તમે પણ આ સવાલો જવાબ શોધતા હતા ને તો આજે વાંચો અને જાણી લો…

આપણે પ્રેમ માં કેમ પડીએ છીએ?

વાસ્તવમાં, જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તેના મગજનો એક ખાસ ભાગ સક્રિય બને છે. જેનાથી માણસ કોઈ વ્યસન કાર્ય બાદ અનુભવતી લાગણી જેવી ફીલિંગ અનુભવે છે. એટલા માટે પ્રેમ એક જાદુઈ અહેસાસ જેવો લાગે છે. એક અલૌકિક લાગણી નો અનુભવ થાય છે અને માણસ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે. જે લોકો પ્રેમમાં હોય છે તેમના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હોય છે, અને આ જ વાત એમેને સામાન્ય લોકોથી અલગ બનાવે છે.

હકીકતમાં પ્રેમ એક લત છે, એક હઠ છે અને વૈજ્ઞાનિકોની વાત માનીએ તો પ્રેમ આંધળો હોય છે એક વાત સો ટકા સાચી છે… પરંતુ માણસ ના મનમાં આ બધા ફેરફારો શા કારણે છે? શા માટે આપણે પ્રેમ માં પડીએ છીએ? ચાલો એ બધા પ્રશ્નો ના જવાબ જાણીએ.

આપણે શા માટે પ્રેમમાં પડીએ છીએ?

મિશિગન ની ફેરિસ સ્ટેટ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિક “રોબર્ટ ફ્રેઅર” કહે છે કે આની પાછળ મગજના ન્યુરોકેમીકલ જવાબદાર છે. અને તે ન્યુરોકેમિકલ ફેનલ ઇથિલ ઍનિમા છે. આ રસાયણ પોતાના પ્રેમી પાત્ર ની ભૂલોની અવગણના કરાવે છે. મનમાં એના માટે માંન જન્માવે છે અને પોતાના પ્રેમી કે પ્રેમિકા સીવાય બીજું કોઈ દેખાતું નથી.

ખરેખર તો આ રસાયણો આપણા સૌના મગજમાં ઉત્પન્ન થાય છે પણ પ્રેમિયો ના મગજમાં વધારે પડતા સક્રિય બને છે. મજાની વાત એ છે કે રસાયણો નું સ્તર લાંબા સમય સુધી સક્રિય રહેતું નથી. અને 2-3 વર્ષ બાદ ઘટવા માંડે છે અને ચાર-પાંચ વર્ષ પછી તેની અસર ખતમ થઇ જાય છે.

પ્રેમની શરૂઆત કેવી રીતે થાય છે?

મનોવિજ્ઞાની આર્થર ઓરેનના અનુસાર, બીજી ઘણી બધી વસ્તુઓ પ્રેમને પાંગરવામાં જવાબદાર છે. આંખો તેમાંથી એક છે… ઓરેને એક પ્રયોગ કર્યો હતો. જેમાં તેમણે ઘણા અજાણ્યા યુવાન છોકરા-છોકરીઓને એકબીજા સાથે 90 મિનિટ સુધી વાતચીત કરવા માટે કહ્યું. અને તે પછી 4 મિનિટ માટે માત્ર એકબીજાની આંખોમાં જોવા જણાવ્યું. આ પ્રયોગ ઓરેને ઘણા બધા લોગો ઉપર કર્યો. પ્રયોગ બાદ તેમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે એક બીજાની આંખોમાં જોવાના કારણે તેઓ સામે વાળી વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રયોગ માં શામિલ થયેલા કપલ્સ માંથી 4 યુગલોએ તો લગ્ન પણ કરી લીધા હતા, અને 3 લીવ ઇન રીલેશનશીપ માં રહેવા લાગ્યા.

નાક પણ પ્રેમમાં અહેમ ભૂમિકા ભજવે છે. દરેક માણસની ચામડી માંથી એક વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થાય છે. આ ગંધ નાક દ્વારા મગજ સુધી પહોચે છે અને મગજ તેને ડીકોડ કરે છે. અને તે સામે વાળી વ્યક્તિના જનીનો ની તપાસ કરે છે. વિજાતીય વ્યક્તિ ના જનીન ની તપાસ કરીને મગજ એ ચકાસે છે કે તે વ્યક્તિ આપણી જીવનસાથી બનાવવા માટે યોગ્ય છે કે નહિ.

ડૉ. આર્થર કહે છે કે આકર્ષણની પ્રક્રિયા કોઈપણ વ્યક્તિમાં 80 સેકંડથી 4 મિનિટ દરમિયાન શરુ થઇ જાય છે. આકર્ષણ ની પ્રક્રિયામાં 55% ફાળો આપણા શરીરના હાવભાવ (બોડીલેન્ગ્વેજ) નો હોય છે, 38% વાતચીતના અંદાજનો, અને 7% આપણે બોલવામાં કેટલા કુશળ છીએ એના પર નિર્ભર કરે છે.

રટગર યુનિવર્સિટી ની સંશોધક અને “Why We Live” પુસ્તકની લેખીકા હેલન ફિશર પ્રેમને કુલ 3 ભાગમાં વિભાજિત કરે છે.

(1) શારીરિક ચાહત (Attraction)
(2) માનસિક સ્નેહ (Affection)
(3) જન્મો જનમ નો સાથ (Deep Love)

(1) શારીરિક ચાહત (Attraction)

આ અવસ્થા સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન એસ્ટ્રોજન નામના રસાયણ ને આભારી છે. ટેસ્ટોસ્ટેરોન માત્ર પુરૂષોમાં જ નહિ પણ મહિલાઓ માં પણ એટલુ જ એક્ટીવ હોય છે. આ રાસાયણ પ્રેમીને પોતાના પાર્ટનર સાથે સમય ગાળવા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રોત્સાહિત કરે છે.

(2) માનસિક સ્નેહ (Affection)

આ સ્ટેજ માટે ડોપામાઇન અને નોરેપીનફ્રાઇન જવાબદાર છે. જેના લીધે આપણને પ્રેમની લાગણી નો અહેસાસ થાય છે. ઊંઘ ઉડી જાય છે, ચેન પડતો નથી, અને મોટા ભાગનો વખતે બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ ના વિચારોમાં વીતી જાય છે. આની સાથે સેરોટોનિન પણ સક્રિય થાય છે જે પ્રેમમાં પાગલ બનાવીદે છે.

(3) જન્મો જનમ નો સાથ (Deep Love)

આ અવસ્થા આકર્ષણ પછી આવે છે જ્યારે સંબંધ લાંબા સમય સુધી ચાલે છે. વ્યક્તિ આકર્ષણની અવસ્થામાં લાંબા સમય સુધી રહી સકતી નથી. પરંતુ આશક્તિ ના કારણે સંબંધ લાંબો સમય સુધી ચાલે છે. જે બે માણસો ને જીવન ભર સાથે રહેવા અને પરિવાર ચલાવવા માટે મદદરૂપ થાય છે. આ સ્થિતિમાં મગજ માં વેસોપ્રેસીન અને ઓક્સીટોસિન સક્રિય થાય છે. જે સામાજિક એકરૂપતા માટે મદદ કરે છે.

હવે ભાઈ વૈજ્ઞાનિકો અને વિચારશીલ લોકો માટે પ્રેમ જે હોય તે, પણ પ્રેમિયો માટે તો પ્રેમ એટલે માત્ર પ્રેમજ છે. જે કુદરત દ્વારા આપણને મળેલી એક ભેટ છે.

ખાસ નોધ: આ લેખ આપણા જુના અને જાણીતા લેખક “હિતેશગીરી ગોસાઈ” લેખિત છે. જેઓ અત્યારે વૈજ્ઞાનિક આર્ટીકલો લખે છે. તેમના વધુ લેખો વાંચવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને તેમના બ્લોગ ની અવશ્ય મુલાકાત લો...

લેખક નો બ્લોગ: https://www.thegosai.com/

દરરોજ અવનવી માહિતી અને જાણવા જેવી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી