આજનો દિવસ :- શ્રી અરવિંદ ઘોષ વિષે આટલું જાણો !!

તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે

– અરવિંદ ઘોષ

શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.-૧૫/૦૮/૧૮૭૨ ના રોજ બંગાળામાં આવેલા કોલકાત્તામાં થયો હતો. પિતાએ તેમને વિલાયત ભણવા મોકલ્યા. અઢાર વર્ષની ઉંમરે તેઓ આઇ.સી.એસ. થયા.પરંતુ તેમનું મન અંગ્રેજોની ગુલામી કરવામાં લાગ્યું નહીં. તેમને યોગસાધનામાં વધારેરસ પડ્યો. એકવીસ વર્ષની ઉંમરે વડોઅદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવ્યા અને પ્રોફેસર તરીકે નિમાયા. ‘કર્મયોગી’અને બંગાળીમાં ‘ધર્મ’ નામનાં બે સાપ્તાહિક પત્રો શરૂ કર્યા.દક્ષિણ ભારતમાં આવેલા પોંડેચેરીમાં સંપૂર્ણ યોગસાધના આશ્રમની સ્થાપના કરી.

? વિસ્તૃત

શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.૧૫/૮/૧૮૭૨ના રોજ કલકત્તામાં આવેલ હુગલી જીલ્લાના કૌન્તવારમાં સવારે ૪.૩૦ કલાકે થયો હતો. પિતાનું નામ ડો.કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા હતું. તેમના પિતા એમ.ડી. થઇ સિવિલ સર્જન તરીકે સેવા આપતા હતા. પાંચ વર્ષની વયે શ્રી અરવિંદ દાર્જીલિંગની અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. સાત વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા.ત્યાં ૧૩ વર્ષ અભ્યાસ કરી ઈ.સ. ૧૮૯૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત ગણાતી આઈ.સી.એસ.ની ઉચ્ચ પરીક્ષા પાસ કરી.જો કે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક્ સમી એ ડીગ્રી માટે ડંખતો રહ્યો. અને તેમણે એ ડીગ્રી ફગાવી દીધી.

આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં શ્રી અરવિંદ સંપૂર્ણપણેભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા. વડોદરામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રોફેસર તરીકે જોડાયા. ઈ.સ.૧૮૯૩ થી ૧૯૦૩ સુધીનો સમય વડોદરાના ગાયકવાડની સેવામાં ગાળ્યા હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. ઈ.સ. ૧૯૧૦માં તેઓ ફ્રાન્સના તાબા હેઠળના પોંડિચેરીમાં ગયા. તેમણે ત્યાં જઈને રાજકારણ શાથેનો છેડો ફાડી નાખ્યો. ઈ.સ. ૧૯૧૪માં તેમણે ‘આર્ય’ નામનું માસિક શરૂ કર્યું. ઈ.સ. ૧૯૦૪માં કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ થયા. ઈ.સ. ૧૯૦૪માં યોગની સાધના શરૂ કરી. વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગી પાસેથી વિદ્યા શીખ્યા.ઈ.સ. ૧૯૦૬માં તે સમયના વાઈસરોય લોર્ડ કર્ઝન બંગાળના બે ભાગલા પાડ્યા. સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા. ‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી.

શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે. ઈ.સ. ૧૯૦૩માં શ્રી અરવિંદ કાશ્મીરના શંકરાચાર્ય પર્વત ઉપર દર્શન કરવા ગયા ત્યારે તેમણે પોતે નિ:સીમ શૂન્યવિહાર કરતાં હોવાનો ભાવ અનુભવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે એકાંતમાં સાધનામાં લાગી ગયા. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને ઈ.સ. ૧૯૧૦થી મહર્ષિ શ્રી અરવિંદ પોંડેચેરીમાં સ્થાયી થયા. આધુનિક ભારતના આ મહાયોગી અને પૂર્ણ યોગના પ્રણેતા શ્રી અરવિંદઘોષનું ૨ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ અવસાન થયું.

? જીવન પ્રસંગ

શ્રી અરવિંદ નાનપણથી જ ખુબ તેજસ્વી હતા. એમના પિતાજીએ અરવિંદ અને એમના બીજા બે ભાઈઓને માન્ચેસ્ટરમાં એમના મિત્ર મિસ્ટર ડ્યુએટને ત્યાં ભણવા મોકલ્યા.

થોડા સમય સુધી અરવિંદ અને તેમના ભાઈઓએ મિસ્ટર ડ્યુએટ પાસેથી શિક્ષણ મેળવ્યું. પણ સંજોગોનુસાર થોડા સમય પછી ડ્યુએટ અને તેમનાં પત્નીને ઓસ્ટ્રેલિયા જવાનું થયું. આથી તેમણે લંડનમાં એક ઘર ભાડે લીધું અને તેમાં પોતાની વૃદ્ધ માતાની સાથે આ ત્રણેય ભાઈઓની રહેવાની વ્યવસ્થા કરી.

ત્રણેય ભાઈઓ લંડનમાં દાદીમાની સાથે રહેતા હતા. એમના પિતાજી દેશમાંથી નિયમિત પૈસા મોકલી શકતા ન હતા. ઘણીવાર તો મહિનાઓ વીતી જાય તો પણ પૈસા આવતા નહીં. પરંતુ દાદીમાં હતાં એટલે ખાવા-પીવાનો કંઈ વાંધો આવતો ન હતો. આમ ત્રણ વરસ તો સારી રીતે નીકળી ગયાં.

પણ એક દિવસ એવો વાંધો પડી ગયો કે બધું જ ઊંધું-ચત્તું થઇ ગયું. એમાં બન્યું એવું કે દાદીમાને ત્રણેય ભાઈઓએ દરરોજ પ્રાર્થના ગાઈને સંભળાવવી પડતી. તેમજ પ્રાર્થના પછી ધર્મગ્રંથમાંથી એક પાનું મોટેથી વાંચીને સંભળાવવું પડતું. આ વાંચવાનું કામ મોટે ભાગે ભાઈ બિનયભૂષણ જ કરતા. પણ તે દિવસે વચલા ભાઈ મનમોહને વાંચ્યું. એ દિવસે મનમોહનનો મિજાજ ઠેકાણે ન હતો. ધર્મગ્રંથ વાંચતા પહેલા એ મોટેથી બોલ્યા, ” ધર્મગ્રંથમાં જે લખ્યું છે એ પ્રમાણે લોકો ચાલતા તો નથી અને વાંચ વાંચ કરે છે.”

આ સાંભળીને દાદીમાં કાળઝાળ થઇ ગયાં. એમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. બોલ્યા, “અરેરે, તમે આવા હળહળતા નાસ્તિક છો.! ધર્મગ્રંથનું આવું અપમાન કરો છો ? જાવ, હવે મારે તમારી સાથે રહેવું નથી. હું આ ચાલી” અને તેઓ તો સાચેસાચ પોતાનો બધો સામાન લઈને બીજે રહેવા જતાં રહ્યા.

અને તે દિવસથી ઘર ચલાવવાનો બધો જ ભાર ત્રણે ભાઈઓના માથે આવી પડ્યો. હવે ઘરનું ભાડું કોણ ભરશે ? ફી ભરવાનાય પૈસા નથી, તો ખાવા-પીવાના પૈસા ક્યાંથી કાઢશું ? આમ અનેક મુશ્કેલીઓ તેમને ઘેરી વળી. ભાડું ભરવાના પૈસા ન હોવાથી ઘર ખાલી કરી દેવું પડયું.

મોટાભાઈ બિનયભૂષણે લિબરલ ક્લબની ઓફિસમાં અઠવાડિયાના પાંચ પાઉન્ડની નોકરી શોધી લીધી. એને ક્લબની પાછળ એક ભંડકિયા જેવો ઓરડો હતો, એમાં રહેવા આપ્યું. ખરેખર તો એ ઓફિસનું ગોડાઉન હતું. હવા ઉજાસનું નામ નહી. લંડનની કાતિલ ઠંડીની સામે ગરમાવો આપે તેવી ‘ફાયર પ્લેસ’ ની પણ કોઈ વ્યવસ્થા નહોતી. કારણ કે આ ઓરડો સામાન ભરવા માટેનો હતો. માણસોને રહેવા માટેનો નહીં. આ ઉપરાંત, ત્યાં ટ્રેનોની સતત અવર-જવરનો ઘોંઘાટ ચાલુ જ રહેતો.

પણ શ્રી અરવિંદ હિંમત ન હાર્યા. આવા ભંડકિયામાં, સતત થતા ઘોંઘાટની વચ્ચે રહી એમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. આ ઉપરાંત, એ ઓરડીમાં રહીને તેઓ ઇટાલિયન, રશિયન, સ્પેનિશ, જર્મન અને ગ્રીક ભાષાઓ પણ શીખ્યા. એટલું જ નહી, પણ એમણે સમગ્ર સ્કૂલમાં શ્રેષ્ઠ સાહિત્યના લેખન માટે અપાતું ‘બટરવર્થ પ્રાઈઝ’ અને ઇતિહાસ માટે અપાતું ‘વુડવર્થ પ્રાઈઝ’ પણ મેળવ્યું. અને સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની સ્કોલરશીપ પણ મેળવી.

? ભગિની નિવેદિતા

અરવિંદ ઘોષ – “એકવાર ગાંધીજીએ કહેલું કે ભગિની નિવેદિતા અસ્થિર અને ચંચળ સ્વભાવના છે…”

નિવેદિતા હસ્યાં. કહે – “ભારતને પ્રાણપણે ચાહવું તે અસ્થિરતા હોય તો હું જરૂર અસ્થિર છું…”

? બર્નાર્ડ શૉ સાથે મુલાકાત

બર્નાર્ડ શૉ નામના એક લેખક અને મહાન intelligent giant જેને કહીએ એવા poet થઈ ગયા. તે માણસે મહામુસીબતે અરવિંદ ઘોષની મુલાકાત મેળવી. ઘણા પ્રયત્ને મુલાકાત આપી. અરવિંદ ઘોષ ના પાડતા હતા કે મળીને શું કામ છે? તમે જે વાત કહેવી હોય તે લખીને મોકલી દો હું જવાબ આપી દઈશ. બર્નાર્ડ શૉ કહે કે ના, હું રૂબરૂ કહું તો જ મને ઠીક પડે. પછી ગાંધીજીની ભેગા થઈને થોડો પ્રયત્ન કર્યો ત્યારે થોડી મુલાકાત આપી. તો બર્નાર્ડ શૉએ વાતવાતમાં એમ ઉચ્ચાર્યું કે There is no season for a man to be corrupt. માણસ સંત જેવો લાગતો હોય, પણ ક્યારે કાંઈ જુદી જ કે વિરુદ્ધ જાતનો થઈને ઊભો રહે એના માટે કોઈ ઋતુ નથી. માણસ ક્યારે બગડે એની ઋતુ નથી. ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે, એક સુધારો અંદર ઉમેરી લો. તો કહે શું? An enlightened person is an exception in this matter.

Enlightened person can never become corrupt. એનો અર્થ એ કે મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત હોય તેને કોઈ પણ સીઝન કે કોઈ પણ ઋતુ કે કોઈ પણ સંજોગોમાં બગડવાનો કે પતન થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

? આગાહીઓ

૧૫મી ઓગસ્ટ એ મહર્ષિ અરવિંદ ઘોષ નો પણ જન્મ દિવસ છે . એમણે આગાહી કરી હતી કે ૧૫મી ઓગસ્ટને દિવસે જ દેશ આઝાદ બનશે અને એ સાચું પણ પડ્યું.

મહર્ષિ અરવિંદ ઘોષે જેમ ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે એક સ્વતંત્ર દેશ બનશે એવું ભવિષ્ય ભાખ્યું હતું એવું જ બીજું ભવિષ્ય ભાખતાં એમણે ઈ.સ. ૧૯૦૦ ની
શરૂઆતના વર્ષ દરમ્યાન કહ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પછી ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગ બતાવી વિશ્વ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે.

આવા એક મહા યોગી મહર્ષિ અરવિંદને આજના એમના જન્મ દિવસે હાર્દિક પ્રણામ!!

? જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે.

– શ્રી અરવિંદ ઘોષ

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન અને સંકલન :— Vasim Landa ☺The-Dust Of-Heaven ✍

ટીપ્પણી