આજનો દિવસ :- આજે વાંચો, મુન્શી પ્રેમચંદ ના જીવન વિષે !!

- Advertisement -

મન એક એવો છુપો શત્રુ છે જે કાયમ પીઠ પાછળથી જ હુમલો કરે છે.

– મુન્શી પ્રેમચંદ

? જન્મ :- ૩૧ જુલાઈ, ૧૮૮૦ લમહી, કાશી પાસે – ભારત

? મૃત્યુ :- ૮ ઓક્ટોબર, ૧૯૩૬

? માતા :- આનંદી દેવી

? પિતા :- અજાયબ લાલ

? મુળ નામ :- ધનપતરાય

? લગ્ન :- શિવરાની દેવી (બીજા લગ્ન)

? પ્રદાન વાર્તાઓ, નવલકથાઓ, પત્રો અને ટુંકી વાર્તા ઓ

? થોડું વધારે :-

પ્રેમચંદ હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં મહાનતમ લેખકોમાં એક છે. તેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન ની પણ મુળ અટક શ્રીવાસ્તવ છે.) છે. તેમને નવાબ રાય અને મુંશી પ્રેમચંદના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપન્યાસના ક્ષેત્રમાં એમના યોગદાનને જોઈ બંગાળના વિખ્યાત ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય એ તેમને “ઉપન્યાસ સમ્રાટ” કહીને સંબોધિત કર્યા હતા. જોકે આવા બિરુદો એમને ગમતાં નહીં.

પ્રેમચંદજી પોતાના જીવન નાં સંઘર્ષો અને ઘટનાઓ ની પર થી જ તેઓ તેમની કૃતિઓ સર્જતા હતા. જેમકે “ગોદાન” નો “હારી” કે જેને હમેશા નિષ્ફળતા મળે છે , એવી જ રીતે પ્રેમચંદજી ને તેમના જીવનકાળ દરમ્યાન અનેક નિષ્ફળતાઓને જોઈ છે. ” ગોદાન ” નવલકથા માં જ તેમણે નિષ્ફળતા વિષે કહું છે કે ” જીવન ની કરુણતા બીજી શું હોઈ શકે કે તમારી આત્મા જે ચાહે છે તેના થી વિરુદ્ધ તમારે કરવું પડે છે. તેમની વાર્તા “સોજે વતન” થી તેમનું નામ બદલી નાખવા માં આવ્યું. પહેલા તેઓ “નવાબ રાય” તરીકે લખતા હતા પણ આ વાર્તા નો એવો પ્રતિસાદ મળ્યો કે અંગ્રેજો ને નાં ગમ્યું અને તેમની સામે જ તેમની વાર્તા સંગ્રહ ને બાળી નાખવામાં આવ્યું. અને પછી થી નામ બદલી ને લખવા લાગ્યા ” પ્રેમચંદ ” તરીકે.

તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક મદ્રેસામાં મૌલવી પાસે લીધું હતું. જ્યાં તેમણે ઉર્દૂ શીખી હતી. પ્રેમચંદ સાત વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. જ્યારે તેઓ સોળ વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારપછી તેમનો ઉછેર સાવકીમાએ કર્યો હતો. પ્રેમચંદના લગ્ન બાજુના ગામની ૧૫ વર્ષની યુવતી સાથે થયા હતા. સ્વભાવે પત્ની પ્રતિકૂળ બનતાં તેઓ ઈ.સ. ૧૮૯૯માં પ્રેમચંદ ઘર છોડી દેતાં વૈવાહિક જીવનનો અંત આવ્યો હતો. અને તેમની પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. સાત વર્ષ પછી જ્યારે તેની વિધવા સાથે કોઈ લગ્ન કરવાના છે તેવી જાહેરાત પેપરમાં જોઈ ત્યારે તેઓ બીજીવાર વિધવા કન્યા શિવરાનીદેવી સાથે લગ્ન કર્યા. ઈ.સ.૧૮૯૯માં તેમણે લમ્હી છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે ચૂનાર ટાઉનમાં મિશન શાળામાં સ્કૂલ માસ્તરની નોકરી માત્ર રૂ. ૧૮/- વેતનમાં સ્વીકારી.ઈ.સ. ૧૯૦૪માં તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમની કાનપુરમાં ડેપ્યુટી ઇન્સ્પેકટર ઓફ સ્કૂલ્સ તરીકે બદલી થઇ હતી.

તેમનું સાહિત્યિક જીવન ઈ.સ. ૧૯૦૧થી શરુઆત થઇ હતું. તેમણે પ્રથમ નવલકથા અસરાર-એ-માઅબીદલખી હતી. જે ઉર્દૂ અઠવાડિક અવાઝ-અ-ખલ્કમાં પ્રકાશિત થઇ હતી. તેમણે સાહિત્યિક ઉપનામ શરૂઆતમાં ‘ નવાબરાય’ અને પાછળથી ‘પ્રેમચંદ’ રાખ્યું હતું. ઈ.સ. ૧૯૨૧માં તેમણે ગાંધીજીના કહેવાથી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઈ.સ. ૧૯૨૧માં તેમનેત્યાં પુત્ર અમૃતરાયનો જન્મ થયો. પ્રેમચંદની લેખનશૈલીનું મુખ્ય લક્ષણ રસપ્રદ વાર્તા લખવાનું અને સાદી ભાષામાં લખવાનું હતું. તેમની નવલકથાઓમાં ગ્રામ્ય જીવનની મુશ્કેલીઓ વર્ણવાઈ છે. તેઓ ઉચ્ચ પ્રકારની હિન્દીનો પોતાના લેખનમાં ખૂબ ઓછો ઉપયોગ કરતાં અને આમ આદમીના ડાયલોગ વધુ રજુ કરતા. પ્રેમચંદજીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક વાર્તાસંગ્રહો અને નવલકથાઓ લખી. ‘ સાંજે વતન’, ‘વરદાન’, ‘રંગભૂમિ’, ‘શ્યામા’, ‘ નિર્મલા’, ‘ સેવાસદન’,’કર્મભૂમિ’, ‘ ગોદાન’ અને ‘ ગબન’ વગેરે કૃતિઓ સાહિત્યમાં સિતારાની જેમ ચમકી રહી છે. કેટલીક કૃતિઓમાં ભારતીય ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેમની સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથા લખીને ભારતમાં અદ્દભૂત જાગૃતિ આવી હતી. તેમના ‘ સુરદાસ’, સોફી’, ‘નિર્મલા’, ‘ સુમન’ અને ‘ પ્રેમશંકર’ જેવા અનેક પાત્રોએ એક નવો સંસાર રચ્યો છે જે માનવીને ઉન્નત રસ્તે લઇ જવામાં પ્રેરક બન્યા છે. પ્રેમચંદે ૩૦૦ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નિબંધો અને પત્રો લખ્યા છે. તેમણે કેટલાક નાટકોનો અનુવાદ પણ કર્યો છે. પ્રેમચંદની કૃતિઓ આધારિત ફિલ્મો બની છે જેમાં ઈ.સ. ૧૯૭૭માં ‘‘ગોધૂલિ, ઈ.સ. ૧૯૬૬માં ગબન, ઈ.સ. ૧૯૬૩માં ગોદાન , ઈ.સ. ૧૯૩૮માં સેવાસદન , અને ઈ.સ. ૧૯૪૩માં મજદૂર ફિલ્મો બની છે. આ ઉપરાંત ઈ.સ. ૧૯૮૦માં નિર્મલા અને ૧૯૮૧માં સદ્દગતિ ટીવી સીરીયલ પણ રજુ થઇ હતી. હિન્દી સાહિત્યકાર આઠમી ઓક્ટોબર ૧૯૩૬ના રોજ સવારે સાડા સાતે તેઓ અનંત નિદ્રામાં પોઢી ગયા.

? માહિતી સૌજન્ય :-
ઇન્ટરનેટ

? લેખન અને સંકલન :- — Vasim Landa ☺️ The Dust of Heaven ✍️

ટીપ્પણી