આજે લીઝા શાહ જણાવી રહ્યા છે, મેદસ્વીતાના માપદંડો …

ઓબેસીટી એટલે કે મેદસ્વીતાના માપદંડો સમજોઃ

અત્યારે દુનિયામાં કરોડો લોકો મેદસ્વીતાથી પીડાય છે. આ ફક્ત વાતોનો મુદ્દો નથી પરંતુ એક ચીંતાજનક રોગ છે.

મેદસ્વીતા એ 120થી પણ વધારે રોગોને આકર્ષે છે.જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ જરૂર કરતા વધી જાય ત્યારે તે ઓબીઝ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિનો BMI 30 કરતા વધુ હોય ત્યારે તેને સ્થૂળ ગણવામાં આવે છે. 25થી 29ની વચ્ચેનો BMI ધરાવતા ને ઓવરવેઇટ કહેવામાં આવે છે. ઓવર વેઇટ વ્યક્તિને ઓબેસ થતાં વાર નથી લાગતી.

BMI એટલે શું ?BMI એટલે કે Body Mass Index એ એક એવી ફોર્મ્યુલા છે જે વ્યક્તિના હાઇટના પ્રમાણમાં વજનનો માપદંડ નક્કી કરે છે. તેના માટે નીચેનું કોષ્ટક વાપરવામાં આવે છે.

વજન કિલોગ્રામમાં / હાઇટ મીટરમાં

એટલે કે જો કોઈ વ્યક્તિની હાઇટ 1.6 મીટર હોય તો – અને વજન 60.450 કિલો ગ્રામ હોય તો તેનો BMI 23.6 ગણાય

જો તમારો BMI15 થી 19 – અન્ડર વેઇટ
19-25 – એવરેજ
25-27 – ઓવરવેઇટ
27-30 ઓબીઝ
30-40 હાઇલી ઓબીઝ કહેવાય છે

ટૂંકમાં વ્યક્તિએ પોતાનો BMI 20થી 25ની અંદર રાખવાનો પ્રયત્ન કરવો જોઈ. જો તમારો BMI 20થી નીચે હોય તો વજન ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.

શું તમારો BMI 30થી વધુ છે ?જો તમારો BMI 30 થી વધુ આવતો હોય તો વજન ઉતારવા માટે બનતા બધા જ પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ. જરૂર લાગે તો જીમ જોઈન કરીને કસરત કરવી જોઈએ. ઉપરાંત સારા ડાયેટીશીયનની સલાહ લઈ અને વજન ઉતારવાનું શરૂ કરી દેવું જોઈએ.

આપણે જાણીએ છીએ કે જાડાપણુ કોઈને ગમતુ નથી તે છતાં પણ ઓબેસીટી વધતી જ જાય છે. માટે જ ખોરાક પ્રત્યે સભાન થવું જરૂરી છે. હેલ્ધી ખોરાક અને પૂરતી કસરત જ સ્વસ્થ જીવન જીવવા માટેની ચાવી છે. અત્યારના જમાનામાં જ્યારે દરેક વ્યક્તિને બધું જ ઉતાવળથી જોઈએ છે ત્યારે વજન ઉતારવા ઉતાવળ કરવી નહીં અને સમજીને વજન ઉતારવાનો પ્રયત્ન કરવો.

WHR શું છે ?WHR એટલે Waist to hips ratio એ આપણા શરીરમાં ફેટનું ડીસ્ટ્રીબ્યુશન સમજાવે છે. ફક્ત વજન કરીને શરીર વિષે જાણવું એ એક પદ્ધતિ છે જ્યારે WHR દ્વારા સ્વાસ્થ્ય માપવું એ બીજી પદ્ધતિ છે. WHR જાણવાથી તમને તમારા શરીરની ટાઇપ વીશે ખ્યાલઆવશે એટલે કે તમે પેર-શેપ છો કે પછી એપલ-શેઇપ છો

સ્ટેપ – 1

પ્રથમ તમારી કમર સે.મી. માં માપો તમારી કમરનો જે સૌથી ઓછામાં ઓછો ભાગ હોય તે માપો ટેપને વધુ પડતી ખેંચશો નહીં.

સ્ટેપ – 2
હવે તમારા હીપ્સને સે.મીમાં માપો. હિપ્સનો જે સૌથી મોટો પહોળો ભાગ હોય તે માપો. ટેપને વધુ પડતી ખેંચશો નહીં.

સ્ટેપ 3

તમારી કમરના માપને તમારા હિપ્સના માપથી ભાગો

કમરનું માપ સેં.મી.માં

હિપ્સનું માપ સેં.મીં.માં

હવે તેના જવાબને ચકાસો. તમારો જવાબ સ્ત્રીઓ માટે 0.80 કરતાં ઓછો અને પુરુષો માટે .95 કરતાં ઓછો હોય તો તેનું રીસ્ક ઓછું ગણાય છે. પરંતુ જો તે પરુષો માટે 1 કરતા વધુ અને સ્ત્રીઓ માટે હોય 0.85 કરતા વધુ હોય તો તે ચીંતાજનક ગણાય છે.ફક્ત કમરનો ઘેરાવો જ જો જોવામાં આવે તો પુરુષોનો ઘેરાવો 40 ઇં. કરતા વધુ અને સ્ત્રીઓમાં 35 ઇંચ કરતા વધુ હોય તો તરત ચેતવું જરૂરી છે.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

આપ અહિયાં આ જે માહિતી વાંચી રહ્યા છો એ હેલ્થ અને ડાયટએક્સપર્ટલીઝા શાહ દ્વારા બતાવવામાં આપેલ છે, તેઓ એક ખુબ અનુભવી એક્સપર્ટ છે, વધુ માહિતી માટે તમને તેમને કોન્ટેક્ટ કરી શકો છો…

ટીપ્પણી