૧૭ વર્ષ બાદ કાજોલએ ખોલ્યું રહસ્ય, ‘આખરે શા માટે કર્યા અજયથી લગ્ન’ !! દરેક છોકરીએ વાંચવા જેવું..

બોલીવુડના સૌથી કયુટ કપલમાં એક છે અજય દેવગન અને કાજોલની જોડી. આમના લગ્ન ને લગભગ બે દસકા પુરા થવા આવ્યા અને આ કપલ આજે પણ પોતાના લગ્ન જીવનને સારી રીતે માણી રહ્યા છે. અજય આજે પણ એક પછી એક હિટ ફિલ્મ આપે છે પણ કાજોલ સાથે લગ્ન કર્યા પછી કરીઅર થી બ્રેક લઇ લીધો હતો અને આજ કાલ તેઓ ફિલ્મોમાં દેખાવા લાગ્યા છે.

અજય દેવગનના સ્ક્રિન પર આવતાની સાથે જ હોલમાં દર્શકોમાં ઉત્સાહ દેખાઈ આવે છે. આ વાત આખી દુનિયાને ખબર છે કે અજય દેવગનએ ફિલ્મ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન કેવી રીતે અને શા માટે થયા તે જાણવું પણ ખુબ રોચક છે. બંનેએ ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯ના મહારાષ્ટ્રીયન ઢબે લગ્ન કર્યા હતા. બંનેની જોડી બોલીવુડમાં એક મિસાલ છે. બંને વિવાદોથી પણ દૂર રહે છે.

તેમના બે બાળકો છે ન્યાસા અને યુગ. કાજોલ ખુબ ચુલબુલી છે જયારે તેનાથીઉલટું અજય દેવગન ખુબ શાંત સ્વભાવના છે. બંને દરેક બાબતે એકબીજાથી અલગ છે છતાં પણ બોલીવુડની સૌથી સફળ જોડીયોમાં તેમની ગણના થાય છે. જયારે એવું ઓછું જોવા મળે છે કે વિપરીત વ્યવહાર હોવા છતાં આટલા લાંબા ગાળા સુધી કોઈની જોડી ટકી રહે. બંનેએ પોતાના સબંધને બહુ જ સુંદરતાથી ટકાવી રાખ્યો છે. બોલીવુડની ઘણી જોડીઓ જે ખુબ પહેલા બની અને તૂટી પણ ગઈ.

હાલમાં જ કાજોલે પોતાના લગ્ન થી જોડાયેલી થોડી રોચક વાતો જણાવી. કાજોલે કહ્યું કે આખરે કેમ તેણે કરીઅરના શિખર પર ગયા બાદ અજય સાથે લગ્ન કર્યા. કાજોલે અજય દેવગનને કોઈ પણ ભ્રમ થી દૂર રાખીને એ કહ્યું હતું કે તે વર્ષમાં એક ફિલ્મ કરશે.

કાજોલે એ પણ કહ્યું કે તે પોતાના લગ્ન પહેલા ખુબ લાંબા સમય સુધી પોતાના કરીરને સુશોભિત કરવા માટે મહેનત કરી ચુકી છે. તેથી તેમણે વ્યવસાયના હિસાબે પોતાને બદલવાનો નિર્ણય કર્યો. લગ્ન પહેલા કાજોલ એક વર્ષમાં ઘણી ફિલ્મો કરતી હતી, પણ લગ્ન બાદ તેમણે આ ઓછું કરી નાખ્યું. લગ્ન બાદ તે જીવનમાં સ્થાયીપણું ઇચ્છતી હતી. કાજોલએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. અજય દેવગન કાજોલ સાથે સબંધ જોડવા સહમત થયા અને બંને એ લગ્ન કરી લીધા.

કાજોલએ પોતાના અને અજય દેવગનના સબંધ વિષે કહ્યું કે, “મારું માનવું છે કે એ જ કારણ થી ટકી રહ્યું છે કેમકે હું ખુબ વાતો કરું છું અને તે હંમેશા પોતાની ધૂનમાં જ રહે છે” આજે ૧૮ વર્ષો પછી પણ આ કપલ ખુશી ખુશી જીવન વિતાવી રહ્યું છે. સાથે જ બંનેનો પોતાના બાળકો ન્યાસા અને યુગની સાથે પણ ખુબ લગાવ છે.

લેખન – સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી