મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? – ગરુડ પુરાણમાં લખેલી કેટલીક રસપ્રદ અને રોમાંચક વાતો…

ગરુડ પુરાણ પ્રાચીનકાળનાં ગ્રંથ માંથી એક છે.  આ ગ્રંથમાં વર્ણવેલ વાતોનું  મહત્વ શું છે તે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ. આ સાથે શરીર માંથી મૃત્યુ બાદ આત્મા ક્યા જાય છે તે અંગે પણ માહિતી આપીશુ. આ દરેક વાત શાસ્ત્રોને અનુસરીને જણાવવામાં આવી રહી છે. ગરુડ પુરાણમાં લખેલા કેટલીક  રસપ્રદ અને રોમાંચક વાતો જણાવા માટે વાંચતા રહો આગળ.

આપણાં હિંદુ ધર્મમાં કોઈની મૃત્યુ બાદ ઘર અને પરિવારનાં લોકો બ્રાહ્મણ દ્વારા ગરુડ પુરાણનો પાઠ કરતા હોય છે. આ પૌરાણિક કથામાં ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડમાં મૃત્યુ સાથે સંબંધિત અકલ્પનિય ગુપ્ત વાતો જણાવી છે. મનુષ્યનાં મૃત્યુ પછી આત્મા યલામોક પર કેવી રીતે જાય છે, તેનું વિગતવાર વર્ણન ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે.

આવી રીતે નીકળે છે શરીરમાંથી પ્રાણ

ગરુડ પુરાણ અનુસાર જ્યારે મનુષ્યનાં શરીર માંથી જયારે જીવ જતો હોય છે ત્યારે તે વાત  કરવા ઈચ્છતો હોય છે, પરંતુ તેની બધી ઇન્દ્રિયો નષ્ટ થઈ જાય છે, જેથી તે જડ થઈ જાય છે અને કોઈ પણ ક્રિયા કરી શકતું નથી. ત્યાર બાદ તેનાં મોઢા માંથી ફીણ બહાર આવી જાય છે અને લાળ ટપકવા લાગે છે. તે સમયે ભયાનક ચહેરા સાથે અને માટી આંખો બાળા બે યમદૂત પ્રકટ થાય છે અને તેમનો હથિયાર તેમનાં નખ હોય છે. તેમનાં હાથમાં દંડ હોય છે અને વિકરાળ રુપ વાળા યમનાં દૂતને જોઈને મનુષ્ય ભયભીત થઈને મળ-મૂત્રનું ત્યાગ કરી દે છે. તે સમયે આત્મા શરીરને ત્યજી દે છે અને યમદૂત આત્માને પકડી લેતા હોય છે.

યમદૂત આવી રીતે ભય ઉત્પન્ન કરતા હોય છે

પ્રાચીન ગ્રથમાં વર્ણવ્યું છે કે યમદૂતો આત્માને ઘસડીને યમલોક સુધી લઈ જતા હોય છે. યમલોક લઈ જવાનાં સફરમાં પાપી પ્રાણને યમદૂતો કષ્ટ આપતાં હોય્ છે અને નરકમાં તેમની ઉપર આચારવામાં આવતા દુઃખો વિશે વારંવાર જણાવે છે. યમદૂતોની આવી ભયંકર વાતો સાંભળીને આત્મા જોર જોરથી રડવા લાગે છે, પણ તેમની ઉપર કોઈ દયા ભાવના કરવામાં નથી આવતી.

આટલી પીડા સહે છે આત્મા         

મૃત્યુ બાદ મનુષ્યની આત્મા અંગુઠાનાં  માપ જેટલી હોય છે. યમદૂતોથી ડરીને આત્મા કંપારતા  પોતાનાં જીવનકાળ દરમિયાન કરેલા પાપોને યાદ કરતાં નરક તરફ જાય છે. જ્યારે આત્મા આગની જેમ ગરમ હવા અને ગરમ રેતી પર નથી આગળ વધી શકતો ત્યારે યમદૂત તેની પીઠ ઉપર ચાબૂક મારીને આગળ લઈ જાય છે. દરેક સ્થાને બેભાન થઈને આત્મા પડી જતો હોય છે અને વળી પછો ઊઠીને ચાલવા લાગે છે. આ રીતે યમનાં દૂતો મનુષ્યનાં જીવને અંધકાર ભર્યા રસ્તાથી યમલોક લઈ જતા હોય છે.

યમલોક

ગરુડ પુરાણ મુજબ યમાલોક એ ૯૯ હજાર યોજન દૂર છે. યોજન એટલે કે વૈદિક અવધિની લંબાઈને માપવાની એક રીતે. એક યોજન ચાર કોસની બરાબર હોય છે, એટલે કે ૧૩-૧૬ કિલોમીટર જેટલું અંતર. જ્યાં યમનાં દૂતો પ્રાણને થોડાક જ સમય માં લઈ જતા હોય છે. આ પછી પાપી જીવને સજા આપતા હોય છે અને તેમની સજાનું પાલન કરતા જીવાત્મા યમનાં દૂતોની સાથે યમલોકમાં પ્રવેશતા હોય છે.

આત્મા તૃપ્ત નથી થતી

આત્મા પોતાનાં ઘર એટલે કે યમલોક પાછી આવીને તે ફરીથી મનુષ્યનાં રુપમાં ફરી પ્રવેશ કરવા માંગે છે, પરંતુ તે યમરાજની બંધનથી મુક્ત નથી થઈ શક્તી અને પીડા સહન કરતી રહે છે. મૃત્યુ બાદ પણ આત્માની શાંતિ માટે જે દાન અથવા વિધી કરતા હોય છે, તેનાથી પણ જીવાત્મા તૃપ્ત નથી થતી. કારણ કે પાપી જીવને દાન કે શ્રદ્ધાંજલિ દ્વારા સંતોષ નથી મળતો.

આ કારણથી કરાય છે પિંડદાન

જો મનુષ્યનાં મૃત્યુ બાદ તેમનાં પરિવાર દ્વારા પિંડદાન કરવામાં નથી આવતું તો તેમનો જીવ પ્રેતઆત્મા બની જાય છે અને લાંબા સમય સુધી સુમસામ જંગલમાં રહેતો હોય છે. ગરુડ પુરાણ અનુસાર માણસના મૃત્યુ પછી પિંડદાન ૧૦ દિવસ સુધી અવશ્ય કરવું જોઈએ. જ્યારે પિંડ દાન કરવામાં આવે છે ત્યારે તેનાં ચાર ભાગ થઈ જતા હોય છે. જેમાંથી બે ભાગો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપવાનો હોય છે, ત્રીજો ભાગ યમદૂતનો અને ચોથો ભાગ પ્રેત માટે હોય છે. નવમાં દિવસે પિંડદાન કરવાથી આત્માનું શરીર બને છે, ત્યાર બાદ દસમાં દિવસે કરાયેલ પિંડદાનથી શરીરને આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

આત્માનું શરીર બને છે

યમલોકમાં આત્મા પોતાનાં જીવનમાં કરેલ કર્યોનાં આધારે શુભ-અશુભ ફળ ભોગવતા હોય છે. પિંડદાનનાં પ્રથમ દિવસે ધડ, બીજા દિવસે ગરદન અને ખભા, ત્રીજા દિવસે હૃદય, ચોથા દિવસનાં પિંડથી પીઠ, પાંચમાં દિવસે નાભી, છઠ્ઠા અને સાતમાં દિવસે કમર અને તેની નીચેનો ભાગ, આઠમા દિવસે પગ, નવમાં અને દસમાં દિવસથી ભૂખ અને તરસ વગેરે ઉત્પન્ન થાય છે. આ રીતે પિંડ શરીર ઘારણ કરીને ભૂખ-તરસથી વ્યાકુલ પ્રેત અગ્યાર અને બારમાં દિવસે ભોજન કરે છે.

૪૭ દિવસે આત્મા પહોંચે છે યમલોક

ગરુડ પુરાણમાં વર્ણવ્યું છે કે તેરમા દિવસે દૂતો દ્વારા આત્માને એક વાનરની જેમ પકડી રાખવામાં આવે છે. જે પછી આત્મા ભૂખ અને તરસથી પીડાઈને યમલોક પહોંચે છે. યમલોક પહોંચવાનો રસ્તો વૈત્રણી નદીને છોડીને છત્રીસ હજાર યોજન છે. ૪૭ દિવસ સુધી સતત ચાલીને પ્રાણ યમલોક સુધી પહોંચે છે. આ રીતે માર્ગમાં સોળ પુરિંયોને પાર કરીને પાપી જીવાત્મા યમરાજનાં ઘરે પહોંચે છે.

૧૬ પુરિઓ વિશે

આ સોળ નામો આ પ્રકાર છે, સૌમ્ય, સૌરિપુર નગેંદ્રભવન, ગંધર્વ, શૈલાગામ, ક્રૌંચ, ક્રુરપુર, વિચિત્રભવન, બ્રહ્મપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુપ્તભવન, રૌદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા બાદ યમરાજ પુરિ આવે છે. જ્યાં પાપી પ્રાણ યમ જાળમાં બંધાયેલ માર્ગમાં હાહાકાર કરતા પોતાનાં શરીરને છોડી યમરાજ પુરી પહોંચતા હોય છે.

સંકલન : જ્યોતિ નૈનાણી 

 

 

ટીપ્પણી