સેલીબ્રીટી હોવા છતાં રાહુલની છે સરળ લાઈફ-સ્ટાઈલ, જાણો રાહુલના સ્વભાવ વિશે

રાહુદ દ્રવિડ દુનિયાનો સૌથી નમ્ર વ્યક્તિ છે. જ્યારે તે રમતો હતો અને જ્યારે તે હાલ નિવૃત્ત થઈ ગયો છે ત્યારે પણ તે જરાય સેલિબ્રિટિ જેવું વર્તન નથી કરતો.

તાજેતરમાં જ તે પોતાના બાળકોની શાળાના વિજ્ઞાન મેળામાં ગયો હતો અન્ય માતાપિતાની જેમ તે પણ લાઈનમાં ઉભો રહ્યો હતો. પણ તેની પાછળ કોઈ પણ જાતનું આશ્ચર્ય વ્યક્ત કરવામાં ન આવ્યું કારણ કે તે હંમેશથી આટલો નમ્ર જ જોવા મળ્યો છે પછી તે તેનું વર્તન હોય કે તેના શબ્દો હોય.

રાહુલ દ્રવિડની નમ્રતાના કેટલાક ઉદાહરણો આ રહ્યા.

  1. સ્કુલની લાઈનમાં ઉભા રહેવું 

બાળકોની શાળામાં લાઈનમાં ઉભા રહેવું. તે રાહુલ દ્રવિડ જ છે જે તેના બાળકો સાથે શાળાના વિજ્ઞાન મેળામાં લાઈનમાં ઉભો છે. કોઈ પણ જાતનો દેખાડો નહીં. કોઈ પેજ 3 એટિટ્યૂડ નહીં. કોઈ પણ જાતનું અભિમાન નહીં કે, ‘તને ખબર છે હું કોણ છું ?’ જેવું કોઈ જ વર્તન નહીં. સામાન્ય માણસની જેમ જ તે લાઈનમાં ઉભો છે તે પણ સાવ જ સામાન્ય કપડાંમાં. ખરેખ વખાણવાપાત્ર માણસ છે.

  1. અંધ ક્રિકટરોને બિરદાવ્યા :

એકવાર તેમને અંધ ક્રિકેટર્સના સલાહકાર બનવાનું કહેવામાં આવ્યું. ત્યારે તેમણે પોતાની નમ્રતા દર્શાવતા કહ્યું હતું – આ અંધ ક્રિકેટર્સ જે કરે છે તે મારા કરતાં ક્યાંય વધારે મોટું કામ કરી રહ્યા છે. વાસ્તવમાં, હું વિચારું છું કે મારે જ આ અંધ ક્રિકેટર્સની સલાહ લેવી પડે તેમ છે.

  1. ગંભીર બિમારીથી પિડાતાં પોતાના ફેનની મુલાકાત લીધી

તેનો એક ફેન કોઈ ગંભીર બિમારીથી પિડાતો હતો તેણે દ્રવિડને મળવાની ઇચ્છા દર્શાવી. પોતાના અતિવ્યસ્ત જીવનના કારણે દ્રવિડ તેને મળવા માટે સમય તો ન કાઢી શક્યો પણ તેની સાથે સ્કાઇપ પર વાતો કરી અને પોતે નહીં આવી શકવા માટે માફી પણ માંગી.

  1. ડોક્ટરેટ ડિગ્રી લેવાની ના પાડી

તેમને એક ઓનરરી ડોક્ટરેટ ડીગ્રી (માનદ ડોક્ટરેટ પદવી) ઓફર કરવામાં આવી, પણ તેમણે તે માટે તે નકારી કાઢી કે તેણે તે ડિગ્રી માટે કશો જ પરિશ્રમ નથી કર્યો તો તે કેવી રીતે તે ડિગ્રી લઈ શકે. તેના કરતાં તો તે કંઈક સંશોધન કરીને ડિગ્રી મેળવવી વધારે પસંદ કરશે.

  1. ઇકોનોમિ ક્લાસમાં પ્રવાસ

 

એક વખત તે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમણે ઇકોનોમિ ક્લાસમાં જવાનું પસંદ કર્યું હતું અને આ એક આશ્ચર્યની વાત કહેવાય કારણ કે તે સરળતાથી ફર્સ્ટ ક્લાસમાં સફર કરી શક્યા હોત. જ્યારે મુસાફરો તેમની પાસે સેલ્ફી ખેંચાવા પડાપડી કરવા લાગ્યા ત્યારે તેમણે તેમને ખુબ જ નમ્રતાથી તેમ નહીં કરવા કહ્યું અને રસ્તો રોકીને મુસાફરોને તકલીફ ન આપવા કહ્યું. પાછળથી તેમણે બધા જ સાથે નમ્રતાથી વાત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. શું માણસ છે બાકી !

  1. સામાન્ય રીતે જાહેર પરિવહનમાં જ સફર કરે છે

જ્યારે તે બેંગલુરુમાં હોય છે ત્યારે તે સામાન્ય રીતે જાહેર પરિવહનો જેમકે બસ તેમજ રીક્ષાનો જ ઉપયોગ કરે છે. તે હંમેશા યાદ રાખે છે કે તે સામાન્ય લોકોમાંનો એક છે.

  1. કાફેમાં હંમેશા સામાન્ય રીતે જ ઓર્ડર લે છે.

એક દિવસ તેઓ તેમના બે દિકરા સાથે કાફેમાં પ્રવેશ્યા. વેઇટરને તકલીફ આપવાની જગ્યાએ તેઓ સીધા જ કાઉન્ટર પર ગયા અને પોતાનો ઓર્ડર મુક્યો, નાણા ચૂક્વ્યા અને બેસી ગયા. થોડી વાર બાદ તે લોકો જતા રહ્યા. કેવો સાદો માણસ અને કોઈ જ સેલિબ્રિટિ ટાઈપ નખરા નહીં.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

રોજ રોજ બનતાં બનાવો વિશેની માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી