અબ્દુલ કલામ સાહેબની અંતીમ વિધી સમયે જોયેલી એતિહાસિક ઘટના…બહુ ઓછા લોકો જાણે છે…Salute !!!!

0
5

હું ભારતના પુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ ની અંતીમ વિધી ટીવીપર જોતો હતો…..ત્યારે એક દ્રષ્ય જોયેલું, જેણે મગજમાં એક ઉઁડી છાપ છોડેલી,ભારતીય તરીકેની ખુમારી,ગર્વ, દેશાભિમાન,અને સ્વાભિમાન આ એક દ્રષ્યને જોતાં પગથી માથા સુંધી એક ઝણઝણાટી લાવી ને શરીરમાં ચેતના જગાવી ગયેલું…..

દ્રશ્ય હતું…….

કલામ સાહેબનો નશ્વરદેહ પરંતુ ઈતિહાસમાં સાશ્વત બનેલા દેહને ભારતના રાષ્ટ્રધ્વજ માં લપેટી અંતીમ દર્શન માટે રખાયેલો હતો…
ઘણાં બધા મહાનુભાવો એક પછી એક આવતા ગયા, એક વ્હીલચેર માં એરફોર્સના માર્શલ પુરા એરફોર્શ લીબાસમાં આવ્યા, ઉંમર 96 વર્શ , ચમકતો ચહેરો, આ ઉંમરે પણ બાજ જેવી નજર, અને સૌથી ધ્યાન ખેંચે તેવી એ વાત કે એમના ડ્રેસ પર લટકાવેલા પાંચ સ્ટાર…..હા એ હતા માર્શલ અરજન સિંગ… 1965ના યુધ્ધના લડવૈયા……

વ્હીલચેર પર બેઠેલા આ મહાનુભાવ તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગયા, હાથ મીલાવી તેમણે વ્હીલચેર અબ્દુલ કલામ સાહેબના દેહ સુંધી લઈ જવા કહ્યું, એરફોર્સના એક જવાને વ્હીલચેર પકડી.પણ માર્સલ અરજન સિંગે ના કહી. બે ધ્રુજતા હાથને ખુરશીના હાથા પર રાખી તે ઉભા થયા, લાકડીના સહારે ધીરી પણ મક્કમ ચાલ થી તેઓ કલામના દેહ સુંધી પહોચ્યા,સહાયકને વોકીંગ સ્ટીક આપી, સહાયકે આપેલા ફ્લુનરલ બ્લેથને દેહના પગ પાંસે થોડા ઝુકીને મુક્યો…..

પછી ધીરેથી ટટ્ટાર થઈ ને એક લશ્કરી અદાથી સેલ્યુટ કરી…. વાતાવરણ સ્તબ્ધ હતું, કેમ ન હોય એક 96 વર્શના ફાઈવસ્ટાર માર્સલની આ પંચતારક ખાનદાની સલામ હતી, ભારતના મીસાઈલ મેન વિજ્ઞાનીને, એક યોધ્ધાની અંતીમયાત્રા પર નિકળેલ વિજ્ઞાનીને સલામ હતી…

સુતેલો દેહ મુસ્લીમ ન હતો, સલામી આપનાર શીખ ન હતો, અને આ દ્રશ્ય જોનાર સહું હીન્દુકે ખ્રિસ્તી ન હતા, બધા ભારતીય હતા..

સુતેલા વિજ્ઞાનને સલામ આપતુ એરફોર્સ….એક 96 વર્શનો યોધ્ધો……
દેશ નિશ્ચીંત રહેછે આવા વિજ્ઞાનીઓ અને યોધ્ધાઓથી……

અલવિદા ફાઈવસ્ટાર માર્શલ અરજનસિંગ….. આજે આપનીજ અદાથી આપને એક ભારતીયની સલામ….

એક યોધ્ધાને સલામ, ઈતિહાસ આપને ક્યારેય નહી ભુલે….
ક્યારેક સમાચારનું એક મિનીટનું દ્રષ્ય પણ ઐતિહાસિક હોય છે.

લેખક : અનીલ કુમાર ચૌહાણ !!

જો આપ ને એક સાચા ભારતીય હોવાનું ગૌરવ હોય તો આ પોસ્ટ અચૂક શેર કરજો !!!

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here