવી છે.

? પુસ્તકો

૧૯૩પમાં સૌ પહેલા ઇન્‍દુલાલ યાજ્ઞીકે શ્‍યામજી કૃષ્‍ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્‍યું હતું. પહેલા ક.માં. મુનશીએ લખવાના હતા. પુસ્‍તક લખ્‍યાનાં ૧પ વર્ષ બાદ એટલે કે ૧૯પ૦માં એ પ્રકાશીત થયું એ પછી કચ્‍છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેની ગુજરાતી અનુવાદ કર્યો હતો. શ્‍યામજી વિશે એક દસ્‍તાવેજી ફિલ્‍મ પણ ગુજરાતના માહીતીખાતાએ બનાવી હતી. એ સિવાય શ્‍યામજીને વંદના નામની એક ઓડીયો કેસેટ શ્‍યામજી કૃષ્‍ણ વર્મા મેમોરીયલ ફાઉન્‍ડેશને બનાવી છે. ગાયક કલાકાર પ્રદીપ ગઢવીએ ગીતો લખ્‍યા છે અને લલીતા ઘોડાદરા સહગાયીકા છે.

૧૯૭૬-૭૭માં મિસા હેઠળ વડોદરાની જેલમાં બાબુભાઇ જશુભાઇ પટેલ, રામલાલ પરીખ, નવલભાઇ શાહ અને વિષ્‍ણુ પંડયા હતા. દરરોજ એક જણે પોતાના વિષય પર ભાષણ આપવું એવું નક્કી થયું હતું. વિષ્‍ણુભાઇ શ્‍યામજી કૃષ્‍ણ વર્મા વિશે બોલ્‍યા. એ પ્રસંગ બાબુભાઇને બરાબર યાદ રહી ગયો.

ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારે બાબુભાઇએ એમને ગુજરાતમાં સશષા ક્રાંતીના ઇતિહાસ વિશે પુસ્‍તક લખવાનું કહ્યું. વિષ્‍ણુભાઇએ એ લખ્‍યુ અને ૧૯૮૦માં પ્રકાશીત થયું. વિષ્‍ણુભાઇએ શ્‍યામજીનું જીવન ચરિત્ર અને લંડનમાં ઇન્‍ડીયન સોશ્‍યોલોજીસ્‍ટ નામનાં પુસ્‍તક લખ્‍યા છે. વિષ્‍ણુભાઇએ માંડવીમાં શ્‍યામજીના નામે ઇન્‍ટરનેશનલ હિસ્‍ટ્રી સેન્‍ટર બનાવવા ગુજરાત સરકાર પાસે માંગણી કરી.

ભુજના ધનજીભાઇ ભાનુશાળી નામના એસ.ટી.ના નિવૃત ડેપો મેનેજર શ્‍યામજી વિશે ઘણું લખ્‍યું છે. શ્‍યામજી વિશેનું પુસ્‍તક પણ એમણે પ્રકાશીત કર્યુ છે. માંડવીનાં શિક્ષિકા દક્ષાબહેન ઓઝાએ શ્‍યામજી વિશે હિંદીમાં પુસ્‍તક લખ્‍યું છે.

? થોડુક વધારે અગત્યનુ ?

? ક્રાંતિ તીર્થ

ક્રાંતિ તીર્થ અથવા શ્યામજી કૃષ્ણા વર્મા મેમોરિયલ (સ્મારક) માંડવીથી 4 કિમીના અંતરે અરબ સાગરના સમુદ્ર તટની નજીક આવેલું છે. આ સ્મારકનો પાયો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ઓક્ટોબર 2009માં રાખી હતી. 56,318 વર્ગ ફૂટની આ સંરચનાને બનાવવામાં 14 મહિનાનો સમય લાગ્યો હતો. આ સ્મારક 13 ડિસેમ્બરના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ સ્મારક શ્રી શ્યામજી કૃષ્ણા વર્માના જીવન અને ભારતની સ્વતંત્રતામાં તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનની ઝલક પ્રસ્તૃત કરે છે. આ સ્મારકમાં સ્મૃતિ કલશમાં તેના સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને તેમની પત્ની ભાનુમતિની અસ્થિઓ રાખવામાં આવી છે.

? માહિતી સંકલન :- — Vasim Landa ☺

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block