“આંબળા અને આદુંના લાડું” – શિયાળામાં ખાવા માટે સ્પેશીયલ…

“આંબળા અને આદુંના લાડું”

સામગ્રી-

-125 ગ્રામ આંબળાનું છીણ,
-2 ટીસ્પૂન આદુંનું છીણ,
-60 ગ્રામ ખાંડ,
-1 ટીસ્પૂન ડ્રાયફ્રૂટનો ભૂક્કો,
-વરખ,

રીત-

સૌપ્રથમ એક મોટી કડાઇમાં થોડુંક ઘી ગરમ કરો. તેમાં આંબળા અને આદુંનું છીણ ઉમેરીને બરાબર મિક્ષ કરો. પછી તેમાં ખાંડ નાખી પાંચ મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી તેને થાળીમાં કાઢી બે મિનિટ સુધી રહેવા દો. હવે હથેળી ઘીવાળી કરી તેના લાડુ વાળો. લાડુની ઉપર ચાંદીનો વરખ લગાવી સર્વ કરો. જો લાડુ ના વાળવા હોય તો આ પાકને પણ થાળીમાં પાથરી દો. ઠરી જાય એટલે કટ કરીને સર્વ કરો.

શેર કરો આ સરળ રીત તમારા દરેક મિત્રો સાથે અને દરરોજ અવનવી વાનગીની સરળ રીત જાણવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી