મળવા જેવી છે આ 7 ‘મૉમપ્રેન્યોર્સ’! ‘મા’ બન્યા બાદ સર કર્યા સફળતાના નવા શિખરો

અહીં એવી 7 ‘મૉમ્સ’નું લિસ્ટ છે, જેઓ માતા હોવાની સાથે-સાથે સારી ઉદ્યોગસાહસિક છે અને શ્રેષ્ઠ નેતૃત્વ કરી જાણે છે.

આશિની શાહ – ફાઉન્ડર ‘ઝીઝીઝૂ’
આશિની, ઝીઝીઝૂની ફાઉન્ડર છે. લંડનની બહાર સ્થાયી થયેલી આશિનીને ઝીઝીઝૂનો આઈડિયા આવ્યો, જેમાં તેઓ મલ્ટી-કલ્ચરલ બાળકો માટે એવું કંઈક બનાવી શકે જેથી, તેઓ મોટા થઈને ગ્લોબલ સિટીઝન બની શકે. એક માતા અને ઉદ્યોગસાહસિક આશિનીએ, પોતાના વ્યવક્તિગત તથા વ્યવસાયિક જીવનમાં સમતુલન જાળવવા માટે સખત પરિશ્રમ કર્યો છે.

માતૃત્વએ તેમના વ્યવસાયનું મહત્વ વધારી દીધું. આશીનીના કહેવા પ્રમાણે, હવે તેઓ સમયની કિંમત કરતા શીખી ગયા છે. તેમને એ વાતનું ભાન થયું છે કે અન્ય કોઈ પણ કામ કરવામાં વિતાવેલી એક મિનિટ પણ, તેમની દિકરીને તેમનાથી દૂર રાખે છે. માતૃત્વએ તેમના વ્યવક્તિત્વને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તેઓ કહે છે, “તમારી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. તમે માત્ર તમારા વિશે જ નથી વિચારતાં.”
તેમની દિકરીના વ્હાલા સંબોધન તથા તેને જોઈને ચહેરા પર આવતા સ્મિત સાથે આશિનીનાં દિવસની શરૂઆત થાય છે.

આવી અન્ય રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ વાંચવા વિઝીટ કરો અમારી વેબસાઈટ : https://gujarati.yourstory.com

આસ્થા ચતુર્વેદી- ફાઉન્ડર, અર્બન ઍડવેન્ચર્સ આઉટફિટર્સ
અર્બન ઍડ્વેન્ચર્સ આઉટફિટર્સની ફાઉન્ડર, આસ્થા ચતુર્વેદી માને છે કે, માતૃત્વએ વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે, તેમનું પરિપ્રેક્ષ્ય જ બદલી નાખ્યું છે. માતૃત્વએ તેમને મક્કમ રહેતાં શીખવ્યું છે. તેઓ માને છે કે માતૃત્વ તથા ઉદ્યોગસાહસિકતામાં ઘણી સમાનતા છે. આસ્થા જણાવે છે, “મારું કામ મારા માટે બીજા બાળક સમાન છે.”

ઓ કહે છે કે, એક ઉદ્યોગસાહસિક માતા હોવાનો બીજો પડકાર એ છે કે, તેમારે સતત મલ્ટી-ટાસ્કિંગ કરવું પડે છે, ચપળ રહેવું પડે છે અને દિવસ-રાત કામમાં લાગેલા રહેવું પડે છે. વધુમાં આસ્થા કહે છે, “એક પ્રસંગ, જે મારા માટે અલગ થઈ પડે છે તે છે, જ્યારે આદીશે અર્બન ક્લાઈમ્બર્સ દ્વારા આયોજીત ‘ઈન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ’ જીતી હતી. હું એ વાતને લઈને ઘણી અસમંજસમાં હતી કે, તેણે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ કે નહીં કારણ કે તે મારો દિકરો છે, અને મને ખબર છે કે તે આના કારણે પ્રેશરમાં આવી જશે. શું બીજા માતા-પિતા એવું તો નહીં સમજે, કે તેની તરફેણ કરાઈ રહી છે? મેં તેને છેલ્લી ઘડીએ સ્પર્ધામાંથી તેનું નામ પાછું ખેંચી લેતા પણ જોયો. ત્યારે જ મેં તેની સાથે ઘણી ગંભીર ચર્ચા કરી અને તેને કહ્યું કે, ‘આદી, ચિટિંગ કરવું શક્ય નથી, ઘણાં ક્લાઈમ્બર્સ આવ્યાં છે. જો તું સ્પર્ધામાં ભાગ લઈશ, તો અમે તને તૈયાર કરી દઈશું, પણ તારે તારી જાતે જ સફળતા મેળવવી પડશે.’ તે ઘણો જ શાંત હતો અને પછી તેણે એવું પર્વતારોહણ કર્યું, જેવું મેં ક્યારેય નહોતું જોયું. તે દિવસે, એ જીતી ગયો – હું એક જ સમય પર ખુશી, ગર્વની લાગણી અનુભવી રહી રહી હતી.”

ગૌરી જયરામ – ફાઉન્ડર, ઍકટિવ હૉલિડે
ઍક્ટિવ હૉલિડેની ફાઉન્ડર ગૌરી જયરામનાં જણાવ્યાં અનુસાર, માતૃત્વએ તેમને બિઝનેસ તથા ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં વધુ નિ:સ્વાર્થી બનતાં શીખવ્યું છે. તેઓ કહે છે, “બાળકનાં જન્મ પછી, તે તમારી જીંદગીનું કેન્દ્ર બની જાય છે. શરૂઆતનાં સમયમાં, બધી જ વસ્તુ તેની જરૂરીયાત મુજબ જ નક્કી થતી હોય છે.”

ગૌરીના કહેવા પ્રમાણે, માતા તથા ઉદ્યોગસાહસિક બંને એકસાથે બનવું તે એક મોટો પડકાર છે, કામમાં યોગ્ય સંતુલન જાળવવું. તેમના જણાવ્યા પ્રમાણે તમારી કંપની પણ તમારા બીજા બાળક સમાન હોય છે. તેને પણ એટલી જ કાળજી અને ઘણું ધ્યાન આપવાની જરૂર હોય છે.

બૅલેન્સ ન્યુટ્રિશનની ફાઉન્ડર, ખ્યાતિ રૂપાણી
ખ્યાતિ માટે માતૃત્વ એક અનન્ય અનુભવ લઈને આવ્યું, તેનાથી તેમને જવાબદારીનો અહેસાસ થયો. ખ્યાતિ કહે છે,
“તમે માતા બનો પછી, તમે જે કંઈ પણ કાર્ય કરો, એમા સારું પ્રદર્શન કરવા લાગો છો.”

માતૃત્વએ, તેમના માટે ઘણી વ્યવસાયિક તકો ઊભી કરી છે. ખ્યાતિ હંમેશાથી એક ફૂલ-ટાઈમ મૉમ બનવા માગતાં હતાં, તેથી તેઓ તેમના ઈ-કૉમર્સ વ્યવસાય તથા તેમની દિકરીની જરૂરીયાતો પૂરી કરવામાં સમતોલન જાળવવામાં પ્રયત્ન કરી રહ્યાં છે.

માનસી ઝવેરી – ફાઉન્ડર, Kidsstoppress.com


Kidsstoppress.com, એક એવી વૅબસાઈટ જ્યાં પૅરેન્ટિગનાં કેટલાક મહત્ત્વના પાસાઓ શેર કરી શકાય છે, તેની ફાઉન્ડર માનસીને, માતૃત્વએ વધું સંવેદનશીલ અને દયાળુ બનાવી છે. તેઓ કહે છે,
“માતા બન્યા બાદ હું શીખી છું કે, કોઈ કાર્યમાં નિષ્ફળ થવું એ સામાન્ય બાબત છે અને હું વધુ નીડર બની ગઈ છું. જે વાત, પરિસ્થિતિ વીતી ગઈ છે, તેના વિશે વિચાર કરીને સમય નથી બગાડતી. મેં મારા બાળકો પાસેથી આ વાત શીખી છે અને આ વાત બધા જ ઉદ્યોગસાહસિકો માટે પણ ઉપયોગી છે. ઘણી વાર એવું બને છે, કે તમે કોઈક અત્યંત મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત છો, પણ જ્યારે તમારા બાળકનો ફોન આવે, ત્યારે તમારા માટે તેમનાથી વધુ કોઈ કામ મહત્વપૂર્ણ નથી હોતું.”
કે, આજે પિતાઓ પણ માતાઓ સાથે મળીને કામ કરતાં થયાં છે, છતાં, ઘરની મૂળ જવાબદારીઓ સ્ત્રીઓએ જ નિભાવવાની હોય છે. સ્ત્રીઓ હંમેશા અલગ-અલગ રોલ નિભાવતી હોય છે. પણ, હું એ પણ માનું છું કે, માતાઓ જ માતાઓને અપરાધભાવ મહેસૂસ કરાવતી હોય છે. આવા અપરાધભાવની લાગણીમાંથી બહાર આવવું, એક પડકાર સમાન છે. પણ એ જોઈને ઘણું સારું લાગે છે કે, એવી ઘણી સ્ત્રીઓ છે જે સરળતાથી તેમાથી બહાર આવી જાય છે.

પલ્લવી ડૂડેજા ફોલે – ફાઉન્ડર અને જ્વેલરી ડિઝાઈનર – પલ્લવી ફોલે બૂટીક જ્વેલ્સ
પલ્લવી, ભારતની ટૉપની એક્સેસરી અને જ્વેલરી ડિઝાઈનર છે. તેમને ઘણાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ડિઝાઈન અવોર્ડ્સ તથા પ્રશંસા મળી છે જેમાં, Swarovski Elle Decor Design અવોર્ડ્સ, International Titanium Design Competition અને અન્ય ઘણાં ઈનામો પણ શામેલ છે.

પલ્લવી માને છે કે, માતા તથા ઉદ્યોગસાહસિક હોવું તે એમની માટે જીવનની ઘણી અદભૂત ભાવના છે. તેઓ કહે છે કે તેઓ હવે એક વધુ સારી વ્યક્તિ બની ગયાં છે, અને માતૃત્વએ તેમને તેમની પર્સનાલિટીનાં ઘણાં પાસાઓ શોધવામાં મદદ કરી છે. પલ્લવી માને છે કે, ઘરમાં બાળકને સાચવવા તથા બિઝનેસનું સંચાલન કરવામાં ઘણાં પડકારો હોય છે, પણ તેમના અનુસાર, આ બાબત પર સરળતાથી વિજય મેળવી શકાય છે તથા તેમાં બદલાવ લાવી શકાય છે.

વનિતા શાસ્ત્રી, અશોક યુનિવર્સિટીનાં અન્ડર-ગ્રેજ્યૂએટ પ્રોગ્રામનાં ડીન
એક શિક્ષક અને ઉદ્યોગસાહસિક વનિતા માને છે કે, કોઈ પણ સ્ત્રી માટે માતૃત્વ ઘણું જ ખાસ હોય છે. તેઓ કહે છે કે, માતા બન્યાં બાદ, તેમના જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. વનિતા વધુમાં કહે છે, “હું જેમને પ્રેમ કરતી હતી એવા લોકો માટે અચાનક જ એટલી જવાબદાર બની ગઈ કે અન્ય બધી વસ્તુઓને બાજુમાં મૂકી દેતી થઇ ગઈ. મારી કારકિર્દીને નવી દિશામાં, સફળ માર્ગદર્શન પુરૂ પાડનારું આ એક મહત્વપૂર્ણ પરિબળ હતું.”
વનિતા માને છે કે, એક ઉદ્યોગસાહસિક માતાની સમસ્યાઓ, એક વર્કિંગ મૉમ સામે દરરોજ ઊભી થતી સમસ્યા જેવી જ છે, કે શું તેઓ તેમના બાળકોને સમય આપી શકશે કે નહીં અને તેમના માટે નાના-નાના કામ કરી શકશે કે નહીં.

વનિતાનું માનવું છે કે માતૃત્વનાં લીધે જ સમાજ તથા સમુદાય પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. તેઓ કહે છે કે, માતા બનતા પહેલાં આપણે સ્વકેન્દ્રીત હોઈએ છીએ. પોતાના બાળકોને USમાં ઉછેરનારી વનિતાને, એવાં પરિવારો, મિત્રો અને પ્લેમેટ્સ શોધવાની જરૂર લાગતી હતી, જેમની સાથે તેમના બાળકો આરામદાયક રહી શકે. માતૃત્વએ તેમને એક સારું વાતાવરણ બનાવવાનો વિચાર આપ્યો, જે સુરક્ષિત તથા ટકાઉ હોય.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ…

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block