શું તમે જાણો છો વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વિમાન દ્વારા પ્રવાસ કરે છે…

સમગ્ર વિશ્વમાં ૭ ડિસેમ્બરને આંતરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે ઉજવામાં આવે છે, જે ૧૯૯૬ માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા જાહેર કરાયેલ. આ દિવસને વિશ્વના સામાજિક અને આર્થિક વિકાસમાં ઉડ્ડયનના યોગદાનની ઓળખ અને પ્રશંસા માટે ઉજવામાં આવે છે.

આ આર્ટિકલમાં, અમે ૧૫ અકલ્પનિય તથ્યો ઉડ્ડયન વિશે રજુ કરવા જઈ રહ્યા છીએ કે જે તમે કદાચ જાણતા નથી. યાદી આ મુજબ છે:

૧. વિશ્વની સૌથી જૂની એરલાઇન KLM છે. (કોંઈન્ક્લિજકે લુંછતવારત માતશ્ચાપ્પીઝ, અર્થ રોયલ ડચ એરલાઇન્સ). તેની ૧૯૧૯ માં સ્થાપના કરાઈ હતી અને તેની પ્રથમ ઉડાન ૧૭મી મે,૧૯૨૦ ના રોજ એમ્સ્ટર્ડમ અને લંડન વચ્ચેની હતી.

૨. ભારતની સૌથી જૂની એરલાઇન ટાટા એરલાઇન્સ છે કે જે ૧૯૩૨ માં JRD ટાટા દ્વારા સ્થપવામાં આવી હતી, અને તે ૧૯૪૬ માં એર ઇન્ડિયા બની.

૩. પાયલોટ્સ અને સહ-પાયલોટ્સ એ જ ખોરાક ખાતા નથી કારણેકે જો કોઈ ખોરાકની જેરથી પીડાય છે, તો અન્ય વ્યક્તિ વિમાન ઉડાવી શકે છે.

 

૪. તે અલાસ્કા એરલાઇન્સ હતી, જેણે ૧૯૯૯ માં ઈન્ટરનેટ અને ઓનલાઇન ચેક-ઈન શરૂ કર્યું હતું.

૫. ફ્લાઈટમાં તમારા સ્વાદનો ત્રીજો ભાગ થઈ જાય છે એટલે હવે પછી જયારે તમને જે ભોજન પીરસવામાં આવે અને તમને ન ભાવે તો આરોપ મૂકતા પહેલા આ તથ્ય યાદ રાખજો.

૬. વર્ષ ૧૯૮૭ માં, અમેરિકન એરલાઇન્સે કચુમ્બરમાંથી ૧ ઓલિવને દૂર કરીને ૪૦,૦૦૦ મિલિયન ડોલરની બચત કરી હતી, જે તેઓ પ્રથમ વર્ગમાં તેમના ગ્રાહકોને સેવા આપતા હતા.

૭. ખોરાક પર સિંગાપુર એરલાઈન્સનો કુલ ખર્ચ આશરે ૭૦૦ મિલિયન ડોલર છે અને તે વાઈન પર ૧૬ મિલિયન ડોલર ખર્ચ કરે છે.

૮. સરેરાશ, વ્યાપારી ફ્લાઈટની ગતિ ૮૦૦ કિમી/કલાક છે.

 

૯. વિમાનમાં ઓક્સિજન માસ્ક આશરે ૧૫ મિનિટ માટે ઓક્સિજન રાખી શકે છે.

૧૦. સૌથી વધુ સંખ્યામાં આંતરાષ્ટ્રીય મુસાફરો ધરાવતી એરલાઇન રયાનેર છે.

૧૧. વિમાન ટિકિટનો ખર્ચ ૧૯૨૦ માં ૫ ડોલર હતો.

૧૨. સરેરાશ, માત્ર ૨૫ ટકા ગ્રાહકો પ્રથમ વર્ગના ભાડા ચૂકવે છે જયારે બાકીના વારંવાર મુસાફરી કરતા યાત્રીઓ, એરલાઇન કર્મચારીઓ અને ઉત્પાદકો છે.

૧૩. આપણે બધા બ્લેક બોક્સ વિશે સાંભળ્યું છે કે જેમાં ફ્લાઈટ ડેટા રેકોડૅર હોય છે જે એ બધોજ રેકોર્ડ રાખે છે જે કઈ પણ વિમાન દ્રારા થાય આશ્ચર્ય રીતે, બ્લેક બોક્સ ઓરેન્જ રંગ નું હોય છે.

૧૪. વિશ્વની કુલ વસ્તીના માત્ર ૫% જ વિમાન દ્વારા પ્રવાસ કરે છે.

૧૫. વિશ્વનું સૌથી ઊંચું હવાઈ ટ્રાફિક નિયઁત્રણ ટાવર સુવર્ણભૂમિ આંતરાષ્ટ્રીય હવાઈમથક, થાઇલૅન્ડમાં છે અને તેની ઉંચાઈ ૧૩૨.૨ મીટર (૪૩૪ફુટ) છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણી અજાણી વાતો માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી