આ વ્યક્તિઓએ પોતાની મિલકત પોતાના કુતરા અને બિલાડાના નામે કરીને ગયા અને સામાન્ય કુતરો બની ગયો કરોડપતિ…

દુનિયાના સૌથી ધનાઢ્ય કૂતરા અને બિલાડી

આજ સુધી દુનિયાના અનેક અખબારો અને મેગેઝિનોમાં સૌથી ધનવાન માણસોના નામોની યાદી જાહેર થતી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે આ દુનિયામાં માત્ર માણસો જ નહીં બલ્કે, કેટલાંક ભાગ્યશાળી કૂતરા અને બિલાડીઓ પણ એવા છે જેઓ એટલી મોટી મિલકતના માલિક છે જેટલી મિલકત કોઈ મહત્વાકાંક્ષી વ્યક્તિએ તેના જીવનમાં કમાવવાની ખેવના રાખી હોય.


કોનચીતા અથવા ચીહુઆહુઆ નામની પાળતુ બિલાડી ૩ મિલ્યન ડોલર અને ૮.૩ મિલ્યન ડોલરના એક મેન્શનની માલિક છે. કોનચીતાની માલિક ગેઈલ પોસ્નર જ્યારે ૨૦૧૦માં મૃત્યુ પામી ત્યારે તે ૩ મિલ્યન ડોલર જેટલી રોકડ મિલકતનું ટ્રસ્ટ પોતાની આ પ્યારી બિલ્લીના નામે કરી ગઈ હતી. એટલું જ નહીં મિયામી બીચ પર આવેલું પોતાનું મેન્શન જેની માર્કેટ વેલ્યુ આશરે ૮.૩ મિલ્યન ડોલરની છે તે પણ તેણે આ તેની પાળતુ બિલાડીના નામે જ કરી દીધું હતું. જોકે તેના દીકરાએ ત્યારબાદ ગેઈલ પોસ્નરના આ વિલ સામે દાવો માંડતા કહ્યું હતું કે, ‘મારી માને એઈડેસ નામના વ્યક્તિએ ડ્રગ્સ આપી આ વિલ લખાવી લીધી હતી અને આ રીતે તે મારી માની મિલકત પર પોતાનો કન્ટ્રોલ રાખવા માગતો હતો.


૮૦ મિલ્યન ડોલરનો માલિક છે એક જર્મન શેફર્ડ, ઓસ્ટ્રીયન કારલોટ્ટે લૈબેન્સ્ટેન નામની એક ધનાઢ્ય સ્ત્રીનું ૧૯૯૧માં મૃત્યુ થયુ ત્યારે તેમની ૮૦ મિલ્યન ડોલરની મિલકતની વારસાઈ તેમના જર્મન શેફર્ડ કૂતરા ગુન્થેર ત્રીજાને મળી હતી. તે સમયે દુનિયાના સૌથી ધનાઢ્ય કૂતરામાં પ્રથમ ક્રમે આવેલો ગુન્થેર જોકે તેની માલિકણની મૃત્યુનો આઘાત સહન કરી શક્યો હોય કદાચ તે કારલોટ્ટે લૈબેન્સ્ટેનના મૃત્યુના એક જ મહિનામાં તેનું પણ મૃત્યુ થઈ ગયુ અને ૮૦ મિલ્યન જેટલી અધધ મિલકત પપી ગુન્થેર ચોથાને નામે વારસાઈ રૂપે ટ્રાન્સફર થઈ ગઈ હતી.


લૌરેન અને સન્‍ની, જાણિતી ટેલિવિઝન એન્કર, એક્ટ્રેસ અને લેખિકા ઓપરાહ વિન્ફ્રેના લાડકા કૂતરાઓના નામ છે. ઓપરાહ પણ ડોગ્સ લવર છે. તેની પાસે અનેક બ્રીડના કૂતરાઓ છે. તેણે પોતાના આ બધાં કૂતરાઓની સારસંભાળ લેવા માટે ઘણી મોટી રકમની જોગવાઈ કરી છે. અંદાજિત ૨.૯ બિલ્યન ડોલરની નેટવર્થ ધરાવતી ઓપરાહ વિન્ફ્રેએ અનેક કૂતરાઓ અનાથાશ્રમમાંથી લાવીને પાળ્યા છે. સ્પ્રીંગ્‍ર સ્પેનિઅલ બ્રીડની લૌરેન અને સન્‍ની નામની બે બહેન કૂતરીઓ અને કૂકર સ્પેનિઅલ બ્રીડની સેડી નામની કૂતરીના નામે ઓપરાહએ લગભગ ૩૦ મિલયન ડોલર જેટલી રકમ અલગ ફાળવી રાખી છે.


૫ મિલ્યન ડોલરનો માલિક પોન્ટીએક, ૯૪ વર્ષની એનીમલ રાઈટ્સ એક્ટિવીસ્ટ અને એમી એવોર્ડ વિનર એક્ટ્રેસ બેટ્ટી વ્હાઈટ નામની ધનપતિએ તેના અતિલાડકા કૂતરા પોન્ટીએકના નામે ૫ મિલ્યન ડોલર રાખ્યા છે. બેટ્ટી વ્હાઈટ આટલી મોટી ઊંમરે પણ એટલી સ્વસ્થ અને એનર્જેટીક છે કે તેમણે થોડા સમય પહેલાં જ સ્નીકર્સ કેન્ડીબારની એક એડવર્ટાઈઝમેન્ટમાં પણ કામ કર્યું હતું. ગોલ્ડન રીટ્રાઈવર બ્રીડનો તેમનો પોન્ટીએક નામનો કૂતરો બેટ્ટી વ્હાઈટને અતિપ્રિય છે અને તેઓ છેલ્લાં કેટલાંય વખતથી તેને લીધા વિના ક્યાંય બહાર પણ નીકળતા નથી.


ટોમાસો પણ આ રેસમાં પાછળ નથી, ૧૩ મિલ્યન ડોલરની માલિક આ બિલાડી ખરેખર તો તેના માલિકને અકસ્માતે મળી હતી. ટોમાસો એક રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠી હોત પરંતુ, મારીઆ એસુન્ટા નામની એક ધનાઢ્ય સ્ત્રીએ તેનો જીવ બચાવ્યો અને તેને પોતાના ઘરે લઈ આવી. મારીઆના બિલ્ડર પતિનું અકાળે અવસાન થઈ ગયું અને ત્યારબાદ તેની બધી સંપત્તિ માલિક એક માત્ર મારીઆ હતી.

બંનેને કોઈ સંતાન ન હોવાને કારણે મારીઆએ આ બિલાડીને જ પોતાની દીકરી જેટલો વ્હાલ આપ્યો અને ૯૪ વર્ષની ઊંમરે ૨૦૧૧ની સાલમાં તે પણ મૃત્યુ પામી. પરંતુ, મૃત્યુ પહેલાં તેણે પોતાની બધી સંપત્તિ તેની આ વ્હાલી બિલ્લી ટોમાસોના નામે કરી દીધી હતી.

લેખક : આશુતોષ દેસાઈ

દરરોજ આવું અવનવું જાણવા માટે લાઇક કરો અમારું પેજ જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી