શું આવા નવયુવાનો જ આપણા દેશનું ભવિષ્ય છે?

તા:૧૯/૧૧/૨૦૧૬ ની આ વાત છે કે જ્યારે નોટબંધી પછી નોટો બદલાવવાનો સમય ચાલતો હતો અને કોઈ પણ દુકાનવાળા કે મેડિકલવાળા જ્યારે ૫૦૦ રૂપિયાની નોટ લેતા ન હતા તે સમયની વાત છે.

હું મારા કોલેજની ચોથા સિમેસ્ટરની ફી ભરવા માટે બેંકમાં સ્ટુડન્ટસની ફી ભરવાની લાઈનમાં ઊભો હતો ત્યારે અંદાજે ૬૦ થી ૬૫ વર્ષના એક ડોશીમાં ત્યાં બેંકના દરવાજા પાસે આવે છે અને શાંતિથી દરવાજા પર ઉભેલા બેંકના સિક્યુરિટી ગાર્ડને વિનંતી કરે છે કે ભાઈ મને આ ૫૦૦ રૂપિયાના છૂટા અથવા નવી નોટ બદલાવી આપોને મારી પાસે છૂટા રૂપિયા નથી અને કોઈ ડોક્ટર આ નોટ લેતા નથી મને તાવ આવે છે અને બહુ ટાઢ પડે છે દવા લેવા જવું છે.

તે ઘરડા સ્ત્રીના હાવભાવ પરથી જ દેખાતુ હતુ કે તે બીમાર છે અને આ સમગ્ર ઘટના ત્યાં ઊભેલા ભારત દેશનું ભવિષ્ય છે એવા ૨૫ થી ૩૦ જેટલા યુવાનો જોવે છે અને સિક્યુરિટી ગાર્ડ જવાબ આપે છે કે માજી આજે તો બેંકમાં હજી સુધી રૂપિયા જ નથી આવ્યા અને શનિવાર છે એટલે રૂપિયા આવે તો આવે બાકી હવે રૂપિયા આવે એવું લાગતુ નથી.

ત્યારે તે ડોશીમાં કાંઈ બોલ્યા વગર નિરાશ મોઢે પાછા ચાલ્યા જતા હોય છે ત્યારે જ મારો એક મિત્ર જે એક કલાકથી પોતાની ફી ભરવા લાઈનમાં ઊભો હોય છે તે આ સમગ્ર ઘટના જુએ છે અને પેલા વૃદ્ધ સ્ત્રીને પાછા જતા જોઈને એ પોતની ફી ભરવાનું પડતુ મુકીને તે સ્ત્રીની પછળ જાય છે અને કહે છે કે ચાલો બા હું તમને બીજી બેંક્માંથી છુટા કરાવી આપુ અથવા જૂની નોટ બદલાવી આપુ તમે ચાલો મારી સાથે ત્યારે પેલાં વૃધ્ધ સ્ત્રી કહે છે દિકરા રહેવા દે હવે તો મારાથી હલાતુ પણ નથી અને છૂટા રૂપિયા પણ હતા એ રિક્ષાવાળાને આપી દીધા અને હવે બીજી બેંકમાં કેવી રીતે જાશુ?

એના કરતાં અત્યારે હું મારા ઘરે જાઉં છુ અને જ્યારે મારો દીકરો સાંજે નોકરીએથી આવશે ત્યારે એના ભેગી દવા લેવા જાઈશ.પરંતુ પેલો મિત્ર પણ એમ જલદી માની જાય એમ ન હતો તેથી તેણે કહ્યુ ના ચાલો હું તમારી સાથે ચાલુ ડોક્ટર પાસે અને હું ડોક્ટરને વાત કરીશ અને નહીં માને તો હું મારી પાસે રૂપિયા છે.

એમાથી તમને દવા લઈ આપુ છુ પછી તમે મને તમારા છોકરા સાથે કોલેજમાં રૂપિયા મોકલાવી દેજો.પરંતુ તે સ્ત્રી હીંમત હારી જાય છે અને કહે છે કે ના દીકરા મારે તારા પૈસે દવા નથી લેવી હવે તમે મને અત્યારે મને જવા દયો. સાંજે મારા દીકરા સાથે આવીશ અને દવા લઈ જઈશ અને એમ કરતાં તે ત્યાથી ચાલ્યા જાય છે.

દુ:ખની વાત તો એ છે કે આટલા બધા કોલેજના યુવાનો એમા છોકરાઓ અને છોકરીઓ જે બંને આ સમગ્ર ઘટના જોવે છે છતાં કોઈને એમ નથી થતું કે ચાલો હું જઈને તેમને મારાથી બને શકે તેટલી મદદ કરું.

શું આવા નવયુવાનો જ આપણા દેશનું ભવિષ્ય છે? શું એ વ્રુધ્ધ સ્ત્રીની જગ્યાએ તેમના મમ્મી, દાદી કે નાની હોત તો તે શું આવી રીતે જ જોયા કરત ???

પોસ્ટ વાંચીને સારી સારી કોમેન્ટ તો ઘણા લોકો કરતા હોય છે પણ વાંચીને કદાચ કોઈ ૫-૧૦ ટકા લોકોમાં પણ સુધારો આવશે તો પણ આ પોસ્ટ મુક્યાનુ લેખે લાગશે.

(અહિયાં આપેલી સ્ત્રીની image પ્રતિકારકતમક છે.બાકી ઘટના આખી જેમ બની તેમજ લખી છે.)

ધન્યવાદ.

લેખક – ભાવિક એચ. ચૌહાણ (આદિપુર) Bhavik.H.Chauhan

ટીપ્પણી