કેવી રીતે પેટ્રોલ પંપવાળા લોકોની ખૂન-પસીનાની કમાણીને લૂંટી રહ્યાં છે… વાંચો અને ધ્યાન રાખો…

- Advertisement -

પેટ્રોલ પંપ પર આ 6 બાબતોનું ધ્યાન રાખશો, તો ગાડીનું એવરેજ થઈ જશે ડબલ

આજે અમે તમને બતાવીશું કે, કેવી રીતે પેટ્રોલ પંપવાળા લોકોની ખૂન-પસીનાની કમાણીને લૂંટી રહ્યાં છે. ઉપરથી દિવસેને દિવસે મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવોએ જનતાની કમર તોડી રાખી છે. આવામાં જો પેટ્રોલ પંપ પર ગ્રાહકોને લૂંટી લેવાની અનેક બાબતો સામે આવે છે. તમારી સાથે પણ આવું થતું હોય છે. તેથી તમારે કેટલીક બાબતોની સાવધાની રાખવાની જરૂર છે.

ગાડી રિઝર્વમાં આવતા પહેલા પેટ્રોલ નંખાવો

બહુ જ ઓછા લોકો આ વાત જાણે છે કે, ખાલી ટેન્કમાં પેટ્રોલ ભરાવવાથી નુકશાન થાય છે. તેનું કારણ છે કે, જેટલી ખાલી તમારી ટેંક હશે, તેટલું જ હવા ટેંકમાં રહેશે. આવામાં તમે પેટ્રોલ ભરાવો છો, તો હવાને કારણે પેટ્રોલની માત્રા ઓછી થઈ જાય છે. આ વાત પર બહુ જ ઓછા લોકોનું ધ્યાન જાય છે.

રોકાઈ-રોકાઈની મીટર ચાલે તો સમજો લોચો છે

પેટ્રોલ ભરાવતા સમયે જો મીટર વારંવાર રોકાઈને ચાલે છે, તો ચેતી જાઓ. આ એક લોચાનો સંકેત છે. આ રીતે પેટ્રોલનુ નુકશાન થાય છે. તેથી જો કોઈ પેટ્રોલ પંપ પર આવું મશીન છે, તો ત્યાં પેટ્રોલ ભરાવવાથી બચો, કેમ કે તેમા તમારું જ નુકશાન છે.

મીટર પર નજર રાખો

કાર ચલાવનારા જરૂર આ વાતો જાણી લો, કે તેઓ સૌથી વધુ આનો શિકાર બને છે. હકીકતમાં કારવાળા પેટ્રોલ કે ડીઝલ ભરાવતા સમયે સતર્ક રહેતા નથી. કારણ કે તેઓ ગાડીમાંથી નીચે ઉતરતા નથી. જો તમે ગાડીમાંથી નીચે નથી ઉતરતા તો પેટ્રોલ નંખાવનાર સેલ્સ કર્મચારી આ વાતનો ફાયદો ઉઠાવે છે. પેટ્રોલ ભરાવતા સમયે કારમાંથી નીચે ઉતરો અને મીટરની પાસે ઉભા રહો. સેલ્સ કર્મચારી શું કરે છે, તે બધી બાબત પર નજર રાખો.

ઝીરોથી સ્ટાર્ટ થાય તો જો પેટ્રોલ ભરાવજો

કેટલાક પેટ્રોલ પંપ પર કર્મચારીઓ તમારું ધ્યાન વાતોમાં લગાવીને મશીનને ઝીરો પર સેટ કરતા નથી. તેથી તે પેટ્રોલના આકમાં ગાપચી મારીને તમને ઓછું પેટ્રોલ આપી શકે છે. ત્યારે આવા સમયે પેટ્રોલ ભરાવતા સમયે જરૂર ધ્યાન રાખો. હવે મોટાભાગના પેટ્રોલ પંપ પર ડિજીટલ મીટર લાગેલા હોય છે. તેમાં તમારા દ્વારા માંગવામાં આવેલ પેટ્રોલ ફીગર અને મૂલ્ય પહેલેથી જ ભરાયેલું હોય છે. તેનાથી પેટ્રોલ પંપ કર્મચારીની મનમાની અને ચીટિંગની શક્યતાઓ બહુ જ ઓછી હોય છે.

તેજીથી ભરે છે પેટ્રોલ તો ચેતી જાઓ

પેટ્રોલ મશીન પર ઝીરો ફિગર જોઈને ટેન્શન ફ્રી થવાનું છોડી દો. કેમ કે, અહી સેલ્સ કર્મચારી ધોકો આપવાનો મોકો મેળવી શકે છે. એ પણ જુઓ કે, પેટ્રોલ પંપ પર રીડિંગ કયા ડિજીટથી સ્ટાર્ટ થઈ છે. સીધા 10, 15 કે 20 કે પથી મીટરનું રીડિંગ ઓછામા ઓછા 3થી સ્ટાર્ટ થાય. જો 3થી વધુ અંક પર હોય તો સમજો કે તમારુ નુકશાન છે.

પેટ્રોલ ઓર્ડર કર્યું છે તો મીટર બહુ તેજ ચાલ્યું તો સમજો કે ગડબડ છે. પેટ્રોલ પંપના કર્મચારીને મીટરની સ્પીડ નોર્મલ કરવાનું કહો. હોઈ શકે છે, તેજ મીટર ચાલવાથી તમારું ખિસ્સુ કપાઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો અને તેમને પણ માહિતગાર કરો.

ટીપ્પણી