ઘરમાં ઘડિયાળ લગાવતા પહેલા રાખો આ ખાસ ધ્યાન, નહિં તો શરૂ થઇ જશે તમારા ખરાબ દિવસો

કહેવાય છે કે સમય દરેક વ્યક્તિ માટે અમુલ્ય હોય છે કારણકે વીતેલો સમય કયારેય પરત આવતો નથી. જે આજે છે તે કાલે નહીં હોય અને જે કાલે હતુ તે આજે નથી હોઈ શકતુ. આમ,ઘરમાં દરેક વસ્તુનું પોતાનુ એક આગવુ મહત્વ હોય છે અને તેના મુજબ જ તેનો પ્રભાવ તમારા જીવન પર પડતો હોય છે. જેમાંથી મહત્વપૂર્ણ વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ આપણને હંમેશા ચાલતા રહેવાનો સંદેશ આપે છે.

જે રીતે ઘડિયાળ આપણને યોગ્ય સમયની માહિતી આપે છે તે જ રીતે વાસ્તુ મુજબ આપણા પરિવારના સભ્યો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ પાડે છે.સમયસર અને વાસ્તુ પ્રમાણે ચાલતી ઘડિયાળ પરિવારનેખૂબ જ લાભ આપતી હોય છે. જો ઘડિયાળ સંબંધિત વાસ્તુની કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલી શકે છે. તો તમે પણ આજે જ જાણી લો ઘડિયાળ સંબંધિત કઈ વાતનુ ધ્યાન રાખવાથી જીવનમાં પ્રગતિ, પૈસા, આરોગ્ય અને સફળતા મેળવી શકાય છે.

1. દક્ષિણ દિશામાં ના લગાવશો ઘડિયાળજો તમારા ઘરમાં દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાયેલી છે તો એને અત્યારે જ ઊતારી દો. કારણકે દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી તમારા અને તમારા પરિવારના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે.વાસ્તુ અનુસાર જો તમે દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવો છો તો તમારા પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

2. ઘડિયાળ પર ધૂળ ના જામવા દોઘણા લોકોના ઘરમાં તમે જોઇ શકશો કે, ઘડિયાળ પર ધૂળ જામી ગઇ હોય છે. વાસ્તુ અનુસાર જો તમારા ઘરની ઘડિયાળ પર ધૂળ જામી ગઇ છે તો તેનાથી તમારી પ્રગતિ થતી અટકી જાય છે અને સાથે-સાથે ધંધામાં પણ ખોટ આવવા લાગે છે. માટે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે, ઘડિયાળને રોજ સાફ કરવાનું રાખો નહિં તો તમારી પર ઉપાધિ આવી પડશે.

3. તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવું ના જોઇએઅનેક લોકોને તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવાની આદત હોય છે. આમ, જો તમને પણ આ આદત છે તો તેને આજે જ બદલી નાખો કારણકે તકિયા નીચે ઘડિયાળરાખીને સૂવાથી માણસની વિચારધારા પર નકારાત્મક અસર પડે છે અને સાથે-સાથે તમે ખૂબ જ આળસુ પણ થઇ જાઓ છો.

4. દરવાજા ઉપર ના લગાવશો ઘડિયાળ

જો તમારા ઘરના કોઇ પણ દરવાજા ઉપર ઘડિયાળ લાગેલી છે તો એને આજે જ ઊતારી દો. આવાસ્તુશાસ્ત્રના હિસાબથી યોગ્ય નથી. દરવાજા ઉપર ઘડિયાળ લગાવવાથી જે સભ્ય તેની નીચેથી પસાર થાય છે તેનાપર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે.

5. પૂર્વ દિશામાં લગાવો ઘડિયાળ

ઘડિયાળ માટે સૌથી સારી દિશા પૂર્વ માનવામાં આવી છે. જો તમારા ઘરમાં પૂર્વદિશામાં ઘડિયાળ છે તો એનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

6. બંધ ઘડિયાળને ઘરમાં ના લગાવી રાખો

બંધ ઘડિયાળને હાનિકારક માનવામાં આવે છે.બંધ ઘડિયાળ નકારાત્મક ઉર્જા વધારે છે અને પોઝીટીવ એનર્જીનો પ્રભાવ ઓછો કરે છે. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જોતમારા ઘરમાં કોઈ ઘડિયાળબંધ છે તો તેને તરત જ ચાલુ કરો નહિ તો તેને ઘરમાંથી હટાવી દો. ફેંગશૂઈની માન્યતા છે કે, બંધ ઘડિયાળથી ઘરમાં ધનની આવક પર પ્રભાવિત થાય છે.

7. પેંડુલમવાળી ઘડિયાળ થાય છે લકી સાબિત

પેંડુલમવાળી ઘડિયાળ માટે કહેવાય છે કે, આ ઘડિયાથી વ્યક્તિના જીવન પર પડતી ખરાબ અસરને દૂર કરીને પ્રગતિની નવી તક લાવે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ અવનવી માહિતી જાણો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી