એ.જે.મેકરની કલમે લખાયેલી આ વાર્તાઓ તમને ઘણુબધું શીખવી જશે…

નવી સવાર

“ધીઝ ઈઝ માય લાસ્ટ નાઈટ, એન્ડ લાસ્ટ કોલ તને આજે જે કહેવું હોય એ કહીદે કાલે સવારે હું નહિ હોઉં.”
રાત્રે ૧૧:૪૫વાગે મનએ ગંભીરતાથી મેઘાને કહ્યું.

“પ્લીઝ મન, ડોન્ટ ફિલ નેગેટીવ. કાલે નવી સવાર થશે, જરૂર થશે.”
મેઘાએ મનને સમજાવતાં કહ્યું. મનએ કોલ કટ કરી નાખ્યો.

મન એક IT સ્ટુડન્ટ હતો. ખૂબજ હોશિયાર અને હંમેશા કઈક નવું કરવા માટે તત્પર રહેતો. MSCITનો કોર્સ પૂર્ણ કર્યાબાદ તેણે પોતાની વેબડવેલોપમેન્ટ ફર્મ શરુ કરી. ૭નવા યુનિક પ્રોગ્રામ્સ બનાવ્યા જે વર્તમાન ટેકનોલોજી કરતા એક્સ્ટ્રા ઓર્ડીનરી હતાં. પણ એક્સ્ટ્રા ઓર્ડીનરી હોવાના કારણેજ તેના બધાજ પ્રોગ્રામ્સ ઇન્વેસ્ટર કંપનીઓએ રીજેક્ટ કર્યા હતા. તેની સાથે ભણતા તેનાથી નબળાં સ્ટુડન્ટસ જોબ કરીને વેલસેટ થઇ ગયા હતા. પણ મન હંમેશ પોતાનું કઈક ક્રિએટીવ વર્ક કરવા ઈચ્છતો હતો. ૩વર્ષ સતત મહેનત કર્યા પછી પણ તેના પ્રોગ્રામ્સ માટે ઇન્વેસ્ટર ન મળ્યા. સરવાળે ખર્ચા પૂરા કરવા માટે તેણે માર્કેટમાંથી પૈસા ઉધાર લેવાનું શરુ કર્યું. પણ આવક વધુ ન મળતાં પૈસા ચુકવવામાં તકલીફ થવા લાગી.

લેણદારોના રોજ ફોન આવવા લાગ્યા ક્યારેક તો લેણદારો ઘર સુધી પહોચી જતાં. જેના કારણે ઘરમાં પણ વાતાવરણ તંગ રહેવા લાગ્યું. તેને વારંવાર જોબપર લાગી જવા માટે ફોર્સ કરવામાં આવતો. તેના ફ્રેન્ડસ અને રીલેટીવ્સ પણ મળતાં ત્યારે એજ સમજાવવાની કોશિશ કરતાં તો કોઈક તેની મજાક ઉડાડતા, માટે તેણે ધીરે ધીરે બધાથી મળવાનું ઓછું કરી નાખ્યું. આવા સમયે મેઘા, જે એની ક્લાસ મેટ હતી અને વર્તમાનમાં સોલમેટ બની ગઈ હતી. એજ એને મોટીવેશન આપતી. પણ આજે ઘરમાં થયેલી બોલાચાલીએ તેને અંદરથી ખૂબ તોડી નાખ્યો. મનને હવે જીવન ટુંકાવવા સિવાય કોઈ રસ્તો ન દેખાયો.

મેઘનો કોલ કટ કરીને તેણે સુસાઈટ નોટ લખી કે તેની મૃત્યુનો જવાબદાર તે પોતેજ છે. છેલ્લી વાર પોતાના બધાં પ્રોગ્રામ્સની ફાઈલ જોઈ ખંધુ હસ્યો. ફાઈલ બેડ પર મુકીને હાથમાં ફોન અને પોઈઝન લઈને તે ટોયલેટમાં ગયો. મરતી વખતે મેઘાનું મોઢું એની આંખ સામે હોય એવી તેની ઈચ્છા હતી. મેઘાનો ફોટો વોલપેપર પર સેટ કરીને તેણે પોઈઝનની બોટલ ખોલી. ત્યારેજ તેને USAની ઇન્વેસ્ટરકંપનીનો મેઈલ આવ્યો.

“WE ARE INTRESTED IN YOUR PROGRAMS. PLEASE MEET OUR INDIAN MANAGER AT HIS PLACE. THIS IS CONTACT DETAILS. GOOD JOB.” મનએ ઘડિયાળ સામે જોયું નવી ડેટ સાથે 00:05નો સમય દેખાયો.
– એ.જે.મેકર

* * * * *
નવી શરૂઆત

“હું હજી પણ એજ આશામાં જીવું છું કે તું મને માફ કરી ને નવી શરૂઆત કરીશ.”
રીતેશ એ ઘણી વિનંતી કર્યા પછી મળવા આવેલી રીટાને કહ્યું.
“હું પણ એજ દિવસની રાહ જોઉં છું, પણ આઈ ડોન્ટ થીંક કે એ દિવસ ક્યારે પણ આવશે.”
કહીને રીટા ચાલી ગઈ.

રીતેશ આશા ભરેલી નજરે રીટાને જતી જોઈ રહ્યો હતો, પણ રીટા એ પાછળ વળીને ન જોયું. બંનેના લગ્ન ને હજી એક વર્ષ પણ ન’તો થયો. પરંતુ એ પહેલા ૨ વર્ષથી બંને એકબીજા સાથે હતા. એક સાથે જોબ કરતાં કરતા બંને એ જીવન સાથે વીતાવવાના સપના સેવ્યા. એક વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો અને પછી મહા મહેનતે ઘરવાળાંને મનાવીને લગ્ન કર્યા. પણ લગ્નને એક વર્ષ થાય એ પહેલાજ બંને છૂટા પડવાની તૈયારીમાં હતા. રીટાની દૃષ્ટિએ જેનું મૂળ કારણ હતું રીતેશનો શંકાશીલ સ્વભાવ.

પ્રેમ સંબંધની શરૂઆતમાં ક્યારેય બંને વચ્ચે બોલાચાલી ન થઇ પણ લગ્ન પછી દર અઠવાડિયે બંને વચ્ચે ઝઘડાં થવા લાગ્યા. રીતેશે રીટાના એક બેસ્ટ ફ્રેન્ડ સુજીત સાથે એનો અફેર ચાલતો હોવાની વાતો કરી, પૂરાવા શોધવાના પ્રયાસો કર્યા. અને જયારે કંઈ ન મળ્યું ત્યારે સુજીતને કોલ કરીને ધમકાવ્યો. ત્યારે રીટાએ છૂટા પડવાનું નક્કી કર્યું. રીટાના ગયા પછી સુજીત રિતેશને મળ્યો અને બધું ક્લિઅર કર્યું. ત્યારે રીતેશને પોતાની ભૂલ સમજાયી અને પસ્તાવો થયો. રીટાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ રીટા પોતાના કેરેક્ટર પર પોતાના પ્રેમ પર શંકા કરવાવાળા રીતેશ ને માફ ન કરી શકી.

ત્રણ મહિના પછી રાત્રે બાર વાગે અચાનક રિતેશનો ફોન રણક્યો. એણે જોયું તો રીટાનો મેસેજ હતો.
“કાલનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે, નવી શરૂઆત કરવા માટે એથી વધુ સારો દિવસ કદાચ નહિ મળે.”
સાથે મળવા માટેની જગ્યા અને સમય પણ લખેલો હતો. રિતેશને યાદ આવ્યું કે કાલે રીટાનો જન્મદિવસ છે. બીજા દિવસે એ રીટાએ કહેલા સ્થળ પર પહોચ્યો. કેફેના દરવાજા પાસે પહોચતા જ એના પગ થંભી ગયા. રીટા અને સુજીત સાથે હતા, રીટાનું માથું સુજીતના ખભા પર હતું અને હાથ સુજીતના હાથોમાં. રીતેશ એ ત્યાંજ ઊંભીને મેસેજ ફરીથી વાંચ્યો. રાત્રે ઉતાવળમાં એ છેલ્લી લાઈન વાંચવાનું ચુકી ગયો હતો.

“આઈ લવ યુ સુજીત.”
– એ.જે.મેકર

* * * * *

નાહક અફસોસ

“અભિજિત એક ખૂબજ સારો લેખક હતો, અફસોસ કે લોકો એ ઉગતા સૂરજને વધાવી ન શક્યા. અભિજિતની લખેલી એક સ્ક્રીપ્ટ એના મિત્ર દ્વારા મને મળી છે, ટૂંક સમયમાં જ હું અભિજિતને શ્રદ્ધાંજલી આપવા એ સ્ક્રીપ્ટ પર મુવી બનાવીશ.”
જાણીતા, પણ થોડા સમયથી ફ્લોપ ફિલ્મોના કારણે પછાડાયેલા પ્રોડ્યુસર સુરેશ દેસાઈએ અભિજીતની પ્રાર્થનાસભા પૂરી થયા પછી મીડિયાને જણાવતાં કહ્યું.

આજે અચાનક એ અભિજીતની પ્રાર્થના સભામાં શા માટે આવ્યા? અને અચાનક મીડિયા કવરેજ ક્યાંથી આવ્યું? એ ત્યાં ઉભેલા દરેક માટે આશ્ચર્યની વાત હતી. અભિજિત સારો લેખક હતો. એણે લખેલી બુક્સ ઘણાસમયથી પ્રકાશકોના હાથમાં હતી પરંતુ પબ્લીશ ન થઇ. ફિલ્મ બનાવવા માટે તેણે સ્ક્રીપ્ટ્સ તૈયાર કરી અને પ્રોડ્યુસર્સના દરવાજે ઘણા ધક્કા ખાધા. પણ ક્યાંયથી પોઝીટીવ રીપ્લેય ન મળ્યો. કારણ માત્ર એટલોજ હતો કે એ હજી આ ફિલ્ડમાટે નવોદિત હતો. અભીજીતનું નામ ક્યાંય બુક્સમાં મેગેઝીનમાં કે વર્તમાનપાત્રોમાં છપાયું ન હતું, જેના કારણે એક લેખક તરીકે જાણનારો વર્ગ ખૂબજ ઓછો હતો. એક લેખક બનવા માટે તેણે પોતાનો વર્તમાન દાવ પર લગાવી દીધો હતો.

મિત્રો, સંબંધીઓ તેને ટોકતાં, સમજાવતાં, પણ અભિજિત પર લેખક બનવાનું, ફિલ્મ્સ બનાવવાનું જાણે ભૂત સવાર હતું. ઘણા પ્રયત્નો અને અથાગ પરિશ્રમ પછી પણ હાથમાં કંઈ ન આવતાં અંતે ડીપ્રેશનમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી. એનાં જીવતાં જે લોકોએ એનો હાથ ન જાલ્યો, કદર ન કરી, એવા લોકો આજે અભિજીતના હુનરના વખાણ કરતાં કે નાહક અફસોસ કરતાં થાકતાં ન હતાં.

“સર, કેન આઈ આસ્ક યુ સમથીંગ?”
મીડિયાની પાછળ ઊભેલા રોહનએ સુરેશ દેસાઈને પુછ્યું.

“યેસ, સ્યોર.”
સુરેશ દેસાઈએ કહ્યું.

“સર, હું અભિજીતનો બાળપણનો એકનો એક મિત્ર છું, એવી કોઈવાત નથી જે હું ન જાણતો હોઉં, અને મારી જાણકારી મુજબ અભિજિત સૌ પ્રથમ પોતાની સ્ક્રીપ્ટ લઈને તમારી પાસેજ આવે લો, તમને કન્વેન્સ કરવા માટે એણે ઘણા ધક્કા ખાધાં. પણ તમે તેને ખૂબજ સારીરીતે અપમાનીત કરીને બહાર કાઢેલો. શું એ વાત સાચી છે?”
રોહનની વાત સાંભળીને સુરેશ દેસાઈના ચેહારાનો જાણે રંગ ઉડી ગયો. એ અવાચક થઈને જવાબ દેવા માટે થોથાં ખાવા લાગ્યા. રોહન રોષ ભરેલી આંખે તેમને જોતો રહ્યો.
– એ.જે.મેકર

* * * * *

2nd choice

“હાઉ ડેર યુ ડુ ધીસ વીથ મી. આટલી જલ્દી સેકન્ડ ચોઈસ…?”
માહી એ ફોન પર બરડા પાડતા વંશને કહ્યું.

“જલ્દી…? મે આઠ મહિના સુધી તારી રાહ જોઈ, પણ તારી પાસે ટાઈમ જ ક્યાં છે મારા માટે? એટલા માટેજ, મેં નક્કી કર્યું કે મારે હવે સેકન્ડ ચોઈસ સાથે આગળ વધવું જોઈએ. તું તારી ફ્રેન્ડસના સજેશન માન અને ખુશ રહે હું મારી લાઈફમાં ખુશ છું. બાય.”

વંશ અને માહી એક વર્ષ પહેલા મળ્યા હતાં. થોડા સમયમાંજ વંશે માહીને પ્રપોઝ કરેલું અને માહી એ સ્વીકારેલું પણ ખરું. પણ પોતાની ફ્રેન્ડસના “છોકરાઓ ને વધુ ટાઈમ આપો તો એમનું એટ્રેકશન ઘટી જાય અને બીજે મોઢા મારવા લાગી જાય” વગેરે જેવા સજેશનસ માનીને તેણે વંશને ક્યારેય વ્યવસ્થિત ટાઈમ ન આપ્યો. આઠ મહિના દરમિયાન ઘણી વખત એવું બન્યું કે વંશને હકીકતે કોઈકની હુંફની જરૂર હતી, એ એકલતા અનુભવતો. પણ માહી પાસે વોટ્સએપમાં ચેટીંગ કર્યા સિવાય બીજો કોઈ સપોર્ટ કરવાનો ટાઈમ ન હતો. દર વખતે એ મળવાનું ટાળવા માટે ખોટા બહાના બનાવતી. જેની વંશને ખબર પડી ગઈ. એણે માની લીધું કે માહીને રીલેશનશીપમાં ઇન્ટરેસ નથી અને તે પ્રીતિના ટચમાં આવ્યો. માહીથી એ સહન ન થયું માટે તેણે વંશને બ્લેમ કરવા કોલ કર્યો. પણ વંશ ઘણો આગળ નીકળી ગયો હતો. એના જીવનમાં માહી માટે અવકાશ ન હતું. પરિણામે બંને છુટા પડ્યા.

બે વર્ષ વીતી ગયા હતાં. વંશને નીચો દેખાડવા માહી એ પ્રીતિ અને વંશથી પહેલા લગ્ન કરી લીધા. દુનિયાની નજરમાં એ લગ્ન કરીને સુખી હતી, પણ પોતાના આંતરિક લગ્ન જીવન વિષે માત્ર એ પોતેજ જાણતી હતી. જયારે પણ એ દુઃખી થતી ત્યારે વંશ સાથે થયેલી એ છેલ્લી વખતની કોલ પર થયેલી વાતનું રેકોર્ડીંગ સાંભળતી અને પશ્ચાતાપ સાથે રડવા લાગતી. આજે પણ એવુંજ થયું હતું. માહીનો પતિ નશામાં માહી પર હાથ ઉપાડીને ઊંઘી ઘયો હતો અને પોતે બાથરૂમમાં બેઠાં બેઠાં રડી રહી હતી.

લેખક : એ.જે.મેકર

દરરોજ આવી નાની નાની સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાતો માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી