એકવાર ચોક્કસ બનાવજો આ “આચારી ઢોકળા” – ફેમેલી વાળા થશે ખુશમ ખુશ….

ગુજરાતી રસોડાની શાન અને પહેચાન એટલે ઢોકળા! એકવાર ચોક્કસ બનાવજો આ આચારી ઢોકળા..

સામગ્રી :

2 વાટકી ઢોકળાનો લોટ
1 વાટકી મિક્ષ દાળનો લોટ
1 વાટકી દહી
1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
1 ટી સ્પૂન લસણ પેસ્ટ
2 ટી સ્પૂન આચાર મસાલા
1 ટી સ્પૂન રાઇ
1 ટી સ્પૂન જીરૂ
1 ટી સ્પૂન તલ
4-5 લીમડાના પાન
1 ટી સ્પૂન બૂરૂ ખાંડ (ઓપ્સ્નલ)
1 ટી સ્પૂન સોડા
ચપટી હિંગ
તેલ
મીઠું

રીત :

-ઢોકળા અને મિક્ષ દાળના લોટને દહી અને ગરમ પાણીમા 3-4 કલાક પલાળી઼દો.
-પછી તેમા આદુ મરચાની પેસ્ટ, લસણ પેસ્ટ, મીઠું અને 1 ટી સ્પૂન આચાર મસાલાને મિક્ષ કરો.
-એક વાટકી પાણી ગરમ કરી , તેમા સોડા ઉમેરી, જેવો ઉભરો આવે તેને ઢોકળાના મિશ્રણમા મિક્ષ કરીલો.
-થોડું તેલ ઉમેરી મિશ્રણ ફેંટિલો. ઢોકળામા જરૂર મુજબ પાણી રેડી ખીરુ તૈયાર કરો.
-હવે ઢોકળીયામા ખીરુ રેડી, તેને 10-15 મિનિટ સ્ટીમ કરીલો.
-પછી તેને થોડા ઠંડા કરી, કાપા પાડીલો.
-એક કડાઇમા તેલ મૂકો અને તેમા તલ, રાઇ ,જીરૂને તતળાવો.લીમડાના પાન અને હિંગ ઉમેરી ઢોકળા વઘારો.
-ઉપરથી બૂરૂ ખાંડ અને બાકીનો આચાર મસાલો ભભરાવો.
-લીમડાની ચટણી અને ટોમેટો સોસ તથા હલ્દી દહી સાથે સર્વ કરો.

# મિક્ષ દાળનો લોટ નાખ્યા વગર પણ ઢોકળા બનાવાય.
#લીમડાની ચટણીની રીત એપ મા આપેલછે.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી