“આપધાત” – જો જો ક્યાંક મોડું નો થઇ જાય !!!!

” કાલે સવારે વહેલા ઉઠી જજે કૃતી,ફટાફટ સારા કપડા પહેરી તૈયાર થઈ જજે”જમીને ટીવી જોય રહેલી કૃતીને તેની મમ્મી એ કહ્યુ.
“કેમ મમ્મી,કયા ફરવા જવાનુ છે આપણે?”કૃતીએ આતુરતાપૂર્વક તેની મમ્મીને પુછ્યુ.

“ફરવા નથી જવાનુ આપણે,કાલે તને અમેરીકાથી ઇન્ડીયા આવેલો વૃદન જોવા આવવાનો છે,તારા સગપણ માટે”કૃતીની મમ્મી એ જવાબ આપ્યો.

“પણ મમ્મી અચાનક જ,તમે અને પપ્પા એ મને મારા સગપણ વિશે કંઈ પણ પુછ્યા વગર જ,આ બધુ નકકી કરી દીધુ,”ખસકાતા અંદાજ સાથે કૃતીએ તેની મમ્મીને કહ્યુ.

“આ બધી બાબતો પુછવાની ના હોય,છોકરી ઉમરલાયક થાય એટલે તેના મમ્મી-પપ્પાએ તેના સગપણ માટેની તૈયારી શરૂ કરીજ દેવી પડે છે”કૃતીના મમ્મીએ,કૃતીને જવાબ આપ્યો.

“કેમ એવુ મમ્મી,કમસેકમ હુ સગપણ માટે તૈયાર છુ કે નહી?મને કેવો જીવનસાથી જોયે છે?મને કેવુ સાસરુ જોયે છે?મારા મન ની ઇચ્છા જાણ્યા વગરજ તમે અને પપ્પા એ મારા સગપણની વાત વૃદના ફેમીલી સાથે ચલાવી દીધી.”કૃતીએ ચિંતા વ્યકત કરતા,ગરમ મિજાજ સાથે તેના મમ્મીને પુછ્યુ.

“કહ્યુ તો ખરુ તને કે, છોકરી ઉમરલાયક થાય એટલે તેના મમ્મી-પપ્પાએ તેના સગપણ માટેની તૈયારી શરૂ કરી દેવી પડે છે,તને સીધી રીતે સમજાતુ નથી”કૃતીના મમ્મીએ અકળામણ સાથે જવાબ રીપીટ કરતા કહ્યુ.

“હા..મમ્મી મને પણ ખબર છે કે છોકરી ઉમરલાયક થાય એટલે તેનુ સગપણ કરવુ પડે,સાસરે જવુ પડે,તેવીજ રીતે છોકરીનો જીવનસાથી તેની માટે લાયક છે કે નહી તે પણ જેતે છોકરીને જોવુંજ પડેને”કૃતીએ તેના મમ્મીને ઉચા અવાજમા કહ્યુ.

“તુ મને ના સમજાવ,અમને પણ ભાન છે હો,વૃદન પણ તારી જેમ MBA થયેલો છે.અમેરીકામા સારા પગાર વાળી નોકરી છે.તેની જોડે અમેરીકાનુ નાગરીકત્વ છે.તને અમારા કરતા પણ વધુ ખુશ રાખશે,સમજી અને ના સમજાયુ હોયતો સમજ બરાબર,ખોટી મગજમારી ના કર”કૃતીની મમ્મીએ ગુસ્સો ઓકતા કૃતીને કહ્યુ.મા-દિકરીનુ આ વાગ યુદ્ધ ગેલેરીમા છાપુ વાચી રહેલા કૃતીના પપ્પાના કાને અથડાયું.

“કેમ…તુ સમજતી નથી,કયારની તારી મમ્મી તને સમજાવે છે તો પણ,તને ભાન નથી પડતુ કે શુ?અમે તારો ફોટો વૃદન ને મોકલેલો,તેને તુ પસંદ છે એટલે તને તે જોવા આવે છે.મારી અને તારા મમ્મીની તો ઇચ્છા તારુ સગપણ તેની સાથેજ કરવાની છે.”કૃતીના પપ્પાએ કઠોરતા ભરેલા અવાજ સાથે કૃતીને કહ્યુ.

“મારે નથી કરવુ તેની જોડે સગપણ,મારે નથી જવુ અમેરીકા”કૃતીએ રુદનના ડુસકા ભરતા તેના મમ્મી-પપ્પાને કહ્યુ.
“સમજાવ તુ આ તારી લાડકી ને,સાચા ખોટાની સમજ નથી ને મને ખોટા સવાલો કરે છે,મને સમજાવે છે”કૃતીના પપ્પાએ ગુસ્સો કરતા,કૃતીની મમ્મીને કહ્યુ.

“કૃતી તુ કેમ નથી સમજતી,તને શુ તકલીફ છે વૃદન સાથે સગપણ કરવામા?”કૃતીના મમ્મીએ અકળાતા કૃતીને સવાલ કર્યો.
“હા,મને તકલીફ છે,કેમ કે હુ વૃદન ને નથી ઓળખતી,મે તેની જોડે વાત પણ નથી કરી,તેને એકવાર પણ નથી જોયો.હુ તેનાથી અને તે મારાથી અજાણ છે”કૃતીએ તેના ગાલ પર આવેલી આંસુની ધારાને લુછતા તેની મમ્મીને કહ્યુ.

“તો તુ કોને ઓળખે છે?તુ કોની જોડે વાત કરે છે? તે કોને જોયો છે?તુ કોને જાણે છે?કયારની ખાલી ખોટી નમણાજીક કરે છે,સમજતીજ નથી”કૃતી પર તેની મમ્મીએ ગુસ્સા સાથે સવાલોનો વરસાદ વરસાવો.
“હુ,કમલને ઓળખુ છુ,તેની જોડે વાત કરું છુ,તેને રોજ હુ જોવ છુ,તેને રોજ હુ જાણું છુ.તે મારો બોયફ્રેન્ડ છે,મારી સાથે જોબ કરે છે.હુ તેની જોડે સગપણ કરીશ અને તેને મારો જીવનસાથી બનાવીશ”કૃતીએ રડતા રડતા તેના પ્રેમની વાત, તેના મમ્મી-પપ્પાના કાને નાખી.

“મે ના જ પાડી હતી નોકરી કરવાની,મને આ લવ લફરા પસંદ નથી,કાલથી તારી નોકરી બંધ,ધરની બહાર જવાનુ બંધ.અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે,બરાબર સમજી લેજે,તારુ સગપણ વૃદન સાથેજ થશે,લવમેરેજની માગણી તારા મગજ માથી કાઢી નાખજે”ગુસ્સાથી કપાળને ચડાવતા,કૃતીને ધમકાવતા તેના પપ્પા બોલ્યા.

“કેમ…પપ્પા,લવ કરવો ગુનો છે?”રડતા અને ગભરાતા સ્વરથી કૃતીએ તેના પપ્પાને સવાલ કર્યો.

“તને સમજાતું નથી, હુ ક્યારનો તને શુ કહુ છુ તે”કૃતીના પપ્પાએ કૃતીના વાળ પકડતા,ગુસ્સાની આગ ઓકતા કૃતીને કહ્યુ.
“ઓ…મમ્મી..ઓ….મમ્મી,તમે મુકી દો તેને હુ સમજાવુ છુ.ગુસ્સો ના કરો.”કૃતીની દુખદ સીચો સાંભળતા તેના મમ્મીએ તેના પપ્પાને કૃતીના વાળ છોડવા કહ્યુ.

“તારા…લાડથીજ આ બગડી છે,તુ વચ્ચેના બોલ”કૃતીનો હાથ પકડી,તેને ઢસડતા,તેને ઝાપટો મારતા અને જોરથી તેના બેડરૂમમા ફગાવતા,કૃતીના પપ્પા તેની મમ્મી પર ગુસ્સો ઓકે છે.

“ચુપચાપ,પડી રહે હવે આ રૂમમા,તને પણ તારા લવ લફરાથી નફરત થય જશે,અમારી વાત સમજાય જશે આ અંધારીયા રૂમમા રહીને.”કૃતીના બેડરૂમનો દરવાજો બંધ કરતા અને તેને લોક કરતા તેના પપ્પા બોલ્યા.જા સુઇજા તુ પણ રૂમમા,કૃતીના પપ્પાએ તેના મમ્મીને કહ્યુ.

કૃતી અંધારામા લોથપોથ થઈને પડી હતી.આંખો માથી આંસુ નિકળતા હતા,મોઢા માંથી લાળો પડતી હતી,તેના મુલાયમ,ગોરા ગાલ પર ઝાપટોના લાલ લાલ ચામઠા પડી ગયા હતા.

કૃતી ધીમે ધીમે ઉભી થઇ,તેના બેડ પાસે પડેલા ટેબલ પરથી તેના હાથ વડે,તે ટેબલ પર પડેલો મોબાઈલ ઉઠાવે છે.કોલલોગ પરથી કમલને કોલ કરે છે.પહેલી રીંગ પુરી થઇ જાય છે.ફરી તે કોલ લગાવે છે,પરંતુ કોઇ કોલ ઉઠાવતુ નથી.દસથી બાર કોલ કરે છે,પરંતુ એક પણ કોલ રીસીવ થતો નથી.

“કમલ,તુ કેમ કોલ નથી ઉપાડતો,મારે તારી જોડે બસ એક વાત કરવી છે.કમલ મે આપણા પ્રેમની વાત મમ્મી-પપ્પા ને કરી,તેને આ વાત સમજાવાની કોશીશ કરી,પરંતુ તેને આપણી આ વાત ને સમજ્યા વગર વખોડી કાઢી છે.મને તો તારી લાગણી,તારી લગની લાગી છે. પરંતુ નફરત ઓકનારા ને પ્રેમની ભાવનાઓ ભાવતી નથી, પ્રેમની ભાવનાઓ ફાવતી નથી.કમલ મને માફ કરી દેજે,આ નફરત ભરેલી દુનિયામાં પ્રેમની પરવરીશ કરવી સહેલી નથી.”આ મેસેજ કૃતી કમલને વ્હોટસએપ કરે છે.

કમલ,આંખો સોળતો સોળતો ઉભો થાય છે.તે ઉભો થઇ તેનો મોબાઈલ ચેક કરે છે.

“ઓહ..માય ગોડ….બાર કોલ મિસ થઇ ગયા, “કમલ,તુ કેમ કોલ નથી ઉપાડતો,મારે તારી જોડે બસ એક વાત કરવી છે.કમલ મે આપણા પ્રેમની વાત મમ્મી-પપ્પા ને કરી,તેને આ વાત સમજાવાની કોશીશ કરી,પરંતુ તેને આપણી આ વાત ને સમજ્યા વગર વખોડી કાઢી છે.મને તો તારી લાગણી ની લગની લાગી છે. પરંતુ નફરત ઓકનારા ને પ્રેમની ભાવનાઓ ભાવતી નથી, પ્રેમની ભાવનાઓ ફાવતી નથી.કમલ મને માફ કરી દેજે,આ નફરત ભરેલી દુનિયામાં પ્રેમની પરવરીશ કરવી સહેલી નથી.”કેમ આવો મેસેજ કયૉ હશે કૃતીએ,આટલી બધી ઇમોશનલ કેમ થઇ ગય હશે.કોલ નહી રીસીવ કયૉ એટલે.આ બધુ વિચારતા વિચારતા કમલ કૃતીને કોલ કરે છે.

“લે આ ચાવી,તારી લાડકીને જોયાવ,તેની અક્કલ ઠેકાણે આવી છે કે નહી,તેને કે જલદી ઉભી થઇ તૈયાર થઇ જાય,હમણા વૃદન તેને જોવા આવશે”ગુસ્સામા ઉકળતા કૃતીના પપ્પા એ,કૃતીના મમ્મીને કહ્યુ.

“હા,સવાર સવારમા થોડુ મગજ ઠંડુ રાખો”કૃતીના મમ્મીએ,કૃતીના પપ્પાના હાથ માંથી ચાવી લેતા કહ્યુ.

“હે….ભગવાન…,આ શુ કરયુ કૃતી તે,આવુ બોલતાજ કૃતીના મમ્મી તે રૂમના દરવાજામા બેભાન થઈ ને ફસડાઇ પડ્યા.ફસડાવાનો અવાજ સંભળાતા કૃતીના પપ્પા દોડીને,કૃતીના રૂમમા આવે છે, રૂમમા આવેલા કૃતીના પપ્પાને,તેની આંખોમા, કૃતી તેના રૂમના પંખા સાથે લટકેલી દેખાય છે.લાશ બનીને લટકતી કૃતીના હાથમા રહેલા મોબાઈલમાં કમલની રીંગ વાગતી જણાય છે.

“કૃતી બેટા,હુ તારો બાપ નહી,એક અપરાધી છુ,તારા આપધાતનો અપરાધી…”કૃતીના પપ્પા લાશ બનીને લટકતી કૃતી સામે,તેને કરેલો અપરાધ રડતા રડતા કબુલ કરે છે.

લેખક – ખોડીફાડ મેહુલ (ગુરુ)

આપણે સૌ વ્યક્તિ ની લાગણી ને સમજીએ અને ન માને તો તેને સમજાવીએ…જો જો મોડું ના થઇ જાય !!!

ટીપ્પણી