આમપના ખાંડવી

સામગ્રી-

આમ પનાની સામગ્રી-

1 બાફેલી કાચી કેરી નો પલ્પ..
1/2ચમચી શેકેેલુ જીરુ
મીઠુ .સ્વાદ પ્રમાણે

ખાંડવી માટેની સામગ્રી-

1 વાટકી બેસન
3 વાટકી આમ પના
મીઠુ ..બેસનના પ્રમાણે
ચપટી હળદર
વઘાર માટે …રાઇ ,જીરૂ
ગાર્નિશ કરવા
લીલા મરચા , લીલા ધણા

રીત-

* મિક્સર જાર માં બાફેલી કાચી કેરી નુ પલ્પ, જીરુ,મીઠુ અને જરૂર મુજબ પાણી નાંખી ગ્રાઇન્ડ કરી ખાટુ પ્રવાહી તૈયાર કરી લેવું, આમ પના તૈયાર છે.

* એક કઢાઇ માં 1વાટકી બેસન, 3વાટકી આમ પના, જરૂર પ્રમાણે મીઠુ નાખી સ્મૂધ ખીરું બનાવી લો, અને કઢાઈ ને ગેસ પર મુકો ચમચા થી સતત હલાતા રહેવું જેથી ગઠ્ઠાના પડે 1/2ચમચી તેલ, હળદર નાખો, અને હલાવતા રહો. પેસ્ટ ઘટ્ટ થાય, અને કુક થઇ જાય થાળીમા પાથરી લો ચમચાની મદદથી પાતળી લેયર કરો, ઠંડી કરી છરી વડે લાંબા કટ કરી રોલ વાળી લો અને પ્લેટ માં મુકો.

*હવે પેનમાં તેલ મુકી રાઇ, તલ, લીલા મરચાનો વઘાર કરી રોલ ઉપર રેડો, લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

નોંધ-

ખાંડવીમાં આપણે દહીં, છાશ ની ખટાશનો ઉપયોગ કરીએ છે. આ ખાંડવીમાં આમ પના બનાવી કેરીની ખટાશ લીધી છે..

રસોઇ ની રાણી – સરોજ શાહ (આણંદ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી