આ દિવાળીએ વધુ પૈસા કમાવવા છે ? લક્ષ્મીના દાસ બનવું છે ? તો વાંચો “રતન ટાટા” ના જીવનનો નીચોડ…

આપણામાંના મોટા ભાગના લોકોની જિંદગીનું સૌથી મોટું અને અગ્રેસર ધ્યેય હોય તો તે છે સફળ થવાનું. હા, આ સફળતા અલગ અલગ સ્વરૂપે લોકોને જોઈતી હોય છે. કોઈને પૈસા જોઈએ છે તો કોઈને નામના, કોઈને સારું કૌટુંબિક જીવન તો કોઈને સુખ સગવડ જોઈએ છે. જેમાં કેટલાક સફળતા મેળવી જતા હોય છે તો કેટલાક નથી પણ મેળવતાં. સફળ થવું સહેલું કામ નથી..પરંતુ તે સાવ અશક્ય પણ નથી.

જીવનમાં સફળ થવાની ઈચ્છા રાખનારને કોઈ સફળ વ્યક્તિ તરફથી માર્ગદર્શન મળે તેવી આશા હોય છે. જોકે બહુ ઓછા લોકોને આ જાતનું માર્ગદર્શન મળતું હોય છે. આ જાતનું માર્ગદર્શન ન મળવાથી, ખાસ કરીને યુવાનો જે કૈક મોટું અને અલગ કરવાની ચાહ ધરાવે છે તે, પોતાની પાસે આવેલી તકનો સમયસર ઉપયોગ કરી શકતા નથી.

એ વાત ખરી કે જીવનમાં સફળ થવાના અનેક રસ્તાઓ છે. પણ સવાલ એ છે કે પોતાની અંદર આ રસ્તાઓને પારખવાની અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા કેમ ઉત્પન્ન કરવી ? આ પ્રશ્નનો સચોટ અને સફળ જવાબ તે જ માણસ આપી શકે જેણે પોતાના જીવનમાં જાતજાતના પ્રયોગ કરીને સફળતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું છે.

અને રતન તાતા સિવાય બીજું કોણ હોઈ શકે જે આ વાતને સમજાવી શકે ? તાતા ગ્રુપને દુનિયામાં એક નવી ઓળખ પ્રદાન કરનારા રતન તાતાએ જે ઇતિહાસ સર્જ્યો છે તેને દોહરાવવો મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે.

જો તમે પણ તમારા જીવનમાં સફળ થવા માંગતા હોવ તો રતન તાતા દ્વારા અપાયેલા આ ‘સફળતાનાં દસ સૂત્ર’ પર જરૂરથી ધ્યાન આપજો.

૧. હંમેશા તકો અને પડકારોને સાચી રીતે ઓળખો.

રતન તાતા માને છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની યોગ્યતા અને પરિસ્થિતિને અનુસાર હંમેશા પોતાની તકો અને પડકારોને ઓળખતા શીખવું જોઈએ. તમારા વિશે, તમારા સિવાય કોઈ વધુ નથી જાણતું, એટલે તમારે તમારી વર્તમાન પરિસ્થિતિ અને યોગ્યતાને અનુલક્ષીને મોકાનો લાભ લેવો જોઈએ.

૨. પોતાની જાત પર વિશ્વાસ રાખો.

રતન તાતાનું માનવું છે કે તમે જે પણ છો તેને સ્વીકારતા શીખો અને જાતની અંદર બળ પેદા કરો. આજમાં સંપૂર્ણપણે જીવતા શીખો અને જ્યાં સુધી તમે તમારી જાતમાં શ્રદ્ધા રાખી નહીં જીવો, ત્યાં સુધી જીવનમાં ક્યાંય આગળ નહીં વધી શકો.

૩. પોતાની અંદર વિનમ્રતા ટકાવી રાખો.

રતન તાતા આજે એક ટોચ પર પહોંચેલી વ્યક્તિ હોવા છતાં સ્વભાવે ખૂબ વિનમ્ર છે અને તેમનું માનવું છે કે વિનમ્રતા જ માણસના વ્યક્તિત્વનું આભૂષણ છે. વિનમ્રતાથી આપણું વ્યક્તિત્વ શોભી તો ઉઠે જ છે, પણ ક્યારેક તે જ આપણી સફળતાનું કારણ પણ બને છે.

૪. ગમે તેવી મુશ્કેલીઓ આવે હંમેશા મનોબળ દ્રઢ રાખો.

શું તમને ખબર છે કે રતન તાતાએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જયારે કામ કરવું શરુ કર્યું તો સહુથી પહેલું શું કામ કામ કર્યું હતું ? તાતા સ્ટીલની બ્લાસ્ટ ફર્નેસમાં કોલસો અને ચૂનો છંટકાવવાનું કામ. પણ તાતાએ આ કામ પુરા આત્મવિશ્વાસથી કર્યું અને તેઓ આજે કેટલે પહોંચ્યા છે તે બધાની નજર સામે છે. અને એટલે જ તેમનું માનવું છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, બસ જરૂરી છે કે માણસ તે કામ પુરા આત્મવિશ્વાસથી અને આનંદપૂર્વક કરે.

૫. નહીં માફ નીચું નિશાન.

તેમનું એમ પણ માનવું છે કે માણસે હંમેશા પોતાનો ધ્યેય ઊંચો રાખવો જોઈએ. નહીં તો જીવનમાં પાછળ રહી જવાની શક્યતા છે. જેમ લોઢું જ લોઢાને કાપે છે તેમ માણસને તેની પોતાની માનસિકતા જ નડે છે.

૬. હરરોજ કૈક નવું શીખવાનો આગ્રહ રાખો.

રતન તાતાનું માનવું છે કે દરરોજ આપણે કઈ ને કઈ કરતા રહેવું જોઈએ, જેથી કદી આપણને અફસોસ ન રહે. એમના જ શબ્દોમાં કહીએ તો ” જે દિવસે હું ઊડી નહીં શકું તે દિવસ મારી જિંદગીનો સૌથી ઉદાસ દિવસ બનશે. એટલે જ આપણે રોજ ક્રિયાશીલ રહેવું જોઈએ જેથી ભવિષ્યમાં કો’કદી તેનું ફળ મળે.

૭. આપણે આસપાસના લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ.

તેમનું માનવું છે કે આપણે, આપણી આસપાસના લોકો સાથે સારા સંબંધો બાંધવા જોઈએ. જો તમે એક વેપારી હોવ તો તમારા ગ્રાહકોને સૌ પ્રથમ વિશ્વાસમાં લો. વિશ્વાસ એક બહુ મૂલ્યવાન ચીજ છે અને સફળ થવા માટે તે કારગર નીવડી શકે છે.

૮. કશુંક અલગ કરવા પ્રયત્નશીલ બનો.

રતન તાતા કે જેમણે હંમેશા પોતાના જીવનમાં કશુંક અલગ કરવાનો આગ્રહ રાખ્યો તેમનું માનવું છે કે આપણે કોઈની પાછળ ભાગવું ન જોઈએ. બલ્કે આપણે બીજાથી કૈક અલગ કરવું જોઈએ જેથી ગાડરિયા પ્રવાહમાં આપણે અલગ તરી આવીએ. દરેક વ્યક્તિમાં કૈક વિશેષ ગુણ અને આગવી પ્રતિભા હોય છે. અને તેથી જ દરેક માણસે પોતાનામાં રહેલા ગુણો અને પ્રતિભાને ઓળખીને પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.

૯. મુશ્કેલીઓથી ન ડરો.

રતન તાતા કહે છે કે જો કોઈ કામ મુશ્કેલ લાગે તો પણ તેને સફળતાપૂર્વક પૂરું કરીને જ રાહતનો દમ લો. મુશ્કેલીઓથી દૂર ન ભાગો, જ્યાં સંઘર્ષ હશે ત્યાં સફળતા પણ છુપાયેલી જ હશે.

૧૦. સફળતાની કથાઓ વાંચો અને તેમાંથી શીખ લો.

સફળતાની કથાઓ વાંચીને તેમાંથી બોધ લો. સફળતાની ગાથાઓ વાંચવાથી માણસમાં એક નવી આશાનો સંચાર થાય છે અને તેને પણ કૈક મોટું સિદ્ધ કરવા ઈચ્છા જાગે છે.

સંકલન-અનુવાદ : રૂપલ વસાવડા

મિત્રો, આ દસ વાતો માંથી આપ સૌ ને સૌથી મહત્વ ની ૩ જે તમને સ્પર્શી ગઈ હોય તે મુદ્દા ક્રમ કોમેન્ટ માં લખજો…એટલે અમને ખ્યાલ આવે…!!!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block