1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ, જાણો સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ…

આગામી 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ થશે. કેન્દ્રમાં મોદી સરકારનું સરકારનું આ છેલ્લું બજેટ હશે. નાણા પ્રધાન અરુણ જેટલી આ વખતે પાંચમી વખત બજેટ રજૂ કરવાના છે. જોકે, સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન અને નાણા પ્રધાન મોરારજી દેસાઇના નામે છે.

નોંધનીય છે કે ગયા વર્ષથી મોદી સરકારે બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર કર્યો હતો. અગાઉ બજેટ 28 કે 29 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવતું હતું જેમાં મોદી સરકારે ફેરફાર કરી 1 ફેબ્રુઆરી કરી હતી. ગયા વર્ષે પણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

ભારત આઝાદ થયુ ત્યારબાદ પ્રથમ બજેટ તે સમયના નાણામંત્રી આર.કે શણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. આ બજેટમાં કુલ ખર્ચ 197.39 કરોડ રૂપિયા હતો. જેમાંથી 46 ટકા એટલે કે 92.74 કરોડ રૂપિયાનો ખર્ચ ડિફેન્સ મંત્રાલયને ફાળવવામાં આવ્યા હતા.

Arun Jaitley, India’s finance minister, showing a briefcase containing the budget and members of his ministry stand for a photgraph outside his office at the North Block of the Central Secretariat building, which houses the Ministries of Finance and Home Affairs, before leaving to table the budget in parliament in New Delhi, India, on Thursday, July 10, 2014. *** Second Sentence ***. Photographer: Graham Crouch/ Bloomberg *** Local Caption *** Arun Jaitley

1955-56માં રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં પ્રથમવાર કોઇ બજેટમાં કુંવારા અને પરિણીત લોકો માટે અલગ અલગ ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવ્યા હતા. સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભૂતપૂર્વ વડાપ્રધાન અને નાણાપ્રધાન મોરારજી દેસાઇના નામે છે. આટલા વર્ષો બાદ પણ તેમનો રેકોર્ડ હજુ પણ અકબંધ રહ્યો છે.

મોરારજી દેસાઇએ ડેપ્યુટી વડાપ્રધાન તરીકે નાણાવિભાગ સાથે મળીને ચાર વખત બજેટ રજૂ કર્યું છે. જ્યારે નાણા પ્રધાન તરીકે તેમણે છ વખત બજેટ રજૂ કર્યા છે. જેમાં આઠ વાર્ષિક બજેટ અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.
મોરારજી દેસાઇએ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પોતાના પ્રથમ કાર્યકાળમાં 1959-60થી 1963-64 વચ્ચે પાંચ સામાન્ય બજેટ રજૂ કર્યા હતા અને 1962-63માં એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેમની બીજી વખતના કાર્યકાળમાં નાણાપ્રધાન તરીકે તેમણે 1967-68થી 1969-70 વચ્ચે ત્રણ વાર્ષિક અને 1967-68 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ ગાળામાં તેઓ ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં નાણાપ્રધાનની સાથે સાથે નાયબ વડાપ્રધાન પણ હતા.
મોરારજી બાદ સૌથી વધુ બજેટ રજૂ કરનારા નાણા પ્રધાન તરીકે પી. ચિદંબરમનું નામ આવે છે. તેમણે નવ વખત બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી તરીકે ચિદંબરમે 8સામાન્ય બજેટ રજૂ કર્યા હતા જ્યારે એક વચગાળાનું બજેટ હતું. આમ, આખા બજેટની રજૂઆતમાં ચિદમ્બરમ મોરારજીના રેકોર્ડની બરાબરીમાં આવે છે.

સૌથી વધુ બજેટ રજૂ કરવા મામલે ત્રીજા નંબરે પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ નાણા પ્રધાન પ્રણવ મુખરજીનું નામ આવે છે તેમણે સાત બજેટ રજૂ કર્યા છે. ઉપરાંત યશવંત સિંહા, વાય બી ચવાણ અને સીડી દેશમુખ આવે છે. 6 બજેટ રજૂ કરનારા નાણાપ્રધાનોમાં ડો મનમોહનસિંહ અને ટીટી કૃષ્ણમાચારીનો સમાવેશ થાય છે. વેન્કટમરામન અને એચએમ પટેલે ત્રણ વખત બજેટ રજૂ કર્યા છે. જ્યારે 2 બજેટ રજૂ કરવામાં જસવંત સિંહ, વીપી સિંહ, – સી સુબ્રમણ્યમ, જહોન મથાઇ, આરકે શણ્મુગમ શેટ્ટીના નામનો સમાવેશ થાય છે.

દરરોજ જાણી અજાણી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી