આઠ પાસ છોકરો બન્યો સાહસુ ઉદ્યોગપતિ… આજે કમાય છે કરોડો…

ભણવું તે ખરેખર સારી વાત છે અને આપણે ભણવું જ જોઈએ. પણ જો તમારી એવી માન્યતા હોય કે ભણિશું તો જ મોટા માણસ બનીશું તો તે વાત ઘણા અંશે સાચી નથી, કારણ કે આપણી સામે એક મોટું ઉદાહરણ છે બિલગેટ્સનું જે આજે દુનિયાનો સૌથી સંપત્તિવાન માણસ છે. તેવું જ એક ઉદાહરણ પુરું પાડે છે મુંબઈનો 23 વર્ષિય ત્રિશનિત અરોરા.

ત્રિશનિત ભણવામાં જરા પણ રસ નહોતો ધરાવતો, તેના માતા-પિતાને હંમેશા તેના અભ્યાસ બાબતે ચિંતા રહેતી હતી કે તેનું શું થશે ? પણ તેને ભણવા કરતાં એક બીજી બાબતમાં વધારે રસ હતો અને તે હતું કોમ્પ્યુટર. અને તેના આ જ શોખના કારણે આજે તે એક સાઇબર સિક્યુરીટી એક્સપર્ટ બની ગયો છે. હ્યુમન્સ ઓફ બોમ્બેના ફેસબુક પેજ પર તેની ઇન્સ્પિરેશનલ સ્ટોરી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેણે શાળા છોડ્યા છતાં પોતાનું લક્ષ પ્રાપ્ત કર્યું છે.

ત્રિશનિત અરોરાના કહેવા પ્રમાણે તેને નાનપણથી જ કમ્પ્યુટરમાં રસ હતો. તે હંમેશા વિડિયો ગેમ રમતો રહેતો. તે મોડી રાત સુધી કંપ્યુટર પર બેઠો રહેતો હોવાથી તેના માતા-પિતાને તેની ખુબ જ ચિંતા થયા કરતી. માટે તેના પપ્પા દર સવારે કંપ્યુટરનો પાસવર્ડ ચેન્જ કરી દેતા. ત્રિશનિત પણ રોજ પાસવર્ડ ક્રેક કરી દેતો. તેના પિતાને તેની આ આવડતથી આશ્ચર્ય થયું અને તેને નવું કમ્પ્યુટર લાવી આપ્યું.

તેના જીવનની એક ઘટનાએ તેનું જીવન બદલી નાખ્યું. એક સવારે તેની શાળામાંથી તેના પિતા પર ફોન આવ્યો. શાળાએ પહોંચી તેમને જાણવા મળ્યું કે તેમનો દીકરો આંઠમાં ધોરણમાં ફેઈલ થયો છે. છેવટે તેના પિતાએ તેને કંટાળીને પુછ્યું કે તે પોતાના જીવન સાથે શું કરવા માગે છે ત્યારે તેણે તેમને કંપ્યુટર શીખવા દેવા માટે જીદ કરી. છેવટે માતા-પિતાએ નક્કી કર્યું કે તે કોમ્પ્યુટરમાં જ પોતાની કેરિયર ઘડશે. તે હવે શાળા છોડી કોમ્પ્યુટરનું બારીકમાં બારીક શીક્ષણ લેવા લાગ્યો. માત્ર 19 વર્ષની ઉંમરમાં તે કંપ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લિનિંગ કરતાં શીખી ગયો. ત્યારબાદ તે છૂટ્ટક છૂટ્ટક નાનાનાના પ્રોજેક્ટ્સ પર કામ કરવા લાગ્યો.

તેનો પ્રથમ ચેક રૂ. 60000નો હતો. હવે તેણે પૈસા બચાવી પોતાની કંપની ખોલવાનું વિચાર્યું. છેવટે તેણે પોતાની કંપની ખોલી તેનું નામ છૈ ટીએસી સિક્યોરિટી સોલ્યુશન. આ એક સાઇબર સિક્યોરિટી કંપની છે. તેણે આંઠમાં ધોરણ બાદ શાળાએ જવાનું તો બંધ જ કરી દીધું પણ 12માં ધોરણમાં એડમિશન લઈ એક્સટર્નલ સ્ટૂડન્ટ તરીકે 12મું ધોરણ પાસ કર્યું અને બીસીએ પૂર્ણ કર્યું. પણ ડીગ્રી મેળવ્યા પહેલાં જ તેણે પોતાનું લક્ષ તો પ્રાપ્ત કરી જ લીધું હતું.

21 વર્ષની ઉંમરે ત્રિશનિતે પોતાની કંપનીની સ્થાપના કરી દીધી હતી. આજે તેની કંપનીના ગ્રાહકોની યાદીમાં રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, એ વન સાઈકલ અને અમૂલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેણે હેકિંગ પર પુસ્તકો પણ લખ્યા છે. જેના ટાઈટલ્સ છે, ‘હેકિંગ ટેક વિધ ત્રિશનિત અરોરા’, અને ‘હેકિંગ વિધ સ્માર્ટ ફોન્સ’.

તેની કંપનીની ચાર ઓફિસો સમગ્ર ભારતમાં ફેલાયેલી છે. અને એક ઓફિસ દુબઈમાં પણ છે. તેની કંપની વિશ્વભરમાં 50 ફોર્ચ્યુન અને 500 ક્લાયન્ટ ધરાવે છે. ત્રિશનિતનું સ્વપ્ન છે કે તે એક બિલિયન ડોલર સિક્યોરિટી કંપનીનું સામ્રાજ્ય ઉભું કરે. ફોર્બ્સ પ્રમાણે ભારત સિવાય ટીએસી દુબઈથી પણ કામ કરે છે. અને મળેલી માહિતી પ્રમાણે ડોમેસ્ટિક માર્કેટ અને મિડલ ઇસ્ટમાંથી 1 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરે છે.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ વિદ્યાર્થીના સાહસની વાત. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી