ભાત (રાઇસ) શા માટે રોજ ખાવા જ જોઇએ? – અચૂક વાંચો અને શેર કરો

જાણો હકીકત અને ભાતના અદભુત ફાયદા!

ચોખામાં પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ હોય છે

નબળું પાચનતંત્ર ધરાવતા લોકો માટે ભાતનું ઓસામણ અત્યંત ફાયદાકારક હોય છે

રાત્રિના ભોજનમાં રોટલીની જગ્યાએ ભાત ખાવા સ્વાસ્થ્યવર્ધક છે…

મરડાના રોગમાં ભાતનું સેવન લાભપ્રદ રહે છે

ભાત લોકોના મુખ્ય ભોજનમાં સામેલ હોય છે પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે ભાત કેટલા ફાયદાકારક હોય છે ?

ભાત સરળતાથી પચી જાય છે.

જેથી આજે અમે તમને ભાતના ગુણો અને ફાયદા વિશે જણાવાના છીએ.

ચોખા જેટલા જુના હોય એટલા જ સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકો એવું માને છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે. જ્યારે ભાત સાવ સહેલાઈથી પચી જનારું ભોજન છે. ભાતને દાળ, શાક, રસમ વગેરે અનેક વસ્તુઓ સાથે ખાઈ શકાય છે. ભાતમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો હોય છે. તો ચાલો આજે જાણી લઈએ ભાતના અદભુત ગુણો વિશે.

ભાતથી થતાં લાભ-

ઓસામણ સાથેજ ખાવા જોઇએ ભાત – ભાતનું ઓસામણ એટલે ભાત બનાવતી વખતે બચેલો સફેદ ઘટ્ટ પાણી જે અત્યંત લાભકારક હોય છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. જેથી ભાતને ઓસામણ સહિત જ ખાવા જોઈએ.

પેટ ખરાબ હોય તો ભાત ફાયદાકારક છે – જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય અથવા પાચનતંત્ર નબળું હોય એવા લોકો માટે ભાતનું ઓસામણ વરદાન સમાન છે. કારણ કે ભાતનું ઓસામણ સરળતાથી પચી જાય છે. આ સિવાય ભાત અને દૂધ પણ સાથે ખાવાથી તેનો ફાયદો બમણો થઈ જાય છે. ભોતમાં દૂધ મિક્ષ કરીને તેને 20 મિનિટ સુધી ઢાંકીને પકવી દેવું ત્યારબાદ તેને ખાવાથી પણ અદભુત ફાયદા થાય છે.

ભાત હળવા હોવાથી રાત્રે સરળતાથી પચી જાય છે – જો રાત્રિના ભોજનમાં રોટલી ઓછી ખાવામાં આવે અથવા ના ખાઓ અને ભાત વધુ ખાઓ તો ભાત હળવા હોવાથી રાત્રે પચી જાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારુ રહે છે.

જુના ચોખા મહત્વનાં – ત્રણ વર્ષ જુના ચોખા અત્યંત સ્વાદિષ્ટ અને ઓજસવાળા હોય છે. જેથી જુના ચોખાનો ઉપયોગ કરવા જોઈએ. કારણ કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે વધુ ફાયદાકારક હોય છે.

પેટની કોઇપણ સમસ્યા માટે ભાતની ખીચડી – પેટમાં ગરબડી કે પેટની અન્ય કોઈ સમસ્યા રહેતી હોય તો ચોખાની ખીચડીનું સેવન કરવું જોઈએ.

દસ્તમાં પણ બેસ્ટ – જો દસ્ત થયા હોય તો ભાત ખાવા જોઈએ. આવા સમયે બીજો કોઇ ખોરાક ભારે પડે છે. પણ ભાત સાથે દહીં મિક્ષ કરીને ખાવાથી દસ્તમાં ફાયદો થાય છે અને આ એક હળવું ભોજન માનવામાં આવે છે. જે પેટ માટે ફાયદાકારક રહે છે.

ભાંગ કે દારુનો નશો ઉતારવા માટે પણ બહુ હેલ્પફુલ છે ભાત – જો ભાંગ કે અન્ય કોઈ નશો વધુ ચડી ગયો હોય તો ચોખાને ધોવામાં જે પાણી નીકળે તેમાં ચપટી ખાવાનો સોડા અને ખાંડ નાખીને તે પાણી પીવું જોઈએ. આવું કરવાથી નશો તરત ઉતરી જાય છે.

પેશાબ સંબંધી સમસ્યાઓમાં પણ અનેક રીતે ગુણકારી – જો પેશાબ સંબંધી કોઈ સમસ્યા રહેતી હોય તો ચોખાને ધોવામાં જે પાણી નીકળે તેમાં ચપટી ખાવાનો સોડા અને ખાંડ નાખીને તે પાણી પીવું જોઈએ. આવું કરવાથી પેશાબ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને મૂત્ર વિકાર પણ દૂર થાય છે.

મરડો – મરડાના રોગમાં ભાત ખાવા જોઈએ. જેને મરડો થયો હોય તેણે સાવ હદળી (એકદમ પોચા) ભાત બનાવી તેમાં ગાયનું દૂધ મિક્ષ કરીને રોગીને આપવું જોઈએ. આનાથી મરડાના રોગમાં તરત ફાયદો થાય છે.

મગજનાં વિકાસમાં પણ રોલ – ભાત અને મગની દાળની ખીચડી ખાવાથી મગજનો વિકાસ ઝડપથી થાય છે અને શરીર પણ શક્તિશાળી બને છે.

માથાનો દુખાવો અને માઇગ્રેનમાં પણ મદદરૂપ – માઈગ્રેન અથવા આધાશીશીની સમસ્યા હોય તો રાતે સૂતા પહેલા ભાતને મધ સાથે મિક્ષ કરીને ખાવાથી લાભ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. એક સપ્તાહ આવું કરવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

નેચરલ કોન્ટ્રાસેપ્ટીવ (ગર્ભનિરોધક) – ઘણી સ્ત્રીઓ ગર્ભનિરોધકનો પ્રયોગ કરવા નથી માગતી કારણ કે ટેબલેટસની આડ-અસરો ધણી હોય છે. તેવી સ્ત્રીઓએ ચોખા ધોયેલા પાણીમાં ચોખાના છોડની જડ પીસીને નાખીને ગાળી લેવું.  ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરી લેવું. ચોખાનાં છોડની જડ ધણી આયુર્વેદિક દુકાનોમાં ઉપલ્બધ હોય છે, અને બાકી ગામડે જતા આવતા લોકો પાસેથી પણ સરળતાથી મંગાવી શકાય. આ એક આડઅસર વિનાનું સુરક્ષિત ગર્ભનિરોધક ઉપાય છે. ચીન જેવા દેશમાં હજુ પણ આ એક પોપ્યુલર ગર્ભનિરોધક મેેેથડ તરીકે વપરાય છે

-ભાત ખાવામાં ભલે એટલા સ્વાદિષ્ટ ન હોય પરંતુ ભાત એક ગુણકારી ઔષધી છે.

માત્ર એક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે –> ડાયાબિટિસના દર્દીઓએ ભાતનું સેવન ન કરવું જોઈએ કારણ કેે એની સીધી અસર સુગર લેવલ પર થાય છે. 

જનહિતમાં દરેક મિત્ર એક એક વાર અચૂક શેર જરૂર કરજો જેથી બીજાને પણ ભાતનાં આટલા બધા ગુણકારી ફાયદા ધ્યાનમાં આવે

ટીપ્પણી