અજાણ્યું કોઈ

અંધારેલી કાળી રાત હતી. આકાશમાં દૂર-દૂર સુધી ચાંદ દેખાતો ના હતો. વીજળીએ કડકડાટ અવાજ કર્યો. શેરીમાં બેઠેલા કુતરા અચાનક જ આકાશ સામે જોઈ ને ભશવા લાગ્યા. જાણે કોઈના આવાનો તેમને અહેશાશ થયી ગયો હોય. બસ મોડી રાતના તે સમયે રાજ ના ઘરનો ફોન રણક્યો. આ ફોન આખી રાત રણકતો જ રહ્યો પણ કોઈ એ ઉપાડ્યો નહીં. કદાચ ઘરે કોઈ હતું નહીં.

બીજા દિવસે વહેલી સવારે રાજ અને તેની પત્ની મીરા પોતાની વિદેશ યાત્રા પૂરી કરી ને ઘરે આવ્યા. ઘર શાંત હતું. રાજ અને મીરા એક મહિના થી વિદેશ યાત્રા પર હતા. અચાનક જ તેમના ઘર નો ફોન રણક્યો. મીરા એ ફોન ઉપાડ્યો પરંતુ સામેથી કોઈ કઈ બોલ્યું નહીં અને ફોન કાપી નાખ્યો.
વિદેશ યાત્રા થી આવીને તેમને મીરા ના જન્મદિવસ ની પાર્ટી નું આયોજન કર્યું અને બધા મિત્રો ને બોલાવ્યા.

રાજ અને મીરા બધાને પોતાના વિદેશ યાત્રા ની વાતો કહેતા હતા. અચાનકજ તેમના ઘર નો ફોન રણક્યો. મીરા એ ફોન ઉપાડ્યો અને કોઈ કઈ બોલ્યું નહીં. મીરાએ કંટાળીને ફોન મૂકી દીધો અને ફોન મુકતાની સાથે જ ફોન ફરી રણક્યો. પરંતુ ફરી કોઈ કઈ પણ બોલ્યું નહીં. આજ વસ્તુ એ રાત્રે ચાર વાર થઇ એટલે મીરા એ કંટાળી ને રીસીવર નીચે મુક્યું જે થી કોઈ ફોન ના આવી સકે.

આખરે પાર્ટી પૂરી થઇ અને બધા પોત પોતાના ઘરે ગયા. ફોનનો રીસીવર હજુ સુધી નીચે જ હતો. બીજા દિવસે રાજને ઓફીસ પર કામ હોવા થી તે ઓફીસ પર વહેલો જતો રહ્યો. મીરા સવારે ઉઠી અને તેને રસોડામા જઈને પોતાની માટે કોફી બનાવી. કોફી લઇને તે સોફા પર આવી ને બેઠી અને કોફી પીતા-પીતા તે પેપર વાંચવા લાગી. ત્યાજ તેનું ધ્યાન ફોન પર ગયું. તેને જાણ થયું કે રીસીવર હજુ નીચે જ છે.

તેને તરત જ રીસીવર ફોન પર પાછુ મુક્યું અને ત્યારે જ ફોન રણક્યો. ફોન ઉપાડી મીરાએ — “હેલો” — કહ્યું. ફરી એક વાર, સામેથી કોઈ કઈ બોલ્યું નહીં અને ફોન મૂકી દીધો. હવે મીરાને આ કૈક અજીબ લાગ્યું. લગભગ 3 દિવસ થી આવી રીતે ફોન આવતા હતા અને સામેથી કોઈ કઈ બોલતું નહોતું.

ફોન મુકતા જ ફરી ફોન રણકતો હતો અને કોઈ કઈ બોલતું નહોતું. આખરે મીરા ડરી ગઈ. તેને ડરના મારે ફોન ની લાઈન ખેંચી ને બહાર નીકાળી દીધી.
તેને પોતાના મોબાઈલ થી રાજ ને ફોન કર્યો પરંતુ રાજે ફોન ના ઉપાડ્યો. અમુક સમયમા ફરી ઘર નો ફોન ફરી રણક્યો.

તે આશ્ચર્ય સાથે ખુબ જ ડરી ગઈ કારણકે તેને ફોન ની લાઈન ખેંચી ને બહાર નીકાળી દીધી. તો પછી ફોન કેવી રીતે રણકે? પણ તેના ક્ષણભરનું આશ્ચર્ય ત્યારે દુર થયું જયારે તેને અહેસાસ થયો કે ફોનનો અવાજ તેના બેડરૂમમાંથી આવે છે. હોલ નો ફોન તો બંધ જ હતો. તેને ડર થી ફોન ઉપાડ્યો અને સામેના ફોન પર રાજ હતો. મીરાને રાજ નો અવાજ સાંભળીને શાંતિ થઇ. તેને બધીજ વિગતવાર વાત રાજ ને કહી દીધી. રાજે આ વાત ને ગંભીર લીધી અને તરત જ “કોલર આઈડી” લઇ ને ઘરે આવી ગયો.

હવે મીરા સાથે તે પણ આવાનાર ફોન ની રાહ જોતો હતો. ફોન ફરી રણક્યો અને આ વખતે “કોલર આઈડી” મશીન ના કારણે ફોન કરનાર નો નંબરએ મશીન પર આવી ગયો. મીરા એ ઘબરાઈને ફોનને ફેંકી દીધો. રાજે તેને શાંત પાડી. હવે રાજ ને ખબર હતી કે કયા નંબર પરથી ફોન આવ્યો હતો. અને તે જ સમયે રાજે મંગાવેલ ફોનના રેકોર્ડ પરથી તેને નંબરની “દ્રી-ચકાસણી” કરી. “કોલર આઈડી” અને ફોનના રેકોર્ડ પરથી રાજને નંબર મળી ગયો જે તેના ઘરે નિરંતર ફોન કરતો હતો.

રાજે અચાનકજ તે નંબર પર ફોન કર્યો અને એક નામ તેના મોબાઈલ ની સ્ક્રીન પર આવ્યું. તે નંબર રાજ ના મોબાઈલમાં સેવ હતો. મોબાઈલમા જે નામ સામે આવ્યું હતું તે હતું – “માં”. આ જોઈ ને રાજ ગુસ્સે થયો અને બોલ્યો – “આ શું?”. બસ આટલું કહી ને તે ઘરની બહાર નીકળી ગયો.

રાજ ખુબ જ ગુસ્સા માં હતો. ગુસ્સામા ગાડી ચલાવી ને તે તેના નિર્ધારિત સ્તળ પર પહોંચ્યો. જે હતું — “આનંદ ઘરડાઘર”. રાજ તેની માતાને અહી વરસો પહેલા મૂકી ગયો હતો. રાજે એટલો ગુસ્સામા હતો કે તેની માં ને મળવાની જગ્યા એ તે સીધો જ ઘરડાઘરની ઓફીસમા ગયો. તે ઓફીસમા જઈને સંચાલક ને મળ્યો અને ગુસ્સામા કહ્યું – “આ શું ધાર્યું છે તમે બધા એ? મારા ઘરે ફોન કરી ને હેરાન કરો છો? સમજી શું રાખ્યું છે દિનેશભાઈ.”

દિનેશે પહેલા રાજ ને ખુરશી ઉપર બેસી ને પાણી પીવાનું કહ્યું અને રાજ ને શાંત પાડ્યા. રાજે પાણી પીને પૂછ્યું – “ભાઈ આટલા બધા ફોન કેમ કર્યા. ગઈ કાલે આખો દિવસ ફોન આવ્યા છે. અને આ ક્યારનું ચાલે છે.”
દિનેશે ખુબ જ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, “આ શક્ય જ નથી. હમારા નંબરને બદલાયે વીસ દિવસ થઇ ગયા. મેં ખુદ એ નંબર બંધ કરાવીને નવો નંબર લીધો છે. પણ એ નંબર પરથી આપશ્રી ને હંમે ખુબ જ ફોન કર્યા હતા. અને જયારે હંમે હુમારા ઘરડાઘરમાથી માનસ ને પણ મોકલ્યો, ત્યારે જાણ થઇ કે તમે વિદેશ યાત્રા પર છો.”

રાજે અચરજ પામી ને પુછુ, “કેમ? એવું તો શું કામ આવી ગયું હતું?”
દિનેશે ખુબ જ હળવાભાવે, નરમ અવાજ સાથે જણાવ્યું, “ખુબ જ દુ:ખ સાથે જાણવું પડે છે કે તમારી માતાનું ગયા મહીને નિધન થયું હતું. આપશ્રીના માતાની આખરી ઈચ્છા આપનો અવાજ સંભાળવાની હતી. હંમે આપને ઘણા ફોન કર્યા ઘરે. મોડી રાતે પણ ફોન કર્યા પણ પછી જાણ થઇ કે આપશ્રી વિદેશ યાત્રા પર છો. આપશ્રીના માતાના નિધન બાદ ટ્રસ્ટીગણના નિર્ણય મુજબ હંમે આપના માતાના “અંતિમ સંસ્કાર” કરી દીધા. હવે આપશ્રી આવ્યા જ છો, તો અસ્તિ લઇને જાઓ.”

આટલું કહીને દિનેશે રાજને અસ્તિ આપી દીધી. અસ્તિ હાથમા લેતાજ, રાજના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને પોતાની જાત પર નફરત થવા લાગી. દુનિયાની સાથે-સાથે તે પોતાની નજરમાંથી પણ પડી ગયો. આંસુઓ ની ગંગા તેના આંખમાંથી વહેવા લાગી.

પરંતુ સમય ક્યાં પાછો આવે છે?

રાજ અસ્તિ લઇને ઘરે પહોંચ્યો અને તૂટી પડ્યો. ત્યારે જ ફોન ફરી રણક્યો અને ફોન તરફ દોડી ને રાજે ફોન ઉપાડ્યો અને રડતા રડતાજ તે ફક્ત એક જ શબ્દ બોલી શક્યો – “માં”

શીર્ષક – અજાણ્યું કોઈ…
લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી