જે ઘેર તુલસી ને ગાય, તે ઘેર રોગ કદી ન જાય

- Advertisement -

1549316_571248832966140_2081242165_n

 

ચાલો….આજે ઘર આંગણાની ઔષધિ તુલસી વિષે થોડી માહિતી લઈએ…

 

“જે ઘેર તુલસી ને ગાય, તે ઘેર રોગ કદી ન જાય”

 

(૧) બહુ ઠંડી વાઈને તાવ આવતો હોય તો તુલસીના પણ શરીરે

ઘસવા.

(૨) મલેરિયાના દર્દીને તુલસીનો સ્વચ્છ રસ કાઢી બે ચમચી પીવા

થી લાભ થાય છે.

(૩) તુલસી કફ ને છુટો પડે છે, પેશાબ સાફ લાવે છે, ખોરાક પચાવે છે

અને રક્તશુદ્ધિ કરે છે.

(૪) તુલસીના પણને દહીં ક છાસ સાથે લેવાથી વજન ઘટે છે.

(૫) તુલસી કીડનીની કાર્યશક્તિ વધારે છે. તુલસીના પાનમાં મધ

મેળવી ને આપવાથી કીડનીની પથરી નીકળી જાય છે.

(૬) તુલસી ના સુકા પાન ને પીસી ને તેનું ચૂર્ણ પાઉડર ની જેમ ચહેરા

પર ઘસવાથી ચહેરાની કાંતિ વધે છે અને સુંદર દેખાય છે.

(૮) માસિક સમયે અધિક રક્તસ્ત્રાવ અને ચક્કર આવતા હોય તો

તુલસીના રસને મધ માં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

(૯) તુલસીના સ્વરસનું પાન કરવાથી પ્રસવની પીડા ઓછી થઇ

જાય છે.

(૧૦) તુલસીના બીજનું ચૂર્ણ તથા ખાંડ સમાન ભાગે લેવાથી શુષ્ક

ખાંસી તથા છાતી ની ઘરઘરાટી માટે છે.

 

રસોઈની રાણી : વ્યાપ્તિ પટ્ટણી (અંજાર કચ્છ)

ટીપ્પણી