રક્ષાબંધનમાં પૂજાની થાળીમાં આ 7 વસ્તુઓ અચૂક રાખો, ભાઇની ખૂબ થશે પ્રગતિ Must Read

ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પૌરાણિક ગ્રંથમાં જોઇએ તો આ તહેવાર ખૂબ જ જૂનો છે અને તેનું મહત્વ પણ ખાસ્સું એવું છે. પરંતુ આજ-કાલ તો રક્ષાબંધન એટલે ભાઇ માટે મોંઘામાં મોંઘી ગિફ્ટ લેવી અને ભાઇ વિચારે કે બહેનને કંઇ ગમતી ગિફ્ટ આપું કે અપાવું. પરંતુ હકીકતમાં હિન્દુ ધર્મમાં પરંપરાનું ખૂબ જ મહત્વ છે. આ માત્ર ધર્મને પ્રદર્શિત કરવા માટે નથી. રિસર્ચ કરનારાઓ કહે છે કે આની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. રક્ષાબંધનમાં ખાસ વિધિ તો નથી હોતી પરંતુ વૈદિક પદ્ધતિ અપનાવામાં આવે છે. જેમકે રાખડી બાંધતા સમયે પૂજાની થાળીથી સંબંધિત કેટલાંક નિયમોનું પાલન કરવું જોઇએ. બહેને કેટલીક જરૂરી વસ્તુઓ કેમ પૂજા થાળીમાં મૂકવી જોઇએ. આવો તેના અંગે આપને જણાવીએ.

 

કંકુ:
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે કોઇપણ શુભ કામની શરૂઆત કંકુનું તિલક કરીને થવી જોઇએ. આક્ષી રક્ષાબંધનના દિવસે પૂજા થાળીમાં કંકુ તો હોવું જોઇએ. તે કોઇપણ કામને સફળ બનાવે છે. તિલક માન-સમ્માનનું પ્રતિક પણ છે. ભાઇના કપાળમાં તિલક કરીને બહેન ભાઇના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

 

ચોખા:
હિન્દુ ધર્મમાં ચોખાને અક્ષત કહેવાય છે અને અક્ષતનો અર્થ થાય જે અધૂરું ના હોય. તો આમ આ રીતે તિલક કરી તેના પર ચોખા ચોંટાડવાનો ભાવ છે ભાઇના જીવન પર તિલકની શુભ અસર હંમેશા બની રહે. જ્યોતિશાસ્ત્ર મુજબ ચોખા શુક્ર ગ્રહથી પણ સંબંધિત છે. શુક્ર ગ્રહના પ્રભાવથી જ જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે.

 

નારિયેળ:

આ એક વસ્તુ છે જે આજ-કાલ તમામ બહેનો થાળીમાં મૂકવાનું ભૂલી જાય છે. નારિયેળને શ્રીફળ પણ કહેવાય છે. જેમાં ‘શ્રી’નો ભાવ છે દેવી લક્ષ્મીનું ફળ. આ ફળ આપતા બહેન ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા ભાઇના જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે અને સતત પ્રગતિ કરતો રહે.

 

રાખડી:
હવે આપણે વાત કરીશું રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવાની. રાખડી બાંધવાની ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ શાંત થાય છે. આપણા શરીરમાં કોઇપણ બીમારી આ દોષોથી જ સંબંધિત હોય છે. હાથના કાંડા પર રાખડી બાંધતા નસો પર દબાણ આવે છે તેના લીધે આ આ ત્રણેયનું સંતુલન બની રહે છે. આમ રાખડી બાંધતા માત્ર બહેનની જ નહીં પરંતુ ભાઇનું પણ રક્ષણ થાય છે.

 

મીઠાઇ:
આજે તો દરેક બહેન પોતાના ભાઇને મીઠાઇ તો પહેલાં ખવડાવશે. પરંતુ તેની પાછળ એક માન્યતા છે ભાઇ-બહેનના જીવનમાં મીઠાઇ ખવડાવી બંનેના સંબંધો મીઠાશ ભરેલા રહે. તેમના સંબંધમાં કયારેય કડવાટ ન આવે.

 

દીવો:
રાખડી બાંધીને ભાઇની આરતી ઉતારવી જોઇએ. તેનાથી ભાઇને કોઇની ખરાબ નજર ના લાગે. દીવો કરતાં આસપાસની નકારાત્મક ઉર્જા પણ દૂર થશે.

 

પાણીથી ભરેલો કળશ:
પાણી ભરેલો કળશ રાખડીની થાળીમાં ચોક્કસ હોવો જોઇએ. આ કળશ પારંપરિક રિવાજ પ્રમાણે તાંબાનો જ હોવો જોઇએ અને આ કળશના પાણીમાંથી જ કંકુ મિશ્રિત કરી તિલક કરવું જોઇએ. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આ કળશમાં તમામ પવિત્ર તીર્થો અને દેવી-દેવતાઓનો વાસ હોય છે. આ કળશના પ્રભાવથી ભાઇ અને બહેનના જીવનમાં સુખ અને સ્નેહ હંમેશા બની રહે છે અને તમામ પરેશાનીઓ તેમનાથી દૂર રહે છે.

સૌજન્ય: સંદેશ

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી