મોબાઇલ ફોન કંપનીનાં કસ્ટમર કેરમાં છોકરાનો ફોન

1457589_749195385095286_1948277006_n

 

એક છોકરાએ મોબાઇલ ફોન કંપનીનાં કસ્ટમર કેરમાં ફોન કર્યો…

એક છોકરીએ ફોન ઉપાડ્યો..

છોકરી- હું આપની શું મદદ કરી શકું, સર?

છોકરો- તમે મારી સાથે લગ્ન કરશો?

છોકરી- સર તમે ખોટા નંબર પર કોલ કર્યો છે.

છોકરો- ના, મેં સાચા નંબર પર કોલ કર્યો છે. મારી સાથે લગ્ન કરશો….?

છોકરી- હું લગ્નમાં જરા પણ ઇન્ટરેસ્ટેડ નથી.

છોકરો – અરે મેડમ એક વાર સાંભળી તો લો.

છોકરી- હું તમારી સાથે લગ્ન કરવા નથી માગતી તો તમારી ઓફર કેમ સાંભળું.

છોકરો- કોર્ટ મેરેજનાં 10000 રૂપિયા

સામાન્ય લગ્નનાં 20,000 રૂપિયા.

અને મુસ્લિમ સ્ટાઇલ લગ્નનાં ફક્ત 200 રૂપિયા.

છોકરી (ગુસ્સામાં) – તમને સમજમાં નથી આવતું, મારે લગ્ન નથી કરવા!!

છોકરો- હવે ખબર પડી ને તમને લોકોને !! કેવું હોય છે અમારું દર્દ ! અમને ઇન્ટરેસ્ટ ના હોય તો પણ તમે લોકો નવી નવી ઓફરો માટે લોકોને ફોન કરતા રહો છો…..એ પણ કેટકેટલી વાર…!

છોકરી બેહોશ !!

કસ્ટમર કેરમાં કામ કરવાવાળા તમારા મિત્રોને અચૂક શેર કરજો! —

ટીપ્પણી