શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશું.

અડદિયા પાક

મિત્રો, શિયાળો શરુ થઈ ગયો છે. તેમજ આખા વર્ષની આખા વર્ષની એકસાથે હેલ્થ બનાવવા માટે શિયાળો શ્રેષ્ઠ છે. એટલે જ વસાણા ઘરે ઘરે બનાવવામાં આવે છે અને ખાવામાં પણ આવે છે. તો ચાલો આજે આપણે આપણી હેલ્થને ઉપયોગી બની રહે એવો જ  વિન્ટર સ્પેશિયલ અડદિયા પાક બનાવતા શીખીએ. 

સામગ્રી :

1) ૧૫૦ ગ્રામ – ચણાનો કરકરો લોટ,
2) ૨૦૦ ગ્રામ – અડદનો કરકરો લોટ,
3) ૨૦૦ ગ્રામ – મોળો માવો,
4) ૨૫૦ ગ્રામ – ઘી,
5) ૩૫૦ ગ્રામ – ખાંડ,
6) ૧૦૦ ગ્રામ – કાજુ ,બદામ,
7) ૧૦૦ ગ્રામ – અડદિયાનો મસાલો,
8) ૫૦ ગ્રામ – બાવળનો ગુંદર,
9) ૧ મોટી ચમચી – ખસખસ,
10) ૧-૧/૨ ચમચી – દૂધ,
11) ૧ કપ – પાણી (ચાસણી માટે ),

અડદિયાનો મસલો બનાવવાની સામગ્રી

1) ૩૦ ગ્રામ – સૂંઠ પાવડર,
2) ૨૦ ગ્રામ – ગંઠોડા પાવડર,
3) ૫ ગ્રામ – નાગકેસર,
4) ૧૦ ગ્રામ – સફેદ મુસળી,
5) ૧૦ ગ્રામ – કાળી મુસળી,
6) ૫ ગ્રામ – કાળા મરી,
7) ૧૦ ગ્રામ – ઈલાઈચી,
8) ૫ ગ્રામ – જાયફળ,
9) ૫ ગ્રામ – કેસર,
10) ૫ ગ્રામ – લવિંગ,
11) ૫ ગ્રામ – તજ (બધું મિક્ષ કરી દળી અને ચાળી લો ),

આજે આપણે બનાવીશું શિયાળામાં ખવાતું એક વસાણું અડદિયા પાક .આમાં બહુ બધા વસાના ઉપયોગ થાય છે અને તેનો ટેસ્ટ ખુબજ સરસ હોય છે પણ ઘણાં લોકો આં તૈયાર લાવતાં હોય છે તો હવે થી તમે આને ઘરે બનાવી શકશો એ પણ સરળ રીતે .

રીત :

૨
1) સૌથી પહેલા એક વાસણમાં બન્ને લોટ ભેગા કરી તેમાં ૧ ચમચી ઘી અને દૂધ ઉમેરી ધાબુ દઈ હાથથી મસળવું 

2) હવે ઘઉં ચાળવાના ચાળણાથી એને ચાળીને હાથથી મિક્ષ કરી લો.

3) એક કડાઈ લઈને એમાં માવો શેકી લેવો,એને કોરો જ શેકવો ઘી નથી મૂકવાનું.

4) માવાને ઘી છુટું પડે ત્યાં સુધી શેકી લેવો.

5) એજ કડાઈમાં ૧૦૦ ગ્રામ જેટલું ઘી ગરમ કરવા મૂકો.

6) ઘી ગરમ થાય એટલે ગુંદર ને દળીને કે આખો તળી લો.


7) એ તળાશે એટલે સરસ ફૂલી જશે એને એક ડિશમાં લઈ લો


8) બાકીનું ઘી એડ કરીને ધાબુ દીધેલો લોટ બદામી કલર નો થાય ત્યાં સુધી શેકી લો તેને મધ્યમ ગેસ પર જ શેકવો


9) ગેસ ધીમો કરી તેમાં શેકેલો માવો ,તળેલો ગુંદર (ભૂકો કરી લેવો),અડદિયા નો તૈયાર કરેલો મસાલો ,ખસ ખસ અને ડ્રાય ફ્રૂટ(કાજુ બદામ નો ભૂકો કરી લેવો ) ઉમેરી મિક્ષ કરી લો અને સાઈડ માં મૂકી દો.


10) એક વાસણ માં ચાસણી બનાવવા ખાંડ અને પાણી મિક્ષ કરી ઉકળવા મૂકો


11) આપણે આની ૧-૧/૨ તારની ચાસણી બનાવવાની છે.


12) પણ જો તમને તાર ચેક કરતા ના ફાવતાં હોય તો ૧૦-૧૨ મિનીટ પછી આ રીતે ડીશ માં ચાસણી નું એક ટપકું મુકો એને ઠંડુ થવા દો ટપકું સહેજ પણ હલવું ના જોઈએ એ ત્યાં જ સ્થિર થઈ જશે મતલબ ચાસણી તૈયાર છે ,આ રીતે ચાસણી ચેક કરતા હોવ ત્યારે ગેસ ધીમો કરી દેવો નહી તો ચાસણી કડક થઈ જશે.


13) લગભગ ૧૫-૧૭ મિનીટ જેવું થશે આટલી ચાસણી બનતા.


14) લોટ એકવાર હલાવી ચાસણી આમાં ઉમેરી દો ગેસ ચાલુ કરવાનો નથી.


15) એને ઘી લગાવેલા વાસણમાં લઈ લો તેની ઉપર સમારેલા બદામ પીસ્તા ઉમેરો અને ૪-૫ કલાક સેટ થવા દો


16) સેટ થઈ ગયા પછી એને કટ કરો

17) હવે આપણો ઘર નો બનાવેલો અડદિયા પાક સર્વિંગ માટે તૈયાર છે.

સૌજન્ય : શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી