શિયાળામાં દરરોજ સવાર સવારમાં ખાવાથી આખો દિવસ તમને સ્ફૂર્તિ રહે છે…

અડદિયા પાક (adadiya-pak)

સામગ્રી :

૧૫૦ ગ્રામ અડદનો લોટ
૧૫૦ ગ્રામ માવો
૫૦ ગ્રામ ગુંદર તળેલો
૧૦૦ ગ્રામ બદામ-પિસ્તાં
૩૦૦ ગ્રામ ઘી
દોઢ કપ સાકર
એક કપ પાણી

મસાલા :

ધોળી મૂસળી – ૧૦ ગ્રામ
કાળી મૂસળી – ૧૦ ગ્રામ
ગોખરું – ૧૦ ગ્રામ
કૌચા – ૧૦ ગ્રામ
અક્કલગરો – ૧૦ ગ્રામ
પીપરીમૂળ – ૧૦ ગ્રામ
ખસખસ – ૧૦ ગ્રામ
એલચી, જાયફળ, જાવંત્રી
વીસ ગ્રામ સૂંઠ પાઉડર
અડદિયાપાક સેટ કરવા માટે ચોરસ ટ્રે

રીત :

એક બોલમાં અડદના લોટમાં ૧/૪ કપ દૂધ તથા ૧/૪ કપ ગરમ ઘી નાખી ધાબો આપવો. ઘઉંની ચાળણીથી ચાળી લેવું. એક પૅનમાં ઘી લઈ એમાં અડદનો લોટ મિક્સ કરી ગુલાબી થાય એટલે એમાં માવો મિક્સ કરવો. પાંચ મિનિટ પછી ગૅસ બંધ કરવો. ૭-૮ મિનિટ પછી એમાં બધા મસાલા મિક્સ કરવા. એક પૅનમાં દોઢ કપ સાકરમાં એક કપ પાણી નાખી એક તારની ચાસણી બનાવો. કેસર નાખી શેકેલો લોટ અને મસાલા સાથે તળેલો ગુંદર મિક્સ કરી ટ્રેમાં પાથરી એમાં ઠંડું થાય પછી ચોરસ પીસ કરવા.

રસોઈની રાણી :- કેતકી સૈયા

શિયાળા માટે અવનવી વાનગી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી