“આદુ આમળાનો મુખવાસ”- ટેસ્ટી તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે..

“આદુ આમળાનો મુખવાસ”

સામગ્રી:

1 કિલો આમળા,
60 ગ્રામ આદું,
મીઠુ,
750 ગ્રામ ખાંડ,

રીત

આમળાને ધોઈ કોરા કરી ખમણી લેવા.

આદુની છાલ કાઢી ખમણી લેવું.

એક તપેલામાં ખાંડ, મીઠું, આદુંનું છીણ અને આમલાનું છીણ લઈ ખાંડ ઓગળે ત્યાંસુધી બરાબર મિક્ષ કરવું.

ખાંડ ઓગળે એટલે તપેલાને ઢાંકીને બે દીવસ રહેવા દેવું, ઘરમાં રાખવું(તડકે નહી રાખવું) વચ્ચે વચ્ચે હલાવી લેવું.

બે દિવસ પછી ખમણને રસામાંથી નિચોવી થાળીમા પાથરીને તડકે 3 દિવસ સૂકવવા મૂકવું.

તો તૈયાર છે આદું આમળાનો મુખવાસ.

એર ટાઇટ બરણીમા ભરી 1 વર્ષ સુધી સાચવી શકાય.

વધેલ રસાની બોટલ ભરી શરબત તરીકે જરૂર મુજબ પાણી ઉમેરી કરવો.

રસોઈની રાણી: નીપા ઠાકર (મુલુંડ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આ મુખવાસ તો સ્વાસ્થ્ય માટે બહુ સારો છે. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી