સંઘર્ષથી જ જીવન ઘડાય છે જે મોડી મળે એજ સફળતા લાંબી ટકે છે…

નાહક અફસોસ

“અભિજિત એક ખૂબજ સારો લેખક હતો, અફસોસ કે લોકો એ ઉગતા સૂરજને વધાવી ન શક્યા. અભિજિતની લખેલી એક સ્ક્રીપ્ટ એના મિત્ર દ્વારા મને મળી છે, ટૂંક સમયમાં જ હું અભિજિતને શ્રદ્ધાંજલી આપવા એ સ્ક્રીપ્ટ પર મુવી બનાવીશ.”

જાણીતા, પણ થોડા સમયથી ફ્લોપ ફિલ્મોના કારણે પછાડાયેલા પ્રોડ્યુસર સુરેશ દેસાઈએ અભિજીતની પ્રાર્થનાસભા પૂરી થયા પછી મીડિયાને જણાવતાં કહ્યું.

આજે અચાનક એ અભિજીતની પ્રાર્થના સભામાં શા માટે આવ્યા? અને અચાનક મીડિયા કવરેજ ક્યાંથી આવ્યું? એ ત્યાં ઉભેલા દરેક મતે આશ્ચર્યની વાત હતી. અભિજિત સારો લેખક હતો. એણે લખેલી બુક્સ ઘણાસમયથી પ્રકાશકોના હાથમાં હતી પરંતુ પબ્લીશ ન થઇ. ફિલ્મ બનાવવા માટે તેણે સ્ક્રીપ્ટ્સ તૈયાર કરી અને પ્રોડ્યુસર્સના દરવાજે ઘણા ધક્કા ખાધા. પણ ક્યાંયથી પોઝીટીવ રીપ્લેય ન મળ્યો. કારણ માત્ર એટલોજ હતો કે એ હજી આ ફિલ્ડમાટે નવોદિત હતો. અભીજીતનું નામ ક્યાંય બુક્સમાં મેગેઝીનમાં કે વર્તમાનપાત્રોમાં છપાયું ન હતું, જેના કારણે એક લેખક તરીકે જાણનારો વર્ગ ખૂબજ ઓછો હતો. એક લેખક બનવા માટે તેણે પોતાનો વર્તમાન દાવ પર લગાવી દીધો હતો. મિત્રો, સંબંધીઓ તેને ટોકતાં, સમજાવતાં, પણ અભિજિત પર લેખક બનવાનું, ફિલ્મ્સ બનાવવાનું જાણે ભૂત સવાર હતું. ઘણા પ્રયત્નો અને અથાગ પરિશ્રમ પછી પણ હાથમાં કંઈ ન આવતાં અંતે ડીપ્રેશનમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી. એનાં જીવતાં જે લોકોએ એનો હાથ ન જાલ્યો, કદર ન કરી, એવા લોકો આજે અભિજીતના હુનરના વખાણ કરતાં કે નાહક અફસોસ કરતાં થાકતાં ન હતાં.

“સર, કેન આઈ આસ્ક યુ સમથીંગ?”
મીડિયાની પાછળ ઊભેલા રોહનએ સુરેશ દેસાઈને પુછ્યું.

“યેસ, સ્યોર.”
સુરેશ દેસાઈએ કહ્યું.

“સર, હું અભિજીતનો બાળપણનો એકનો એક મિત્ર છું, એવી કોઈવાત નથી જે હું ન જાણતો હોઉં, અને મારી જાણકારી મુજબ અભિજિત સૌ પ્રથમ પોતાની સ્ક્રીપ્ટ લઈને તમારી પાસેજ આવે લો, તમને કન્વેન્સ કરવા માટે એણે ઘણા ધક્કા ખાધાં. પણ તમે તેને ખૂબજ સારીરીતે અપમાનીત કરીને બહાર કાઢેલો. શું એ વાત સાચી છે?”
રોહનની વાત સાંભળીને સુરેશ દેસાઈના ચેહારાનો જાણે રંગ ઉડી ગયો. એ અવાચક થઈને જવાબ દેવા માટે થોથાં ખાવા લાગ્યા. રોહન રોષ ભરેલી આંખે તેમને જોતો રહ્યો.
* * * * *

ઘણી વખત જાણીને, સાંભળીને કે અનુભવીને એ વાતનું સહેજ દુખ થાય કે જે લોકો આકાશ આંબી ચૂક્યા છે કોઈ શિખર પર પહોચી ગયા છે એમના માટે નવી તકો નવા લાભો મળતા રહે છે જ્યારે કોઈ નવોદિત કંઈ શરૂઆત કરવાં જાય ત્યારે તેને સપોર્ટ કરવાં વાળા લોકો ખૂબજ ઓછા હોય છે. હા, અત્યારે જે શિખર પર છે એલોકો એ પણ શરૂઆતમાં ઘણી મહેનત અને સંઘર્ષ કર્યા હશે ત્યારે જઈને કોઈએ એક સ્ટેજ પર પહોચ્યા હશે પણ નવોદિત વ્યક્તિને જો આગળ વધવાની તક જ ન મળે તો…?

દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખાસિયત હોય છે ઘણા લોકો પોતે કંઈક અલગ કરવાના સપના સેવતા હોય છે પણ કહેવાય છે કે “સમજદારી હોય કે જવાબદારી જો સમયથી પહેલા વ્યક્તિના જીવનમાં આવી જાય તો જીવન પરિવર્તિત થઇ જાય છે.” એજ રીતે ઘણા લોકો પોતાની સમજદારી કે જવાબદારીનાં કારણે પણ આગળ નથી વધી શકતા. તો કોઈક આગડ વધવા ઈચ્છે છે, મહેનત કરે છે પણ તેને પુરતી તકો કે માર્ગદર્શન નથી મળતા.

આ વાર્તા સંપૂર્ણ પણે ભલે સાચી ન પડતી હોય પણ અમુક અંશે દરેક વ્યક્તિને તેના શરૂઆતનાં તબક્કામાં લાગુ પડે છે. જેમકે હાલમાં સામાન્ય અંશે હું પણ આ વાર્તાના કેરેક્ટરની પરિસ્થિતિ અનુભવી રહ્યો છું. ક્યારેક નો સમય નો અભાવ, ક્યારેક જરૂરી માર્ગદર્શનનો અભાવ તો ક્યારેક તક નો અભાવ મેં પણ અનુભવ્યો છે અને હજી અનુભવું છું. ક્યારેક પબ્લિકેશનનું વેઈટીગ ક્યારેક સ્પોન્સરનું વેઈટીગ તો ક્યારેક બીજું કંઇક, પણ આજ તો જીવન છે, અને જીવનની આજ મજા છે.

આ વાર્તા લખવાનો કારણ સીમ્પતી ગેઇન કરવાનો નથી, પણ નવોદિતોને એક સમાજ પૂરી પાડવાનો છે, કે સંઘર્ષથી જ જીવન ઘડાય છે જે મોડી મળે એજ સફળતા લાંબી ટકે છે. સમય દરેક વ્યક્તિનો આવે છે બસ, જરૂરત છે એ સમય સુધી રાહ જોવાની, મહેનત કરવાની. મહેનત કરીને સંઘર્ષ કરીને પરીસ્થીઓથી લડીને જે સફળતા મળશે તેનો સ્વાદ જ કંઇક અનેરો હશે. આજના યુવાનમાં કાબેલિયતની કમી નથી, ધીરજનો અભાવ છે.

બધુંજ એકદમ ફાસ્ટ જોઈએ છે. કાલે મળવા વાળું હોય તો આજેજ મળી જાય અને આજે મળવાનું હોય એ હમણાંજ મળી જાય જેવી ઈચ્છા રાખનારો યુવાન ઈચ્છા પૂરી ન થતા નકારાત્મકતાના અંધકારમાં ખોવાઈ જાય છે. જેના પરિણામે દુર્ઘટનાઓ ઘટે છે. હાર માનીને જીવન ટુંકાવવું એ કોઈ રસ્તો નથી. સાચો રસ્તો છે સંઘર્ષનો, ધીરજનો. જીવનમાં કોઈ એક સમયે એક એવી તક જરૂર આવે છે જે સોનેરી તકમાં પરિવર્તિત થાય, બસ, એ એક તકની રાહ જુઓ. જ્યાં સુધી એ તક ન આવે ત્યાંસુધી અથાગ પરિશ્રમ કરો. નિરાશ હતાશ કે દુઃખ પર ફોકસ કરવા કરતાં મહેનત પર ફોકસ કરવો આવશ્યક છે અને એથી પણ વધુ પોતાની આવડત પર કાબેલિયત પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. કોઈ પણ કામ માટે શરૂઆત જ અઘરી હોય છે પણ એક વખત ચીલો શરુ થયા બાદ એ ક્યાંથી ક્યાં લઇ જશે? નવા નવા દરવાજા કેમ ખુલતા થઇ જશે? એ તમને પણ ખબર નહિ પડે.

માટે, પ્રગતિ કરવાં માટે રાહ જોવી પડે તો જુઓ, અથાગ પરિશ્રમ કરવો પડે તો કરો, ક્યારેક અપમાન પણ સહન કરવું પડે તો કરો, કારણ કે આજે જે લોકો તમને સામાન્ય માનતા હશે એજ લોકો તમને સફળ થયેલા જોઇને તમારી પ્રશંસા કરતાં નહિ થાકે. હીરા ને પણ કપાવું પડે છે, સોનાને અને લોઢાને પણ તાપ સહન કરવાં પડે છે ત્યારે જઈને એમની વેલ્યુ વધે છે. ઘડાયા વગર તો માટલું પણ પાણી ટાઢું નથી કરી શકતું.

63443178 – person worker digging and mining for gold in an underground tunnel. vector artwork depicts hard work, success, achievement, and discovery.

જ્યારે આપણે તો જીવન ઘડવાનું છે, લોકો વચ્ચે રહીને આગળ વધવાનું છે, નામના મેળવવાની છે. માટે થાકવું, હારી જવું, છોડી દેવું જેવી વાતો વિચારવા કરતા જે સમય ચાલે છે એનો પણ આનંદ લ્યો કારણ કે જ્યારે સફળ થશો ત્યારે આજ બધી વાતો, પ્રસંગો તમને વધુ આત્મવિશ્વાસ આપશે.

લેખક : એ.જે.મેકર

દરરોજ અવનવી માહિતી અને પ્રેરણાસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી