અદ્ભૂત ચોરી

મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલ ક્રિશ્ના હાઈટ્સ નામના બિલ્ડિંગમાં રહેતા અતુલભાઈની ફોર્ડ ફિયેસ્ટા નામની ગાડી પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ. તેમણે પોલિસમાં ફરિયાદ નોંધાવી.
પોલિસ હજુ કંઈ તપાસ કરે તે પહેલા બીજા દિવસે પાર્કિંગમાં ગાડી જેમ હતી તેમ મળી આવી. સાથે, એક ચિઠ્ઠી પણ હતીઃ

“માફ કરજો સ્નેહીશ્રી,
મારી માતાની તબિયત અચાનક લથડતા તેને હોસ્પિટલ લઈ જવી અનિવાર્ય હતી. આટલી મધરાતે રજાઓની સિઝનમાં મને બીજો કોઈ ઉપાય ન મળતા, મારી માતાને બ્રીચકેન્ડી હૉસ્પિટલ લઈ જવા માટે તમારી કાર તમને પૂછ્યા વગર લઈ ગયો. હું અત્યંત દિલગીર છું!

આજે તમારા પાર્કિંગમાં ગાડી મૂકતા પહેલા મેં હતું તેટલું જ પેટ્રોલ ભરાવી દીધું છે અને લૉક પણ સરખું કરાવી દીધું છે.

તમારી આ અણધારી મદદના બદલામાં મેં ગાડીની ડ્રાઈવર સીટ ઉપર બાહુબલી -૨ ની ગ્રોવેલ મૉલ, કાંદિવલી ખાતે ની રવિવાર રાતની ૫ ટિકીટ મૂકી છે.

તકલીફ માટે ફરી એકવાર ક્ષમા પ્રાર્થી છું. મોટા હ્રદયે મને માફ કરવા વિનંતી.”
– લિ. તમારો એક ભાઈ.

ચિઠ્ઠીમાં લખેલ વાત સાચી જણાતા, પોલિસ સ્ટેશને જઈને કોઈ ભળતું જ કારણ જણાવી અતુલભાઈએ ફરિયાદ પાછી ખેંચી લીધી અને રવિવારે રાતે બાહુબલી – ૨ જોવા સપરિવાર ઉપડી ગયા.

ફિલમ પૂરી થતાં તે મોડી રાતે ઘરે પાછા આવ્યાં તો જોયું કે ઘરનું તાળું તુટેલું હતું. અંદર જઈને જોયું તો બધું વેર વિખેર! લગભગ, ૩૦ લાખ ની માલમત્તા ચોરાઈ ગઈ હતી. બહાર ટેબલ ઉપર એક કાગળ હતો.

જેમાં લખ્યું હતુંઃ “હવે ખબર પડી ગઈ કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?”

હા હા હા….મિત્રો! તમને મજા પડી હોય તો બીજા સાથે શેર કરીને એમને પણ મજા આપોને ભાઈલા! આજે જ સૌથી મોટી ગુજરાતી લોક્શાહી “જલ્સા કરોને જેંતીલાલ” પર જોડાઓ!

ટીપ્પણી