શ્રીદેવીના નિધનથી સમગ્ર બોલીવુડની નામી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા કર્યું ટ્વીટ

બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીનું હાર્ટ એટેકને કારણે નિધન

“હવા હવાઈ કરતી કરતી આવીને ચાલી ગઈ,
ચાંદની બનીને જે સૌના દિલમાં સમાઈ ગઈ,
તેની જિંદગીની સફર હતી બસ આટલી જ,
બોલીવુડને ઝાટકો આપી આમ અચાનક જીવનથી એ રિસાઈ ગઈ…!!

શ્રીદેવીનું મ્રત્યુ એ ખરેખર બોલીવુડ અને તેમના ફેન્સ માટે આંચકો પુરવાર થયું. ચોપન વર્ષની ઉમરે હ્રદયરોગના હુમલાને કારણે તેમનું દુબઈમાં મૃત્યુ થયું. બોલીવુડના પહેલા મહિલા સુપરસ્ટાર તરીકે શ્રીદેવીને નવાજવામાં આવ્યા હતા.. એસી અને નેવુંના દાયકામાં તેમણે દર્શકોના દિલ પર રાજ કરેલું.. અને છેલ્લા અમુક વર્ષોથી ઈંગ્લીશ-વિન્ગ્લીશ અને મોમ જેવી એક્સ્પરીમેન્ટલ ફિલ્મ્સ કરીને તેઓએ વિવેચકોને પણ ચોંકાવી દીધા હતા.

શ્રીદેવી બોલીવુડમાં આવ્યા એ પહેલા તેઓએ અઢળક તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ ફિલ્મ્સ કરી હતી અને તેઓ અમ્મા યંગર અય્પ્ન્નના નામથી ઓળખાતા..૧૯૬૦માં એક્ટિંગની શરૂઆત કર્યા બાદ તેઓને ૧૯૭૧ તેમની મલયાલમ ફિલ્મ માટે “બાળ કલાકાર” તરીકે પહેલો એવોર્ડ મળ્યો.. 1978માં તેમની પહેલી હિન્દી ફિલ્મ નામે “સોલવા સાવન” રીલીઝ થઇ હતી.  ત્યારબાદ તેમની સફર વણથંભી રીતે ચાલતી ગઈ.. અને ૨૦૧૩માં તેમને ભારત સરકાર તરફથી પ્દ્શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા..

 તેમની યાદગાર ફિલ્મ્સમાં સદમા, ચાંદની, હિમ્મતવાલા, ચાલબાઝ, મિસ્ટર ઇન્ડિયા, નગીના, મવાલી, તોહફા અને ગુમરાહનો સમાવેશ થાય છે.. શ્રીદેવીએ ઓન સ્ક્રીન અનીલ કપૂર સાથે સૌથી વધારે ફિલ્મ્સ આપી છે અને તે સુપરહીટ રહી છે. તેમના લગ્ન બોની કપૂર સાથે થયેલા.. જેઓએ તેમની મોટાભાગની હીટ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી છે. જુદાઈ પિકચરમાં કામ કર્યા બાદ તેઓએ ફિલ્મ્સમાંથી પંદર વર્ષનો બ્રેક લીધો હતો. ૨૦૧૮નાં ડીસેમ્બરમાં રીલીઝ થનારી શાહરૂખ ખાનની ફિલ્મ “ઝીરો”માં તેમણે ગેસ્ટ અપીયરંસ આપ્યો છે.

શ્રીદેવીના મૃત્યુના સમાચાર સાંભળી બોલીવુડ શોકમગ્ન છે.

અહી અમુક જાણીતા કલાકારો વડે કરાયેલી ટ્વીટસ ટાંકવામાં આવી છે.

અમિતાભ બચ્ચન : “કોણ જાણે કેમ એક અજીબ જેવી ગભરામણ થાય છે”
આમીર ખાન : “હું આ સમાચાર સાંભળી ઘણો આઘાતમાં છું. હું હમેશાથી તેમના કામથી પ્રભાવિત થયો છે. એ ઉપરાંત તેમની સુંદરતા પણ અનન્ય હતી. મેમ, આપને સહુ પ્રેમ અને આદરથી હમેશા યાદ કરતા રહેશે.”
માધુરી દીક્ષિત : “ઉઠી ત્યારે શ્રીદેવીના મૃત્યુના આઘાતજનક સમચાર સાંભળ્યા. દુનિયાએ એક ઉત્તમ અદાકારાને ગુમાવ્યા છે. તેઓ તેમની પાછળ તેમના અભિનયનો અપર્તિમ વારસો છોડતા ગયા છે.”
પ્રિયંકા ચોપરા : “હું નિશબ્દ બની ગઈ છું.. આજે એક કાળો દિવસ છે”
શેખર કપૂર : “એવું લાગે છે કે એક દાયકો ચાલ્યો ગયો. એક સુંદર આરંભનો અંત થયો.”
રીતેશ દેશમુખ : “આઘાતજનક સમાચાર.. હું હજુ પણ શોકમાં છું.”
સુસ્મિતા સેન : “હમણાં જ શ્રીદેવી મેમ વિશે સાંભળ્યું.. હજુ પણ શોકમગ્ન છું.. મારું રુદન બંધ નથી કરી શકતી..”
સિધાર્થ મલ્હોત્રા : “હજુ પણ વ્યગ્ર છું.. શ્રીદેવીમેમના મૃત્યુના સમાચાર સાંભળી.”
રજનીકાંત : “હું આઘાતમાં છું. મેં મારી પરમમિત્રને ગુમાવી છે તથા આ ઇન્ડસ્ટ્રીએ એક લેજન્ડને ગુમાવ્યા છે. હું દુખી છું અને તેમના પરિવાર સાથે સતત મારો દિલાસો છે.”

કમલ હાસન : “મેં શ્રીદેવીને એક સુંદર ટીનેજર અભિનેત્રીમાંથી પુખ્ત મહિલા થતા જોઈ છે. તેનું સ્ટારડમ તે ચોક્કસપણે ડિઝર્વ કરે છે. મારા હ્ર્દયમાંથી એ બધી તસ્વીરો પસાર થઇ ગઈ, એ બધી યાદો પસાર થઇ ગઈ જયારે અમે છેલ્લી વખત મળ્યા હતા. સદમાનું એ હાલરડું મને હવે બહુ યાદ આવશે.. શ્રીદેવીને બહુ યાદ કરીશ.”

નીમરત કૌર : “એક અજીબ સુનાપન છવાઈ ગયું શ્રીદેવીના મૃત્યુથી.”
રોહિત રોય : “એક કલાકથી મને આ આપતિજનક સમાચાર મળ્યા છે. ત્યારથી હું હજુ સદમામાં છું. હજુ પણ ફોન હાથમાં લઈને બેઠો છું કે કદાચ સમાચાર મળે કે આ ખોટી વાત હોય.”

વીજે અનુષા : “હજુ પણ આ વાત પર વિશ્વાસ નથી આવતો. તેઓ એક પરી જેટલા સુંદર હતા.”
જાવેદ જાફરી : “આઘાતમાં છું અને વ્યાકુળ થઇ ગયો. અદ્ભુત કલાકાર અને મારા પસંદીતા કલાકાર હતા તેઓ.”
અક્ષય કુમાર : “હું શબ્દોમાં કહી નથી શકતો એટલો દુખી છું. તેઓ દરેકના સ્વપ્સુંદરી હતા. હું ભાગ્યશાળી છું કે મેં તેમની સાથે ફિલ્મ્સ કરી છે.”
અરશદ વારસી : “આ આઘાતજનક અને દુઃખદાયી છે. તેઓ ઘણા યુવાન હતા. કંઇક ખોટું છે. હજુ પણ તેઓ પાસેથી હજુ ઘણું ટેલેન્ટ જોવાનું હતું.”
કાજોલ : “હજુ પણ આઘાતમાં છું. જાણે તેઓ હસતા હોય, વાતો કરતા હોય તેવું લાગે છે. અદ્ભુત અભિનેત્રી. તેમની પાસેથી ઘણું શીખી છું.”

રવિકિશન : “આઘાત.. આઘાત.. બહુ જ દુખદ સમાચાર છે. હું તેમનો બહુ મોટો ફેન છું. હિમ્મતવાલા થી લઈને ઈંગ્લીશ-વિન્ગ્લીશ અને મોમ સુધી.”

ટાઈગર શોર્ફ : “હજુ પણ વિશ્વાસ નથી આવતો કે આટલા હિંમતવાન અને પવિત્ર અભિનેત્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ સાંભળી બહુ દુખ થયું. તેમના પરિવારને દિલાસો.”

શ્રેયા ઘોષાલ : “જાગી ત્યારે શ્રીદેવીના મૃત્યુના સમાચાર આવી ચુક્યા હતા. હજુ પણ વિશ્વાસ નથી આવતો. તેઓ બહુ જલ્દી જતા રહ્યા.. તેમના આત્માને ભગવાન શાંતિ આપે.”

શિલ્પા શેટ્ટી કુન્દ્રા : “હજુ પણ આઘાતમાં છું. આ સમાચારમાંથી બહાર નથી નીકળી શકતી.. તમારા આત્માને ભગવાન શાંતિ આપે. તારી યાદ આવશે શ્રી”


રાજકુમાર રાવ : “હજુ પણ વિશ્વાસ નથી આવતો કે મારા પ્રિય અભિનેત્રી શ્રીદેવીજી હવે નથી રહ્યા. તેમને ઘણી વખત મળ્યો છું. તેઓ દર વખતે તેમનું મમત્વ બતાવતા.. તમે બહુ યાદ આવશો મેમ.”

રવિના ટંડન : “ઊંઘ ઉડી ત્યારે અવિશ્નીય સમાચાર સાંભળવા મળ્યા. બહુ જલ્દી જતા રહ્યા શ્રીદેવી. “શ્રી” તમારી યાદ આવશે. બોનીજી, જાનવી અને ખુશી સાથે મારો દિલાસો છે.”

માહિરા ખાન : “હું ધન્ય છું કે શ્રીદેવીના સમયમાં હું જન્મી. તેમનો ખુબ ખુબ આભાર આટલી અદ્ભુત ફિલ્મ્સ માટે. આવા અદ્ભુત જાદુ માટે.”

અદિતિ રાવ હૈદરી : “દુખદ અને આશ્ચર્યજનક સમાચાર છે. તેઓ હંમેશ ચમકતા રહેશે. તેમના પરિવારને અને ફેન્સને મારો દિલાસો છે.”
કુમાર શાનું : “આઘાત મળ્યો સમાચાર જાણીને.. પ્રભુ શ્રીદેવીના આત્માને શાંતિ આપે”

હંસિકા મોટવાની : “આઘાતમાં છું. આ સત્ય હોઈ જ નાં શકે. આ હિન્દી સિનેમાનો કાળો દિવસ છે. તેઓ એક લેજન્ડ હતા. તેઓ અદ્ભુત અદાકાર હતા. હું નિશબ્દ બની ગાય છું. ક્યાં શબ્દોમાં શું કહું તે નથી સમજાતું.”

અજય દેવગણ : “હજુ પણ વિશ્વાસ નથી આવતો. તેઓ આઇકોનિક હતા.”
નાવાઝુદીન સીદીકી : “હાર્ટબ્રેકીંગ ન્યુઝ છે શ્રીદેવનું મૃત્યુ.. દુનિયાએ એક અદ્ભુત અદાકારાને ગુમાવ્યા છે. તેમના પરિવારને સહારો.”

આ સિવાય બીજા અનેક રાજકારણીઓ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ પણ તેમના મૃત્યુ પર આઘાત જતાવ્યો છે.

નરેન્દ્ર મોદી : “શ્રીદેવીના મૃત્યુથી ઉદાસ થયો છું. તેઓ હિન્દી સિનેમાના અદ્ભુત અભિનેત્રી હત અને જેમના દરેક પરફોર્મન્સ યાદગાર રહ્યા છે. મારો દિલાસો તેમના પરિવાર સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”

શ્રીદેવીના મૃત્યુ સમયે તેમની દીકરી ખુશી અને પતિ બોની કપૂર તેમની સાથે દુબઈમાં હતા. તેમની મોટી દીકરી જાનવી કરણ જોહરની આવનારી ફિલ્મ “ધડક”માં અભિનેત્રી તરીકે પોતાના કરિયર શરૂઆત કરવાની હોઈ તે મુંબઈમાં હતી.
દુબઈ ખાતે તેઓ તેમના ભત્રીજા મોહિત મારવાહના લગ્ન માટે ગયેલા..
શ્રીદેવી ભારતના દરેક યુવાનની સ્વપ્ન્સુન્દરી હતા. તેઓએ અનેક યાગાર રોલ કરેલા છે અને પરફોર્મન્સ આપેલા છે. તેઓ હમેશા સહુના દિલમાં રહેશે. તેમની અંતિમયાત્રા મુંબઈમાં થશે. અને સાંજે પાંચથી છની વચ્ચે તેમના શબને પ્રાઈવેટ જેટમાં મુંબઈ લાવવામાં આવશે.

લેખન.સંકલન : આયુષી સેલાણી 
 
ફિલ્મી  જગતને લગતા ન્યુઝ વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી