“૧૦૦ કરોડ ના માલિક સાથે જ લગ્ન કરું” ! સુંદર છોકરીને મુકેશ અંબાણી એ આપેલ અદભૂત જવાબ..

ફેસબુક પર પર એક સુંદર યુવતીની પોસ્ટ અને તેને મુકેશ અંબાણીએ આપેલા જવાબની પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ યુવતીએ પોસ્ટ મૂકી છે કે, હું ફક્ત 100 કરોડ રૂપિયા કમાતા યુવકને સાથે પરણીશ. કારણ કે આવી મોંઘવારી માં વર્ષે 2 કરોડની આવક ધરાવતા પણ હવે મિડલ ક્લાસમાં આવે છે. આ સાથે યુવતીએ જણાવ્યું કે, તે લાલચી નથી પણ જે ઈચ્છે છે તે પ્રામાણિક્તાથી સૌની સમક્ષ જણાવી રહી છે. યુવતીની પોસ્ટને ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીએ વાંચી અને તેને હટકે અને ચોંકાવનારો જવાબ આપ્યો હતો.

યુવતીએ પૂછ્યાં હતા આ પ્રશ્નો…

પૂજા ચૌહાણ એ કહ્યું કે, તે હવે 25 વર્ષની થઈ જશે અને દેખાવે પણ સુંદર છે. તેણે એક ફોરમ પર મુકેશ અંબાણી પાસે ધનિક કુંવારા યુવકને પરણવા માટેની ટિપ્સ માંગતા અમુક પ્રશ્નો પૂછ્યાં હતા. સૌથી ધનિક કુંવારા યુવકો ક્યાં હેંગઆઉટ કરે છે ? મારે મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા કેટલી વયના યુવકોને ટાર્ગેટ કરવા જોઈએ ? મોટાભાગના ધનિકોની પત્ની સામાન્ય લુક ધરાવતી જ કેમ હોય છે ? મે ઘણી સામાન્ય દેખાવ ધરાવતી યુવતીઓને ધનિકોને પરણતા પણ જોઈ છે. તમે કેવી રીતે નક્કી કરશો કે કોણ તમારી પત્ની બનશે અને કોણ માત્ર ગર્લફ્રેન્ડ ?

મુકેશ અંબાણીએ આપ્યો આ ચોંકાવનારો અને ફિલોસોફીકલ જવાબ :

મુકેશ અંબાણીએ કહ્યું કે, મે તમારી પોસ્ટને સારી રીતે વાંચી. મને લાગ્યું કે, તમારા જેવા પ્રશ્નો અન્ય યુવતીઓને પણ થતા હશે જેના જવાબ હું પ્રોફેશનલ રોકાણકાર તરીકે આપીશ. મારી આવક 100 કરોડ કરતા વધારે છે અને તે તમારી માગને બંધબેસે છે. તેનો અર્થ એવો થાય છે કે હું અહીં ટાઈમપાસ કરવા માટે નથી આવ્યો. એક બિઝનેસમેન તરીકે તમારી સાથે લગ્ન કરવા એ નુકસાનનો સોદો સાબિત થશે. તેનું કારણ એકદમ સામાન્ય અને સરળ છે. તમે સુંદરતા વેચી રહ્યાં છો પૈસાના બદલે. જોકે તમારી સુંદરતા સમય સાથે ઓછી થતી જશે. જ્યારે કે મારા પૈસા સાથે એમ નહીં થાય. યોગ્ય નિર્ણય સાથે મારા પૈસામાં વધારો થતો રહેશે. આ જ કારણે હું એક મહત્વપૂર્ણ મિલકત છું અને તમે એક મોટો ઘસારો સાબિત થઈ શકો છો. તમારી સુંદરતાની કિંમત 10 વર્ષ બાદ ઘણી ઘટી જશે. તેથી તમારે 100 કરોડ ધરાવતા મૂર્ખ કુંવારા ધનિક યુવકને પરણવાને બદલે જાતે જ આગળ વધવું જોઈએ. જેથી તમે પોતે વર્ષે 100 કરોડની આવક ધરાવતા થઈ જાવ. 

– મુકેશ અંબાણી 

સોર્સ : વોટ્સ એપ, ચિંતન પટેલ 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block