એક એવો રોગ થયો કે જોવામાં લાગે છે કદરૂપી…પરંતું આજે આપે છે લાખો લોકો ને પ્રેરણા !!!

lizzie_sizes2

જયારે Lizzie Velasquez હાઈસ્કૂલ માં હતી ત્યારે તેને યુ ટ્યુબ ના એક વિડીઓમાં વિશ્વની સૌથી કદરૂપી સ્ત્રી તરીકે ઓળખાવવામાં આવી હતી. તે એક વિચિત્ર પ્રકારની બીમારી સાથે જન્મી છે કે સમગ્ર વિશ્વમાં તેના સિવાય માત્ર ૨ વ્યક્તિઓજ આ પ્રકારની બીમારી થી પીડાય છે તેના શરીરમાં એડીપોઝ ટીસ્યુઝ (Adipose tissues) ની હાજરી નથી જેના કારણે સ્નાયુઓનું નિર્માણ થતું નથી, શક્તિનો સંગ્રહ થઇ શકતો નથી અને વજન પણ વધતું નથી. તેના શરીરમાં ફેટ-ચરબીની માત્રા ૦ છે અને વજન લગભગ ૩૦ કિલો જેટલુંજ છે.

worlds-thinnest-woman-fights-back-MAIN-2689777

યુ-ટ્યુબ પર લોકોએ કોમેન્ટ્સ માં એને ‘IT’ એટલેકે નિર્જીવ પદાર્થ ‘MONSTER’ એટલેકે કદરૂપું બેડોળ પ્રાણી (રાક્ષસ) વગેરે જેવા ઉપનામો આપ્યા અને તેને આત્મહત્યા કરવા માટે પ્રેરી.પરંતુ Velasquez એ હાર્યા કે ડર્યા વગર પોતાના માટે ૪ લક્ષ્યાંકો નક્કી કર્યાં

૧. એક પ્રેરણાદાયી વક્તા બનવું.

૨. એક પુસ્તક પ્રકાશિત કરવું.

૩. ગ્રેજુએટ (સ્નાતક) થવું.

૪. પોતાનો પરિવાર અને કારકિર્દી બનાવવી.

article-2492491-1948EE5500000578-919_634x452

અત્યારે ૨૩ વર્ષની Lizzie છેલ્લા ૭ વર્ષથી એક સફળ પ્રેરણાત્મક વક્તા છે તેણે અનન્યતા (સામાન્ય લોકો કરતા કંઇક અલગ હોવું) ને કઈરીતે સ્વીકારવી, માથાભારે લોકો સાથે કેવીરીતે વ્યવહાર કરવો, અને જીવનમાં આવતા અવરોધોમાંથી માર્ગ કાઢવો એવા અલગ અલગ વિષયો ઉપર ૨૦૦ થી પણ વધારે વક્તવ્યો આપેલા છે. તે ટેક્સાસ રાજ્ય ની યુનિવર્સીટી જે સાન-માર્કોઝ શહેરમાં છે તેમાં કોમ્યુનિકેશન વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર છે. તેનું પ્રથમ પુસ્તક “Lizzie Beautiful,” ૨૦૧૦માં પ્રકાશિત થયું હતું અને બીજું પુસ્તક “Be Beautiful, Be You,” આ વર્ષના જુન મહિનામાં પ્રસિદ્ધ થયું હતું.

Lizzie

તેણે CNN ના હેડલાઈન ન્યુઝ ઓફ ધ વીક માં Dr. Drew Pinsky ને જણાવ્યું હતું કે લોકોની આશ્ચર્યચકિત નજરો થી જોવાની પ્રવૃત્તિ થી હું ટેવાઈ ગઈ છું પરંતુ હવે હું એવી મનોસ્થિતિમાં આવી ગઈ છું કે એવા લોકોની બાજુમાં બેસીને તેમને મારા વિશે વિચારવા અથવા અભિપ્રાય આપવા દેવા કરતા હું તેમની પાસે જઈને મારો પરિચય અને મારું કાર્ડ આપું છું અને તેમને જણાવું છું કે મને આશ્ચર્યચકિત નજરે ઘુરવા કરતા અમારા જેવા વ્યક્તિઓ વિશે જાણકારી મેળવો.

Velasquezનો જન્મ નિર્ધારિત સમય કરતા વહેલો થયો હતો તે ચાર અઠવાડિયા જેટલી premature હતી અને માત્ર એક-સવા કિલો જેટલું વજન હતું તેની માતા Rita એ જણાવ્યું કે તે કેવીરીતે બચી ગઈ અને જીવી ગઈ તે અમને ખબરજ નથી. અમારે રમકડાની દુકાન માંથી ઢીંગલી ના કપડા ખરીદવા પડતા હતા કારણકે બાળકોના કપડા તેને ખુબજ મોટા પડતા હતા. મને અને મારા પતિ Lupe ને ડોક્ટરે કહ્યું હતું કે તમારું સૌથી મોટુ સંતાન ક્યારેય ચાલી કે બોલી નહિ શકે. તેમના બીજા બે નાના બાળકો આ પ્રકારની બીમારી સાથે જન્મ્યા નહોતા.

001372a9aeaf11ca5a0d22

પરંતુ ડોક્ટરની ધારણાની વિરુદ્ધ તેનો વિકાસ થયો તેના હાડકા, મગજ વગેરે આંતરિક અંગો સામાન્ય રીતેજ વિકસ્યા, છતાં તેનું શરીર અત્યંત દુબળું હતું. તેના શરીરમાં ચરબી જમા થાય એવા કોષો ન હોવાના કારણે તેને દર ૧૫ ૨૦ મીનીટે કંઇક ખાવું પડતું હતું જેથી તે આખો દિવસ કામ કરી શકે.તે જયારે ૪ વર્ષની હતી ત્યારે તેની એક આંખમાં ઝાંખું દેખાવા લાગ્યું અને થોડા સમય પછી બિલકુલ દ્રષ્ટિ જતી રહી અત્યારે તેની માત્ર એક આંખમાં માર્યાદિત દ્રષ્ટિ છે.

તે તેના પુસ્તક Be Beautiful, Be You માં લખે છે કે ક્યારેક જીંદગી અર્થહીન છે એમ લાગે છે પણ તમારે પોતાની જાતને બદલવી પડે છે, મદદ (મહેનત) કરવી પડે છે, પ્રાર્થના કરો અને બાકીનું કામ ઈશ્વરની કૃપા ઉપર છોડી દો.

તે પોતાની સિદ્ધિઓ અને પ્રેરણાદાયી સંદેશાઓ Tumblr ઉપર લખે છે અને કહે છે કે તેણે તેની જાતને બીજાઓથી અલગ પાડતી બાબતો ને સ્વીકારતા શિખી લીધું છે. જે લોકો તેની સાથે ખરાબ રીતે વર્તે છે એમની સાથે બદલો લેવા કરતા પોતાના લક્ષ્યો ને હાંસલ કરવા માટે તે મહેનત કરે છે. તે દુરાચારીઓ અને માથાભારે લોકોને પાછા નીતિના માર્ગે વળવા, જુદી જુદી હેર-સ્ટાઈલ વિશે સમજ આપવી અને હકારાત્મક વિચારસરણી રાખવા પ્રેરણા આપવા યુ-ટ્યુબ અને વિડિઓ બ્લોગીંગ કરે છે.

maxresdefault

Dr. Drew ને તેણે જણાવ્યું કે તે ખરેખર ખુશ છે કે તે કોઈ સેલીબ્રીટી કે જેઓ ખુબજ સુંદર દેખાય છે તેમના જેવી નથી દેખાતી હું કોઈ સુપર મોડલ જેવી નથી દેખાતી તે મને એવો મોકો આપે છે કે લોકો મને વ્યક્તિગત રીતે જાણે છે, ઓળખે છે. તે જણાવે છે કે જો તમે જીવનમાં કંઇક વિશેષ કરવા ધારો તો ચોક્કસપણે તમારી એક પહેચાન બને છે.

અને પેલા યુ-ટ્યુબ પરના વીડીઓ પર મળેલી કોમેન્ટ્સ ( એ વીડીઓ ને પાછળથી દુર કરવામાં આવેલો પણ Velasquez એ બધીજ કોમેન્ટ્સ વાંચી હતી) વિશે તે એમ વિચારે છે કે એ બધા “માત્ર શબ્દોજ” હતા.

હું એક માનવી છું અને આવા શબ્દો ખરેખર લાગણી દુભાવે છે, લોકોના મારા વિશેના મંતવ્યો હું ખરેખર જેવી છું એવા નહોતા પણ હું આવી બાબતોને મારી જાતને આંકવા દેવાની નથી.

હું તેમના જેવી હલકી કક્ષાએ ઉતરી શકું નહિ એવું એણે એ પછીના એક વિડીઓમાં જણાવ્યું હતું – ઉલટું મેં મારી પૂર્ણતા અને દ્રઢ નિશ્ચયથી “વિશ્વની સૌથી કદરૂપી મહિલા” અને “હું, મને લાગે છે કે હું જીતી ગઈ” ( ‘World’s Ugliest Woman’ video vs. me, I think I won.”) વચ્ચેની જંગ જીતી લીધી છે.

વાંચવા માટે તમારો આભાર, તમારા મિત્રો પણ આ દિલધડક અને પ્રેરણાદાયી સત્યકહાની અચૂક ને અચૂક કરો! લાઈફના નાના અમથા સંઘર્ષોથી આત્મહત્યા કરનારા આજના સમાજની માનસિકતા સામે આ પ્રેરણાત્મક કહાની દીવાદાંડી સમ બની રહેશે. તો આજે જ વધુમાં વધુ લોકો સુધી પોસ્ટ લઇ જાઓ!

સૌજન્ય : ખુશાલીબેન જોશી

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block