૬ વર્ષનો ફેમસ સેલિબ્રીટી, જેનાં હુન્નરને આખી દુનિયા વખાણવે છે! તમને ખબર છે આનાં વિશે?

- Advertisement -

કહેવત છે કે જે પ્રતિભાશાળી લોકોનાં ગુણો પારણાં માંજ દેખાઈ જતા હોય છે. આમ તો કુશળતાનો ઉંમર સાથે કોઈ નિસબત નથી. જો તમારામાં હુન્નરને બહાર લાવવા માટે મહેનત કરો છો તો તેનાં ફાયદા તમને જ મળે છે. તમારી કુશળતા વખણાશે અને લોકો તમારી પ્રસંસા પણ કરશે. ભલે પછી તમે કેટલી પણ ઉંમરના હોવ તમારે તમારી લાયકાતને ઉભારવી તો જોઈએ જ. આજે અમે તમારી સાથે આ કહેવતને લગતી એક ૬ વર્ષનાં બાળકની વાત શેર કરી રહ્યાં છીએ. એક ૬ વર્ષનો છોરું તમે વિચાર્યું પણ ન હોય એટલી કમાણી તે એક મહિનામાં કરી લે છે. આ વયે તે એક જ મહિનામાં લાખો રુપિયા કમાઈ લે છે. જે ઉંમરમાં બાળકોને એ પણ નથી ખબર હોતી કે એને ભુખ લાગી હોય તો શું ખાવું જોઈએ અને મહત્ત્વની વાત તો એ કે જીવન શું અને જીવનમાં શું કરવું છે તેની પણ ખબર નથી હોતી. પણ આ બચ્ચું ૬ વર્ષની ઉંમરમાં પોતાની લાયકાત દર્શાવતા એક સ્ટાર બની ગયો છે. વાત માનવામાં અજીબ લાગશે પણ હકીકતમાં આટલી નાની વયે તેણે પોતાની જાતને સાબિત કર્યો છે અને પોતાનાં કામમાં સક્સેસફુલ પણ છે.

૬ વર્ષનાં સ્ટારની જે વાત કરી રહ્યાં છીએ તે કોચ્ચીનાં રહેવાસી નિહાલ રાજ છે. જેમણે પોતાનાં હુન્નરને આ ઉંમરે લોકો સમક્ષ લાવીને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિહાલને કૂકિંગનો શોખ છે, જેને જોઈને કેટ કેટલાઈની આંખો પહોળી થઈ ગઈ છે. નિહાલ યૂટ્યૂબ ઉપર તેનાં કૂકિંગનાં હુન્નરને પ્રદશિત કરે છે. તેનાં એક એક વિડિયોને લાખો લોકો જોતા હોય છે અને તેની ઇનૉવેઈટીવ  ડીશનાં દરેક પાગલ છે.

નિહાલ ૪ વર્ષનો હતો ત્યારથી જ તેને કૂકિંગમાં રસ પડ્યો અને તે રસોડામાં પોતાની મમ્મીને રાંધતા જોતો હતો. ધીરે-ધીરે તેણે પોતાની ઈચ્છાને આગળ વધારતા ખાવાનું બનાવવાનું શરુ કર્યું. ચાર વર્ષની ઉંમરથી જ તેણે નવી નવી વાનગીઓ બનાવતો હતો. જ્યારે નિહાલએ કૂકિંગ કરવાનું શરુ કર્યું ત્યારે તેનાં પિતાએ તેનો વિડિયો બનાવ્યો અને ફેસબુક ઉપર શેર કરી દીધો. વિડિયોમાં નાના બચ્ચાને કુશળતાથી અને અદભુત રીતે કુકિંગ કરતા જોઈને ઘણા બધા લોકોએ તેની પ્રસન્નતા કરી હતી. ત્યાર બાદ નિહાલનાં પપ્પાએ યૂટ્યૂબ ચેનલ ઉપર ‘કિચાટ્યૂબ નામથી ચેનલ બનાવવાનું નક્કી કર્યું. આ ચેનલ ઉપર નિહાલની ઈનોવેટિવ ડિશ અને કૂકિંગ સ્ટાઈલનાં વિડિયો બનાવીને અપલોડ કરવામાં આવતા.

નિહાલનાં વિડિયોને જોતા એક કંપનીનાં અધિકારીએ તેનાં રાઈટ્સ હાંસિલ કરવામાં દિલચસ્પી બતાવી હતી. આ ચેનલનાં રાઈટ્સ માટે ફેસબુક દ્વારા ૨૦૦૦ ડોલર નિહાલને આપવામાં આવ્યા હતા. ત્યાર પછી નિહાલ ન્યૂઝમાં રહેવા લાગ્યો અને તેની કુશળતાને કરને તેણે ઘણાં અવોર્ડસ પણ જીત્યા છે.

નિહાલને અમેરિકન પૉપ્યુલર શૉ ‘એલેન ડી જેનરેસ’ શૉમાં પુટટુ નામની એક રેસિપી માટે અવોર્ડ પણ મળેલો છે. ત્યાર બાદ તેની લોકપ્રિયતા વિશ્વભરમાં ફેલાઈ ગઈ. ૨૦૧૫માં નિહાલની યૂટ્યૂબ ચેનલ લૉન્ચ થઈ હતી અને અત્યારે તેનાં ૧૫ હજારથી વધારે લોકો દ્વારા સબ્સક્રાઈબ કરવામાં આવી છે અને તેનાં વિડિયોનાં વ્યૂઝ કરોડોમાં છે.

‘કિચાટ્યૂબ’ નિહાલનાં ટેલેન્ટને દર્શાવતી ચેનલ ખુબ જ પ્રચલિત થઈ ગઈ છે. જે દ્વારા નિહાલને પૉપ્યુલર શૅફને મળવાની તક પણ મળી છે. સામાન્ય લોકો માટે ફેમસ શૅફને મળવું એ એક સ્વપ્ન જ બનીને રહી જતું હોય છે, પણ નિહાલનાં ટેલેન્ટને કારણે તે ઘણા બધા શૅફ્સને મળી ચૂક્યોં છે.

અન્ય લોકો માટે પ્રેરણા સમાન ૬ વર્ષનો નિહાલ એક સેલિબ્રીટી બની ગયો છે. આ બાળકનો હુન્નર તમને પણ પ્રેરણાદાયી લાગ્યો હોય તો લાઈક આપજો અને અન્ય લોકોને પ્રોત્સાહન મળે તે માટે શેર પણ કરજો હો ફ્રેન્ડસ.

ટીપ્પણી