‘આપણે ક્યા પ્રકારના બાળકો ઉછેરી રહ્યા છીએ? – Must Read For Today’s Parents

લાંબી વાત છે પરંતુ વાચવા જેવી વાત છે- ફ્રેની મહેતાનો લેખ.

આપણે ક્યા પ્રકારના બાળકો ઉછેરી રહ્યા છીએ?

થોડા અઠવાડિયા પહેલાં હું મારી દીકરીની મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો. ત્યાં તેઓ એક જૂની અને જાણીતી રમત ‘પાસીંગ ધી પાર્સલ’રમ્યા,પરંતુ જે ફર્ક હતો તે એ હતો કે તેઓ આ રમત કઈ રીતે રમ્યા.

જે બાળકના હાથમાં પાર્સલ રહી જાય અને સંગીત બંધ થાય તે બાળક રમતમાંથી નીકળી જાય,પરંતુ તે હાથ માંના પાર્સલની ગીફ્ટ સાથે નીકળી જાય અને નવું પાર્સલ લાવવામાં આવે.આ રમત દરેક બાળકને ગીફ્ટ મળે ત્યાં સુધી ચાલે. મેં તેની મમ્મીને પૂછ્યું આપણે રમીને મોટા થયા છીએ,તે પ્રકારની પહેલાની આ રમતમાં શું વાંધો હતો?

તેણીએ કહ્યું- મને બાળકો નિરાશ થાય તે ગમતું નથી.અહી જૂઓ દરેક બાળક ખુશ છે, કારણે કે તે કે તેણી ઘરે ગીફ્ટ લઇ ને જાય છે.”

બીજા એક કિસ્સામાં હું મારી દીકરી સાથે બગીચામાં હતો.તેણી તેના મિત્રો સાથે ‘લોક અને કી’ની રમત રમતી હતી. હવે તેણીના મિત્રો માનો એક છોકરો નીચે પડી ગયો. તેની મમ્મી જે બગીચાની બીજી બાજુ હતી તે પોતાના દીકરા પાસે દોડી આવી, બાળકો મૂંઝાયેલા અને અસ્વસ્થ હતા. તેણી દીકરાને પોતાના ખોળામાં લઇ ને-પૂછવા લાગી, વાગ્યું તો નથી ને?મને જોવા દે! રડતો નહિ! જો મમ્મા અહી જ છે.

બાળકને ઘૂંટણ પર ઉઝરડા હતા પરંતુ તે બરાબર હતું, પરંતુ પછી તે જોરથી રડવા લાગ્યું.

હું મારા મિત્રને ઘરે સવારે જમવા ગયો હતો. તેની પાંચ વર્ષની દીકરીએ જે રસોઈ બનાવી હતી તે જમવાની ના પાડી દીધી. મારા મિત્રને દુઃખ થયું કે દીકરી ભૂખી રહેશે, તેથી તેણીએ તરત જ દીકરીનાં માનીતા પાસ્તા બનાવ્યા. તેણીના કહેવા પ્રમાણે આવું આ પહેલી વાર જ થયું ન હતું.
સ્કુલના સ્પોર્ટસ-ડે ને દિવસે, રેસ ન હતી, હરીફાઈ ન હતી. પહેલો, બીજો કે રનર્સઅપ જેવું કઈ પણ ન હતું, કારણ કે બધા જ સરખા છે, તેથી બાળકો વચ્ચે હરીફાઈ ન હોવી જોઈએ.

સ્કૂલમાં બાળકોને રૂમમાં ખૂબજ રમકડાઓ અને રમતો હોય છે, કેટલાંક તેઓએ માંગેલા હોય છે જયારે કેટલાંક તેઓએ માંગેલા હોતા નથી, પંરતુ તેમ છતાં તેઓને આપવામાં આવે છે.

દરેક વસ્તુઓ જરૂરિયાત કરતા વધારે એ જ આજ નો નવો જીવનમંત્ર છે.
આપણા માતા-પિતાએ આપણને આત્મનિર્ભરતા શીખવી હતી, જ્યારે આપણે આપણા બાળકોની આસપાસ હાવી થઇ જઈએ છીએ અને તેમને કોઈ પણ ભોગે રક્ષણ આપીએ છીએ. આપણે બાળકોને સુરક્ષિત કોચલામાં જ રાખવા ઈચ્છીએ છીએ, આપણે બહાર જઈએ ત્યારે બાળક ઘરમાં બનાવેલો ખોરાક ન જમે તો, તે ભૂખ્યું ના સૂઈ જાય તે માટે આપણે પ્રણાલીને ચાતરી જઈએ છીએ. આપણે તેને બહાર રમવા જવા દેવાને બદલે તેના માટે પ્રવૃતિઓ ગોઠવીએ છીએ. આપણે તેનું હોમ-વર્ક અને એસાઈનમેન્ટ કરી આપીએ છીએ. આપણે તેઓ માટે તેઓની તકલીફોનો ઊકેલ આપી દઈએ છીએ.

મને તો એ વાતની નવાઈ લાગે છે કે- આવા બાળકો મોટાં થશે ત્યારે તેઓ નું શું થશે? શું તેઓ નિષ્ફળ જશે તો પણ દરેક વખતે તેઓને ગીફ્ટ મળશે?શું તેઓ નિરાશાઓને નિયંત્રિત કરી શકશે? જે બાળકે કદી કોઈ પણ બાબતમાં ના સાંભળી જ નથી, તેઓને જયારે નકારાત્મકતા મળશે ત્યારે તેઓ કઈ રીતે પહોચી વળશે?

જયારે બાળકને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે કે પોતાની પસંદગીની ઇન્સ્ટીટયુટમાં એડમીશન ના મળે ત્યારે બાળકો ઘર છોડીને નાસી જાય કે આપઘાત કરે છે તેવા બનાવો ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
શું પેરેન્ટ્સ તેઓને આજીવન છાતીમાં છુપાવીને રાખશે? આપણી મા તો ઘૂટણ પર ઉઝરડા પડ્યા ત્યારે કદી આપણી પાછળ દોડી ન હતી. તે તો માત્ર ઘૂટણ પાણીથી ધોવાનું કહીને તેને ભૂલી જવા કહેતી.પરંતુ આવું કઈ નાટક જ ન હતું. પડવું અને ઈજા થવી તે આપણી રોજીંદી જિંદગીનો ભાગ જ હતો.

આપણે સાયકલ ચલાવતા, ઝાડ પર ચડતા અને દાદર પરથી કૂદતા પણ હતા. આજે તો બાળકો એલીવેટર કે એક્સેલેટરનો ઉપયોગ કરે છે, (કારણકે દાદર પરથી તો તેઓ પડી જાય અને તેમને ઈજા થાય.) પહેલા બાળકો ચાલતાં અને સાયકલ ચલાવતા. આજકાલ તો હું ભાગ્યેજ બાળકોને ચાલતા જોઉં છું, સિવાય કે બાળકની મેરેથોન હોય અને પોતાની મમ્મીઓ સાથે સેલ્ફી લેવાની હોય. હું તો કોઈ બાળકને મન્કીબાર પર ચડતા જોતો નથી. તમે જૂઓ છો?

જો તેઓ સ્પર્ધાથી દૂર થઇ જશે, તો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? ઠીક છે, આપણે આપણા બાળકની સાથે કોલેજના ગેઇટ સુધી અને ઈન્ટરવ્યું આપવા જાય તે સમયે પ્રતિક્ષા કક્ષમાં બેસીએ. ચીનમાં એક કિસ્સામાં પેરેન્ટ્સ પોતાના બાળકોની કોલેજ બહાર ટેન્ટ નાખી રહેવા માટે જાણીતા હતા. આ એક અદ્રશ્ય નાભીની કોર્ડ છે જે આપણે તોડવા તૈયાર નથી અને પછી શું થાય છે?

આ બાળક કે જે કદી પણ હાર સ્વીકારી શકતો નથી, તે આવડા મોટા વિશ્વમાં કઈ રીતે ટકી શકશે? આપણે આપણા બાળકોને માત્ર વયસ્ક/પુખ્ત બાળકો જ બનાવીએ છીએ.તો આપણે શું કરવું જોઈએ?

આપણા બાળકોને એમ કહેવાનું બંધ કરો કે તેઓ ખાસ છે. તેઓ ખાસ નથી જ અને કાયમ તો ખાસ નથી જ. તેથી તેઓના વખાણ જયારે તેઓ ખરેખર વખાણને લાયક બને તે સમય સુધી સાચવી રાખો. તેઓની જિંદગીમાં આંનદ આપવા પ્રણાલીઓને ના ચાતરો. જિંદગીએ આનંદ અને ગ્લાનીનો સમન્વય છે અને તે સકારણ પણ છે.

આપણને કુદરતમાં દખલ દેવાનો અધિકાર નથી જ. તેથી ચાલો આપણે જયારે બધું બરાબર ના હોય ત્યારે પણ, સબ સલામત હોવાનો ઢોંગ બંધ કરીએ. ભલે બાળકો ને પણ પોતાના ભાગે આવતી જરૂરી નિરાશાઓનો યોગ્ય હિસ્સો નાનપણ થી જ મળે. ૪૦ વર્ષે પડવા કરતાં ૧૦ વર્ષે પડવું વધારે સારું છે!

લેખન-સંકલન : નિરુપમ અવાસિયા

આપ સૌને આ લેખ કેવો લાગ્યો ? તમારો અનુભવ આ વિષય માં શું કહે છે ?

ટીપ્પણી