આ પાંચ પ્રોડક્ટ ખુબ અજીબ છે તમે ક્યાંય નઈ જોઈ હોય કે જાણી પણ નઈ હોય..

વિશ્વની પાંચ સૌથી વિચિત્ર લાગે તેવી પ્રોડક્ટ્સ

વિશ્વમાં અનેક એવી વસ્તુઓ કે પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જે પહેલી નજરે ક્રેઝી દેખાય પરંતુ ઘણીવખત તે ખૂબ સરળ અને સુવિધાજનક પણ સાબિત થતી હોય છે અને તેથી જ કેટલાંક ભેજાબાજ લોકોના ફળદ્રુપ આઈડીયાઝમાંથી આવી કેટલીક પ્રોડક્ટ્સનો જન્મ થયો છે.

૧.) બેબી સ્ટ્રોલર અને હાઈબ્રીડ સ્કૂટર જેને રોલર બગી પણ કહેવામાં આવે છે. નાના બાળકની માએ તેને સતત હાથમાં ઉંચકી રાખી નહીં ફર્યા કરવું પડે અને તેણે બજારમાં ખરીદી માટે કે બીજા કોઈ પ્રવાસે જવું હોય તો સરળતા રહે તે માટે બેબીકાર અથવા બાબાગાડી જેવી પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે પરંતુ હવે તેમાં પણ આધુનિકતા આવી ગઈ છે અને અવનવા પ્રયોગો દ્વારા એક નવી બેબીકારનો આવિષ્કાર થયો છે. જેને બેબી સ્ટ્રોલર કે સ્કૂટર હાઈબ્રીડ અથવા રોલર બગી તરીકે ઓળખવામાં આવે છે.

આ બાબાગાડીમાં બાળકની મા કે બાપ પેડલ સ્કૂટરની જેમ એક પગ તે બાબાગાડીના પેડલ પર રાખી બીજા પગે ધક્કો લગાવી સફર કરી શકે છે. મતલબ કે બાળકની સાથે તેના મા-બાપે પણ ચાલવાની મહેનત નથી કરવી પડતી.

૨.) ફ્લાસ્ક ટાઈ, તમને શરાબ પીવાની આદત છે અથવા આકર્ષણ છે, પરંતુ તમારા કામના સ્થળે કે મીટીંગ્સમાં તેનું સેવન નથી કરી શકતા? તો આ પ્રોડક્ટ તમારા માટે છે.

તમારી ટાઈમાં જ તે જ આકારની, એટલે કે ટાઈની અંદર જ હવે એક બ્લેડર, એક કોથળી લગાવેલી હોય છે જેમાં તમે ચાહો તો પાણી, કોલ્ડ્રીંક કે શરાબ ભરીને રાખી શકો. અને જ્યારે ચાહો ત્યારે, જ્યાં ચાહો ત્યાં માત્ર ટાઈના ઉપરના છેડે આવેલું નાનું અમથું ઢાકણ ખોલી તેનું સેવન કરી શકો તેવી વ્યવસ્થા આ ટાઈ બનાવનારાએ તમારે માટે કરી આપી છે.

૩.)એન્ટી પર્વટ હેયરી સ્ટોકીંગ્સ, છોકરીઓ માટે સુરક્ષાના ભાગરૂપે આ એક નવું શસ્ત્ર છે એમ કહીએ તો ખોટું નથી. બાહરી દેખાવને પ્રાધાન્ય આપતા આપણાં આ સમાજમાં કોઈપણ વ્યક્તિને કોઈ છોકરીના હાથે-પગે ઢગલાબંધ વાળનો જથ્થો હોય તે નથી ગમતું અથવા આ વાળના જથ્થાને કારણે ગમે એટલી રૂપાળી છોકરી પણ અનાકર્ષક લાગવા માંડે છે.

બસ આ જ માનસિકતાને કારણે હવે તમારા શરિર પર ખાસ કરીને પગ પર મોટા મોટા વાળોનો જથ્થો હોય તેવું દેખાય તે રીતના સ્ટોકીંગ્સ બજારમાં આવી ગયા છે. સ્વાભાવિક છે આ રીતના વાળ જોઈ કોઈ બદનિયત રાખનારા નરાધમો પણ તે છોકરીને હાથ નહીં અડકાડે.

૪.) હગ મી પીલો (તકીયો), ન્યુક્લીર ફેમિલી જેવા કન્સેપ્ટની સાથે સાથે જ હવે એકલાં જ રહેતા લોકોની સંખ્યા પણ વિશ્વમાં વધતી જઈ રહી છે, ત્યારે પથારીમાં કોઈક આપણી બાજૂમાં સૂતુ છે તેવી લાગણીનો અહેસાસ કરાવતો આ તકીયો મોટા ભાગે સ્ત્રીઓને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.

ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ આ રીતના તકીયાનો ઉપયોગ વધુ કરે છે તેમ માર્કેટ રીસર્ચમાં બહાર આવ્યું છે. ગળામાં હાથ ભરાવી કોઈક તમને વળગી સૂતુ હોય તેવો અહેસાસ કરાવતો આ તકીયો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સારો એવો લોકપ્રિય થઈ રહ્યો છે.

૫.) આયરોનિયસ – ધ કોફી મગ આયર્ન, જ્યાં સુધી તમારા કપમાંની કોફી ગરમ હશે ત્યાંસુધી તમે આ કપનો આયર્ન તરીકે પણ ઉપયોગ કરી શકો છો. દિવસ ભરના કામ દરમિયાન તમારા શર્ટ કે ટોપની બાંય પર આવી જતી કરચલીઓ દૂર કરવા માટે આ એક હાથવગુ સાધન છે.

બસ તમારા આયરોનિયસમાં ગરમ ગરમ કોફી ભરો, તમારી કેબિનમાં કે ઓફિસ ટોયલેટમાં જાવ અને શર્ટ ઉતારી તેના પર આ મગ ફેરવી લો એટલે કે ફરી એકવાર ઈસ્ત્રી થઈ જશે. અમેરિકા જેવા દેશોમાં કેટલાંક રંગીન મિજાજના વ્યક્તિઓ ઘર બહાર માણી આવેલા સેક્સને કારણે કપડા પર પડેલી કરચલીઓને છુપાવવા માટે પણ આયરોનિયસનો ઉપયોગ કરતા હોય છે.

લેખક : આશુતોષ દેસાઈ

દરરોજ આવી અવનવી અને અજાયબ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી