આજનો દિવસ :- અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ

(જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.

? થોડુ વધારે પણ અગત્યનુ

શ્રી એ.પી.જે. અબ્દુલ કલામને અંજલી

નવી દિલ્હીઃ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામની આજે બીજી પૂણ્યતીથી છે. ગત 27 જૂલાઇ 2015ના રોજ શિલોંગમાં લેક્ચર આપતી વખેત તેઓ ઢળી પડ્યાં હતાં. હૃદય રોગના હુમલાથી તેમનુ મૃત્યુ થયું હતું. અબ્દુલ કલામ જેવા ભારત રત્નની ખોટ પૂરી શકાય તેમ નથી. તેમનુ યોગદાન અમૂલ્ય રહ્યું છે. જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ કાર્યરત રહ્યાં છે.

તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ રામેશ્વરમમાં થયો હતો. ગરીબીમાં ઉછરેલા અને પોતાની મહેનત અને બુદ્ધિકૈશલ્યની આગળ આવેલા ડો.એપી.જે. અબ્દુલ કલામે વૈજ્ઞાનિક તરીકે તો આગવી ઓળખ ઉભી કરી જ હતી. સાથે જ તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે લોકચાહના મેળવી હતી.

અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું.

ભારત રત્‍ન અને મહાન વિજ્ઞાનીક ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ એક સાચા દેશભક્‍ત, આધ્‍યાત્‍મિક મહાપુરૂષ હતા. તેમની સરળતા, સાદગી અને સંવેદનશીલતા જ તેમની આગવી ઓળખ હતી. એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦’માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

? જીવન પ્રસંગો

દેશના પુર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ ઇજરાઇલની મુલાકાતે ગયા હતા ..તેલઅવીવ એક હોટેલમાં તેનો ઉતારો હતો , તે જ દિવસે તેના ઉતારાથી નજદિક પેલેસટાઇની આંતકવાદીઓએ બોંબ ધડાકો કર્યો અને કેટલાક ઇજરાઇલી નાગરિકો તેમાં માર્યા ગયા હતા…કલામસાહેબે બીજે દિવસે ત્યાંનું ન્યુઝપેપર વાંચ્યું તેને એમ હતું કે આવડો મોટો આંતકી હુમલો થયો છે એટલે આ સમાચાર પહેલા પાને હેડલાઇનમાં હશે..પણ તેના આશ્ચર્ય વચ્ચે પહેલા પાના ઉપર મુખ્ય સમાચાર એ હતા કે એક ખેડુતે સાવજ રણપ્રદેશમાં પોતાની જમીન ઉપર સુંદર બગીચાનું નિર્માણ કર્યુ તેનો અને ખેડુતનો ફોટો હતો …બીજા પાને..ત્રીજા પાને ..ચોથા પાને પણ ધડાકાના સમાચાર નહીં ,,છેક પાંચમાં પાને એક ખુણામાં માત્ર થોડી લાઇનોમાં બોંબધડાકાના સમાચાર હતા….

કલામસાહેબે વિચાર્યું કે જો આ બનાવ મારા દેશમાં બન્યો હોત તો.?..બધાજ છાપા વાળાઓએ પેહેલા પાને મોટી મોટી હેડલાઇનસ બનાવીને આ સમાચારમાં મીઠું મર્ચુ ભભરાવીને પ્રકાશિત કર્યા હોત…અને ચેનલવાળાઓએ તો આખો દિવસ આ સમાચાર અલગ અલગ રીતે બતાવ્યા હોત …અને તેમાં કદાચ એવું પણ ઉમેરી દે કે ભારતનાં રાષ્ટ્રાપતિને મારી નાખવાનું કાવતરૂ વિદેશી ધરતી પર ધડાયું હોવાનું જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.

? ડો.એ.પી.જે અબ્દુલ કલામ સારંગપુરમાં

ડો.એ.પી.જે અબ્દુલ કલામ તા.20મી જુન 2015ના રોજ સારંગપુર પધાર્યા હતા. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ સાથેની આધ્યાત્મિક યાત્રા પર એમણે લખેલા પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’નું પ્રમુખસ્વામી મહારાજના હસ્તે વિમોચન કરાવવા તેઓ ખાસ દિલ્હીથી સારંગપુર આવ્યા હતા. જુન મહીનો હોવાથી ગરમી પણ ખુબ હતી આવી ગરમીમાં પણ હેલીકોપ્ટરની વ્યવસ્થા હોવા છતા અમદાવાદથી સારંગપુર મોટરમાર્ગે જ આવ્યા.

પ્રમુખસ્વામી મહારાજ સાથેની મુલાકાત બાદ એક સભા થઇ જે બપોરે 2 વાગે પુરી થઇ. સભા પુરી કરીને ડો.કલામ બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગામડાનો એક સાવ સામાન્ય છોકરો સલામતી કોર્ડન તોડીને ભીડમાંથી આગળ આવ્યો. ડો. કલામનું ધ્યાન ગયુ એટલે એણે આ ગામડીયા છોકરાને નજીક બોલાવ્યો. છોકરાએ પોતાના પેન્ટના ખીસ્સામાંથી ડુચો વાળેલો એક કાગળીયો કાઢ્યો અને ડો.કલામના હાથમાં આપીને ઓટોગ્રાફ આપવા વીનંતી કરી. ડો. કલામે ડુચો વાળેલો એ કાગળ હાથમાં લઇને એને ખોલ્યો. બીજા પાસેથી પેન લીધી અને દીવાલ પર કાગળ રાખીને એના પર ઓટોગ્રાફ આપ્યા. કાગળ બાળકના હાથમાં આપ્યો એટલે એણે તો પાછો કાગળનો ડુચો વાળીને ખીસામાં મુકી દીધો. બધાને આ છોકરા પર ખુબ ગુસ્સો આવ્યો પણ ડો.કલામે એને સ્માઇલ આપ્યુ.

બાજુમાં જ ઉભેલા બ્રહ્મવિહારી સ્વામીને કહ્યુ, ” બાળકને ક્યારેય નીરાસ ન કરવું કારણકે આ ધરતી પરના એના શરુઆતના દિવસો હોય છે. જો બાળક સાથે ખરાબ વર્તન કરીએ તો એને એવી છાપ ઉભી થાય કે દુનિયા ખરાબ છે માટે એની સાથે પ્રેમપૂર્વક જ વર્તવું જોઇએ.”

ડો. કલામ જ્યારે સારંગપુર મંદીરેથી વિદાય લઇ રહ્યા હતા અને ગાડીમાં બેસવા માટે જતા હતા ત્યારે એક 90 વર્ષના વૃધ્ધ આગળ આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. ડો.કલામનું ધ્યાન ગયુ એટલે વૃધ્ધને આગળ બોલાવ્યા. દાદાએ આગળ આવીને કહ્યુ, ” મારા પૌત્રને આપની સાથે ફોટો પડાવવાની બહુ ઇચ્છા છે.” ડો. કલામે એમની ઇચ્છા પણ પુરી કરી. એમના પૌત્રને બોલાવીને એમની સાથે ફોટો પડાવ્યો. વૃધ્ધ ખુશ ખુશ થઇ ગયા.

સાથે રહેલા બ્રહ્મવિહારી સ્વામી તરફ જોઇને ડો. કલામે કહ્યુ, ” જીવનમાં ક્યારેય વૃધ્ધોને પણ નીરાસ ન કરવા કારણકે આ ધરતી પરના એના અંતિમ દિવસો હોય છે. આ દુનિયામાંથી વીદાય લેતી વખતે એ પ્રસન્ન ચીતે વિદાય લેવા જોઇએ માટે વૃધ્ધો સાથે સન્માનપૂર્વક વર્તવું”.

? મિત્રો, બાળકો અને વૃધ્ધો સાથેનું આપણું વર્તન કેવુ હોવુ જોઇએ અને શા માટે એવુ હોવુ જોઇએ ? આ વાત ડો. કલામે એના જીવન દ્વારા કેટલી સહજતાથી સમજાવી દીધી. જીવનમાં ક્યારેય બાળકને કે વૃધ્ધને નીરાસ ન કરીએ. બાળકને ભરપૂર પ્રેમ આપીએ અને વૃધ્ધોને ભરપૂર આદર આપીએ.

? અત્યારે પાક રમઝાન માસ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ઇફતાર પાર્ટીઓના આયોજનો પણ થાય છે ( ઇફતાર પાર્ટી એટલે સાવ સરળ રીતે કહીએ તો રોજુ છોડ્યા પછી ભોજન માટે સગાસંબંધીઓ કે મિત્રોને બોલાવવામાં આવે અને મોટો જમણવાર રાખવામાં આવે તે ) ત્યારે ડો.કલામના જીવનની આ સત્ય ઘટના આપ સૌ મિત્રો માટે.

2002ના વર્ષની આ વાત છે.

ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે ભારતના રાષ્ટ્રપતિનો હોદો સંભાળ્યો અને થોડા સમય બાદ પવિત્ર રમઝાન માસ આવ્યો. વર્ષોથી રાષ્ટ્રપતિ ભવનની એક પ્રણાલીકા રહી છે કે રમઝાન માસમાં ભારતના રાષ્ટ્રપતિ દેશની ગણમાન્ય મોટી-મોટી હસ્તીઓને ઇફતાર પાર્ટી આપે.

આ વખતે તો રાષ્ટ્રપતિ પોતે જ મુસ્લીમ હતા એટલે રમઝાનની ઇફતારનું જોરદાર આયોજન કરવાનું રાષ્ટ્રપતિ ભવને નક્કી કર્યુ. ડો.કલામે એમના મિત્ર જેવા પી.એમ.નાયરને કહ્યુ, “આ ઇફતાર પાર્ટીમાં તો બધા ધનિક લોકો જ આવે. એ લોકોને જમાડો કે ન જમાડો એનાથી શું ફેર પડવાનો. આપણે ઇફતાર પાર્ટી કરીને આવા ધનવાનોને નથી જમાડવા એ તો રોજ સારુ-સારુ જમે જ છે. આપણે અનાથાલયના બાળકોને સરસ ભોજન કરાવીએ. તમે તપાસ કરો કે ઇફતાર પાર્ટીનું આયોજન કરીએ તો એનો કેટલો ખર્ચો થાય ?”

પી.એમ.નાયરે આ બાબતે તપાસ કરી અને ડો.કલામને કહ્યુ,”સર, ઇફતાર પાર્ટી માટે લગભગ 22 લાખ જેટલો ખર્ચો થાય”. ડો.કલામે કહ્યુ, “તમે ટીમ બનાવો અને અનાથાલયોના બાળકો માટે કપડા, ધાબળા, મિઠાઇ વગેરેની વ્યવસ્થા કરાવો. આપણે નાના-નાના બાળકોને રાજી કરવા છે. બાળકો રાજી થશે તો અલ્લાહ રાજી જ છે. ગરીબ ઘરના બાલકોની ખુશી એ જ આપણા માટે ઇફતાર પાર્ટી.”

પી.એમ.નાયરે સુચના મુજબ બધી તૈયારી શરુ કરાવી. ડો.કલામે નાયરને બોલાવીને વધારાનો એક લાખનો ચેક આપ્યો અને કહ્યુ, ” નિયમ મુજબ સરકારી તિજોરીમાંથી તો ખર્ચો કરવાના જ છો પણ આ નાની એવી રકમ હું મારી અંગત બચતમાંથી આપુ છું. બીજા કોઇને આ વાત ન કરતા. આ રકમ પણ બાળકો માટે વાપરો”

ડો. કલામ 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. મુસલમાન હોવા છતા આ પાંચ વર્ષનાસમયગાળા દરમ્યાન એણે એક પણ ઇફતાર પાર્ટી રાખી નથી. દર વર્ષે ઇફતાર પાર્ટી પાછળ કરવાનો ખર્ચ ગરીબ બાળકોને રાજી કરવા માટે કરવામાં આવતો હતો.

? તમે કદાચ એ સમાચાર તો વાંચ્યા હશે કે ડો.કલામે એના 50 સગા સંબંધીઓને દિલ્હી જોવા માટે બોલાવેલા પરંતું એ ખબર નહી હોય કે આ 50 જણાના રહેવા જમવાનો ખર્ચ સરકારી તીજોરીમાંથી નથી ચૂકવાયો પરંતું ડો.કલામે એની અંગત બચતમાંથી 2 લાખ ચૂકવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના ઇતિહાસમાં એવુ પહેલીવાર બન્યુ હતુ કે રાષ્ટ્રપતિના મહેમાનોનો ખર્ચ રાષ્ટ્રપતિએ પોતે જ ભોગવ્યો હોય.

? એક ખાસ વાત

? કલામ સાહેબ રાષ્ટ્રપતિ તરીકે કામગીરી સંભાળી હતી.

કાર્યકાળ
૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૫ જુલાઇ ૨૦૦૭

તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે લોકચાહના મેળવી.

? સૌથી સક્રિય રાષ્ટ્રપતિ

? સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ

? અન્ય ખાસ નોંધ :-

આજ દિવસ અંગે ૨૫ જુલાઇ

૧૯૯૭ – કે.આર.નારાયણન, ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.

૨૦૦૭ – પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી