વાંચો, ઇંગ્લેન્ડના ચોથા નંબરના ધનકુબેર રીચાર્ડ બ્રેનસનની કહાની !!

ઇંગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો. 13 વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે એ ડીસ્લેક્સીયા( તારે જમીન પે માં ઇશાનને જે રોગ હતો તે)નો પેશન્ટ હતો. પરંતું તેની મા પોતાના દિકરાના અભ્યાસ કરતા પણ તેના સર્વાંગી વિકાસમાં ખુબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણયો જાતે લે એ માટે એને તૈયાર કરતી.

1013963_10151559251693865_64825505_n

આ છોકરાની શાળાથી 3 કીમી દૂર ક્રોસીંગ પર એને એકલો મુકી દેતી અને એને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડીસ્લેક્સીયાના દર્દીને એકલો મુકવાથી કેવા ગંભીર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દિકરાને દુનિયાની સામે ઉભો રાખવો હતો. પેલો મહામહેનતે એની સ્કુલ સુધી પહોંચી શકતો ક્યારેક રસ્તો પણ ભટકી જતો આમ છતા એ એને એકલો જ મુકતી.

13 વર્ષની ઉંમર પછી એને એકે બોર્ડીંગ સ્કુલમાં બેસાડવામાં આવ્યો પણ તેના પરફોર્મન્સના કારણે એને 16માં વર્ષે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો. એની મા હિંમત આપવા માટે સાથે હતી. આ છોકરાને બિઝનેસ શરુ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત મા એ 16 વર્ષના દિકરાના હાથમાં મુકી દીધી. છોકરાએ ” સ્ટુડન્ટ” નામનું મેગેઝીન શરુ કર્યુ પરંતું વાંચનાર કોઇ નહોતું એટલે ગાંઠનું ગોપી ચંદન ખર્ચીને એની 50000 કોપી મફતમાં વહેંચી.

દિકરાની દરેક નિષ્ફળતા વખતે માં તેની સાથે રહી ડિસલેક્સિક દિકરાને સધિયારો આપતી રહી. આ દિકરાએ પોતાની મા ના સપના સાકાર કર્યા અને એક ડિસ્લેક્સીક બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો.

આ છોકરો એટલે વર્જીન ગૃપની 400 કંપનીઓનો માલિક અને 28000 કરોડથી વધુ સંપતિ ધરાવતો ઇંગ્લેન્ડનો ચોથાનંબરનો ધનકુબેર રીચાર્ડ બ્રેનસન!

સૌજન્ય : હિરેન કાથરોટિયા (બેંગ્લોર)

ટીપ્પણી