“આચારી દાળ ઢોકળી” – રવિવારે ઘણીબધી મહિલાઓને ફરમાઇશ મળતી જ હશે તો હવે ટ્રાય કરો આ નવીન વેરાયટી..

“આચારી દાળ ઢોકળી”

સામગ્રી :

2 વાટકી બાફેલી તુવરદાળ ,
2 વાટકી ઘઉંનો લોટ,
1 ટામેટું,
1/2 વાટકી ગોળ,
2-3 ટી સ્પૂન મેથીયો મસાલો(આચાર મસાલો),
4ટી સ્પૂન મરચું,
3 ટી સ્પૂન હળદર,
4 ટી સ્પૂન ધાણાજીરૂ,
2 નંગ લાલ સુખા મરચાં,
2 નંગ લવિંગ,
2 ટી સ્પૂન કસૂરી મેથી,
1 ટી સ્પૂન રાઇ,
1 ટી સ્પૂન જીરૂ,
1/2 ટી સ્પૂન હિંગ,
1 ટી સ્પૂન લિમ્બુનો રસ,
લીમડાના પાન,
કોથમીર,
તેલ,
ઘી,
મીઠું,

રીત :

-ઘઉંના લોટમાં લાલ મરચું,હળદર,મીઠું,ધાણાજીરૂ,કસૂરી મેથી અને તેલનુ મોયણ નાખીને લોટ બાંધો.
-હવે એક ટોપમાં ઘીનો વઘાર મુકીને,રાઇ,જીરુ,લવિંગ,લાલ સૂકા મરચા અને લીમડાના પાન વઘારો અને પછી હિંગ નાખીને જેરીને બાફેલી દાળ રેડો.
-તેમા મરચુ પાવડર,હળદર,ધાણાજીરૂ,મેથીયો મસાલો,મીઠું અને ગોળ નાખીને દાળ ઉકાળો.
-પછી લોટમાંથી પતલી રોટલી વણી,કાપા પાડીને ઉકળતી દાળમાં નાખતા જાવ,વચ્ચે હલાવતા રેહવુ.
-ઢોકળી ચઢી જાય એટલે લીંબુનો રસ અને કોથમીર છાંટીને,પાપડ અને સલાડ સાથે સર્વ કરો
-ગાર્નીસ માટે ઉપર મેથીયો મસાલો અને કોથમીર છાંટો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી